TV TALK .


મધુરિમા તુલી બનશે જ્હોન અબ્રાહમની પત્ની

ટચૂકડા પડદે 'કુમકુમ ભાગ્ય'માં અપ્રતિમ લોકપ્રિયતા હાંસલ કરનાર અભિનેત્રી મધુરિમા તુલી જ્હોન અબ્રાહમ સાથે એક્શન થ્રિલર 'તેહરાન'માં તેની પત્નીની ભૂમિકા ભજવશે.વાસ્તવમાં અદાકારાએ 'બેબી'માં કામ કરવા 'કુમકુમ ભાગ્ય' છોડીહતી. 

'બેબી'માં મધુરિમાએ અક્ષય કુમાર ની પત્નીનો રોલ કર્યો હતો. તે કહે છ ેકે મે આ ફિલ્મ માટે ટી.વી.સિરિયલ છોડી હતી. અને આ ફિલ્મે મને ખાસ્સી લોકપ્રિયતા પણ અપાવી હતી. આ મૂવી કર્યા પછી મને એ પ્રકારના જ સંખ્યાબંધ રોલ ઑફર થયાં હતાં. પરંતુ મને એકસમાન કામ નહોતું કરવું તેથી મેં તે નહોતા સ્વીકાર્યાં. જોકે તેને કારણે મને ઘણાં પ્રોજેક્ટ ગુમાવવા પડયા.

'તેહરાન'ના સર્જકોએ પણ મને 'બેબી'માં જોઇને જ આ રોલ ઑફર કર્યો હતો.છેવટે મને લાગ્યું કે હવે હું કિરદારની પસંદગી વિશે બહુ ઝીણું કાંતવા જઇશ તો મને કામ જ નહીં મળે. આમેય મારી સાથે કામ કરતી મૃણાલ ઠાકુર સહિતની ઘણી અભિનેત્રીઓએ ટચૂકડા પડદેથી મોટા પડદે સરાહનીય પ્રયાણ કર્યું હતું. તેથી મેં ઝાઝો વિચાર કર્યા વિના 'તેહરાન' સ્વીકારી લીધી. વળી આ ફિલ્મના સર્જકો અને કલાકારો પણ સારા હોવાથી મને તેમાં કામ કરવામાં વાંધો નહોતો. 

મેં મારા વેડફાઇ ગયેલા સાત વર્ષનું સાટું  આ ફિલ્મ સ્વીકારની વાળી લીધું.તે વધુમાં કહે છે કે ફિલ્મ મળ્યા પછી પણ હું ટી.વી.પર કામ કરવાનું જારી રાખીશ. પણ હું નિર્ધારિત સમયમાં પૂરો થઇ જાય એવો શો જ હાથ ધરીશ.

કોરિયોગ્રાફર કુશ બેંકરે ગુજરાતી ફિલ્મ '21 દિવસ'નું દિગ્દર્શન કર્યું

અમદાવાદના કોરિયોગ્રાફર કુશ બેંકર ડાન્સ ડિરેકશનમાં લોકપ્રિયતા હાંસલ કર્યા બાદ '૨૧ દિવસ' ગુજરાતી ફિલ્મનું સર્જન કરી ફિલ્મ ક્ષેત્રમાં ડિરેક્ટર તરીકે એક નવો આયામ સર્જવા જઇ રહ્યા છે. ટૂંક સમયમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં  સિચ્યુએશનલ કોમેડી ઉપરાંત પરિવારિક સંબંધો પર  અદ્ભૂત નજારો સર્જાયો છે.  '૨૧ દિવસ' એવી પ્રથમ ભારતીય ફિલ્મ છે, જેને અમેરિકન એમ્બેસીમાં પ્રમોટ કરવામાં આવી છે. 

