કામ્યા પંજાબી : મારાં- તમારાં સંતાનો સાથે આપણાં ન ખપે


કા મની  બાબતની વાત કરીએ તો અભિનેત્રી  કામ્યા પંજાબીને એમાં ભગવાનના  પૂરેપૂરા  આશીર્વાદ મળ્યા છે અને તેને જોેઈએ એવું  કામ અને ભૂમિકા મળતાં રહ્યા છે, પણ  જ્યારે  અંગત જીવનની વાત કરીએ  તો એમાં તો કામ્યા પંજાબીએ  જીવનમાં  સાચી સ્થિરતા માટે લાબી રાહ જોવી પડી છે. કામ્યા  જ્યારે  શલભ ડાંગને મળી ત્યારે  તેણે પ્રભુને જે પ્રાર્થના  કરી હતી,  એ બધી જ ચરિતાર્થ  થઈ ગઈ.  કામ્યા અને અને શલભ  બંને એકબીજાના  પ્રેમમાં પડયા અને ફેબુ્રઆરી, ૨૦૨૦માં  લગ્ન કરી લીધા.

લગ્ન પછીના જીવન અંગે વાતો કરતાં  કામ્યા પંજાબીએ   જણાવ્યું, 'જ્યારે તમને યોગ્ય  સાથીદાર  મળી જાય છે ત્યારે તમે માનસિક શાંતિની  અનુભૂતિ  કરો છો. તમને  એ વાતની ખાતરી થાય  છે કે તમારી પાછળ કોઈકનું  પીઠબળ  છે અને આને પગલે તમારા મગજમાં  કોઈપણ  વિચારો  ચાલતા, હોય તો તમારે તેની કોઈ ચિંતા કરવાની  જરૂર રહેતી નથી.'

'સલામતીની  લાગણી   મને પડકારે છે. તેના વિના મારું જીવન  સાવ  વંચિત હતું. તેના મળવા પહેલાં આવી સ્થિતિ હતી. હું આજે પણ એટલી જ બિન્દાસ્ત છું,  જેટલી પહેલા હતી. આમ છતાં તૃપ્તિની  અનુભૂતિ  થાય છે. ઔર સ્ટેબિલિટી  આ ગયી હૈ.  વાસ્તવમાં  એ માત્ર એના ટેકા અને સહકાર માટે જ નથી, પણ હું કોઈ પોલિટિક્સમાં પણ ફસાઈ નથી,' એમ કામ્યાએ  ઉમેર્યું હતું. અન્ય  બાળક માટે કામ્યા અને શલભ બંનેની  વિચારસરણી લગભગ એકસરખી જ છે. આ સંદર્ભે કામ્યા કહે છે, 'બાળક હોવાની શક્યતા અંગે હું અને શુલભ પ્રસંગોચિત  ચર્ચા કરીએ છીએ. આમ છતાં, બાદમાં હું પીછેહઠ  કરું છું, કેમ કે હું એ અંગેની સમગ્ર પ્રક્રિયામાંથી  ફરી પસાર થવા ઈચ્છતી નથી.  મન કરતા હૈ કભી કભી લગતાં હૈ કે  અમને અન્ય બાળક હોવું જોઈએ.  પણ વોહ વહીં ખતમ હો જાતાં  હૈ. અબ મુઝે મેરી જિંદગી   જીની હૈ, પતિ  કે સાથ  હોલીડેઝ પર જાના હૈ. અબ વો સારી ચીજે  કરની હૈ જો મૈને અબ તક નહીં કરી હૈ, અપને  પીછલે  ૪૦ સાલો મેં.' 

આ સાથે જ  કામ્યા  ઉમેરે છે, 'મારી  દીકરીને એકલે હાથે ઉછેરવી એ ઘણું  પડકારદાયક  હતું.  હું સ્ટ્રોંગ છું એવું કહેવું લોકો માટે  સાવ સહજ  હતું, પણ તમે નહીં  માની  શકો કે એ સમય તો અમારા બંને માટે  અત્યંત મુશ્કેલ જર્ની હતી.   એ  મોટી  થઈ ત્યાં સુધી તેને એકલી  મુકી કામ પર  જવું મારા માટે મુશ્કેલ હતું. કાળજાના  કટકા  કરવા સમાન હતું.  હવે  તો અમારે  બે બાળકો છે, જે  અમને  વ્યસ્ત  રાખે છે (હસે છે)  અને  હું ત્રીજા બાળકની  રાહ જોતી નથી.  બંને બાળકો-બાર વર્ષની  આરા અને શુલભનો ૧૩ વર્ષનો  પુત્ર ઈશાન મોટા થઈ રહ્યા છે. ઈશાન  શુલભના  પહેલા લગનથી થયેલો પુુત્ર  છે. વાસ્તવમાં હવે તે હું જ બાળક બની ગઈ છું.  હું મારી પુત્રીના ખોળામાં સુઈ  જાઉં  છું અને આવું ઘણી  વખત લાંબા સમય  સુધી કરતી હોઉં છુૂં.' એમ કામ્યા પંજાબીએ   ઉમેર્યું હતું.   

City News

Sports

RECENT NEWS