For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અવિકા ગૌર : મારા માટે કોન્ટેન્ટ અને કથા મહત્ત્વનાં

Updated: Sep 22nd, 2022

Article Content Image

- '50 વર્ષથી વધુ વયના  હીરો સાથે મારે કામ કરવું જોઈએ?  હાલ તરત  તો મારી કારકિર્દીમાં એ ફીટ નહીં થઈ શકે. બની શકે આવું થોડા સમય પછી શક્ય બને.' 

અ ભિનેત્રી  અવિકા ગૌર ઘણી બધી   તેલુગુ  અને તમિળ ફિલ્મો કરી છે અને સાઉથમાં સારી એવી લોકપ્રિયતા પણ હાંસલ કરી છે.  હવે આ  અભિનેત્રીએ  હિન્દી  ફિલ્મોમાં  પદાર્પણ  માટે પૂરેપૂરી  તૈયારી કરી લીધી છે. જો કે આ પદાર્પણ ઘણું વિલંબિત  છે, પણ તે ફિલ્મ  છે ટોચના ફિલ્મસર્જક  મહેશ ભટ્ટ અને વિક્રમ ભટ્ટની  ફિલ્મ '૧૯૨૦-હોરર્સ ઓફ ધ હાર્ટ'.

એ સાચું  છે કે કોઈ  પણ ફિલ્મ સાઈન  કરવા પહેલાં તેના પર પસંદગીની મહોર  મારવામાં અવિકા  ગોરની  એક અનોખી  સ્ટાઈલ  છે, ખાસિયત

 છે.  આ સંદર્ભે  અવિકા કહે છે, 'હું એવું ઈચ્છતી હોઉં છું  કે નિર્માતાનું એક ચોક્કસ  સ્તર હોવું જોઈએ, જેથી મને  ખબર તો રિલિઝ પડે કે  ફિલ્મ તો થશે જ.' આમ  અવિકા  આ વાત પર  તો ભાર મૂકે જ છે સાથોસાથ એ પણ ઉમેરે છે કે ટેક્નિકલ  ટીમનું  પણ ઘણું  મહત્ત્વ હોય છે.

'આ માટે, એક ઉદાહરણ  તરીકે સારા એડિટરો  હોય તો તેઓ વિશ્વાસપાત્ર પરિબળ  જરૂર હશે જ.  મને યાદ છે, હું મારી  ફિલ્મની પસંદગી  મારી કુનેહને  અનુસરીને કરું  છું. મને લાગે કે આ શ્રેષ્ઠ ફિલ્મ  પુરવાર થશે. આમ છતાં, દરેક  બાબતોનો સમાવેશ આ એક ફિલ્મમાં થયો છે કે નહીં એ જોવા માટે  મારે તેને જોવાની જરૂર છે, એવું  મારું  માનવું છે.'

'૫૦ વર્ષથી વધુ વયના  હીરો સાથે મારે કામ કરવું જોઈએ?  એવું  પણ બની શકે કે  હાલ તરત  તો મારી કારકિર્દીમાં એ ફીટ નહીં થઈ શકે. બની શકે  આવું થોડા સમય પછી શક્ય બને.  હું અંગતપણે  તો આ બાબત પર વધુ ફોકસ તો નથી કરતી, પણ હું  સંપૂર્ણપણે  સમજું  છું કે ઘણાં બધા  લોકો એવું કરવા માટે  તૈયાર પણ થઈ શકે  છે કેમ કે દિવસના અંતે  તો અમારે   બ્રેડ અને બટર રળવાના હોય છે.' એવી સ્પષ્ટતા  પણ  અવિકા ગોર આ સાથે  કરે છે, જે  તાજેતરમાં એક તેલુગુ  ફિલ્મ 'થેન્ક યુ' માં જોવા મળી હતી.

કોઈ  પ્રોજેક્ટ  સાઈન કરતી હોય ત્યારે તેમાં  નાણાંકીય  અગત્યતા  કેટલામાં  ક્રમે આવે છે?  આ પ્રશ્નનો  ઉત્તર આપતાં આવિકા ગોરે જણાવ્યું, 'જો તમે મારું  કામ જુઓ અને મેં કરેલી  ફિલ્મો  નિહાળો તો તમને જણાશે  કે   મેં નવા બધા નિર્માતા , ફ્રેશ દિગ્દર્શકો અને નવોદિત  હીરો સાથે કામ કર્યું છે. તેઓ  જે કોન્ટેન્ટ અને કથા લઈને આવે છે, તેના પર મને સંપૂર્ણ  વિશ્વાસ હોય છે. હું યથાર્થ પણે માનું છું  કે અંતે  તો નાણાં અને અન્ય બાબતો   ચોક્કસ પણે  મહત્ત્વના  છે. આ ઈન્ડસ્ટ્રી પાસે  કલાકારો માટે મોટા બજેટો  પણ છે જ.'   

Gujarat