ડાન્સમાંથી ફિલ્મ ક્ષેત્રે ઝંપલાવનારા કુશ બેંકર કહે છે, 'કોરોના દરમિયાન ડાન્સ ક્લાસિસ બંધ હતા. લોકોની એક્ટિવિટી બંધ થઈ ગઈ હતી અને લોકોમાં હતાશા-નિરાશા ઘર કરી ગઈ હતી. લોકોમાં સકારાત્મકતા લાવવાના હેતુથી એ નવરાશના સમયનો ઉપયોગ ફિલ્મસર્જનમાં કર્યો હતો' 

અમેરિકાથી આવતી છોકરી સાથે પરિવારના એક છોકરાના લગ્નનો મેળ બેસાડવા માટે આખો પરિવાર ૨૧ દિવસ માટે સાથે રહે છે અને એમાંથી આખાય પરિવાર વચ્ચે પ્રેમના નવા તાંતણા રચાય છે - એવી કથાવસ્તુ ધરાવતી ફિલ્મમાં સિચ્યુએશનલ કોમેડી સર્જાય છે. ફિલ્મના નામને સાર્થક કરીને શૂટિંગ પણ ૨૧ દિવસમાં જ કરવામાં આવ્યું હતું. રેડ ફ્લેગ એન્ટરટેઈનમેન્ટની આ ફિલ્મમાં મૌલિક નાયક, આર્જવ ત્રિવેદી, પૂજા ઝવેરી, પ્રેમ ગઢવી, રાજુ બારોટ, દીપા ત્રિવેદી જેવાં કલાકારોએ અભિનય કર્યો છે. 

ફરઝાન શેટ્ટીનો એક પગ દક્ષિણમાં અને એક મુંબઇમાં

ફરઝાન શેટ્ટીએ પોતાની દક્ષિણ ભારતની બે ફિલ્મો પૂરી કરવા ટચૂકડા પડદેથી બ્રેક લીધો ત્યારે તેને કલ્પના પણ નહોતી કે તેનો આ બ્રેક અલ્પજીવી નિવડશે. થયું એમ કે તેને 'જય હનુમાન સંકટમોચન નામ તિહારો'માં માતા 'સીતા'નીભૂમિકા ઑફર થતાં તેને એ રોલ કરવાની લગન લાગી. 

ફરઝાન કહે છે કે મેં વર્ષ ૨૦૧૫-૨૦૧૬ દરમિયાન પૌરાણિક ધારાવાહિક'સૂર્યપુત્ર કર્ણ'કરી હતી.ત્યાર પછી હું વધુ એક વખત પૌરાણિક શો કરવા તૈયાર નહોતી. વળી મારી દક્ષિણભારતની બે ફિલ્મોનું કામ ચાલી રહ્યું હતું.મેં એવો વિચાર કર્યો હતો કે આ બે ફિલ્મોનું કામ પૂરું થયાપછી હું ટચૂકડા પડદે પાછી ફરીશ. વળી ત્રણ પ્રોજેક્ટ્સમાં એકસાથે કામ કરવું પણ સહેલું નહોતું. તેથી મેં પહેલા તો એ ઑફર સ્વીકારવાની ના જ પાડી હતી.પરંતુ મને લાગ્યુ ંકે 'જય હનુમાન....'ના સર્જકો ખરા દિલથી મને 'સીતા'ની ભૂમિકા કરવાનું કહી રહ્યાં છે. તેથી મેં તેમને મારી બે દક્ષિણ   ભારતીય ફિલ્મોનું  શૂટિંગ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતુંે.

 જોકે તેમણે ફિલ્મના શૂટિંગ સાથે મારા શોની તારીખોનો મેળ બેસાડવાનો વાયદો કર્યો એટલે મેં એ શો સ્વીકારી લીધો. પણ હવે થાય છે એવું કે મારા ત્રણે પ્રોજેક્ટ્સમાં મારો લુક વેગવેગળો છે. એક ફિલ્મમાં હું બોલ્ડ કેરેક્ટર અદા કરી રહી છું. તેને માટે મને મારા વાળ સોનેરી કરવાના હોય છે. જ્યારે બીજી ફિલ્મમાં મારો રોલ સાદગીભર્યો હોવાથી તેને માટે મને વાળ કાળા કરવાના હોય છે. પણ મને એ વાતની રાહત છે ક ે આ ધારાવાહિકમાં પણ મને વાળ કાળા જ રાખવાના છે.

તે વધુમાં કહે છે કેેં  અત્યાર સુધી મેં સિરિયલોમાં ચુલબુલી યુવતીની ભૂમિકાઓ ભજવી હતી. પણ સીતાની ભૂમિકા તેના કરતાં તદ્ન વેગળી છે.

City News

Sports

RECENT NEWS