For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નસવાડીના લિંડા મોડલ સ્કૂલ જતી બસમાં ખીચોખીચ વિદ્યાર્થીઓ ભરાતાં કોરોના સંક્રમણની દહેશત

-એક જ બસમાં 150 થી વધુ બાળકો ઘેટાં- બકરાંની જેમ ભરાય છે

Updated: Mar 19th, 2021

Article Content Imageબોડેલીઃ  નસવાડી તાલુકાના લિંડા મોડલ સ્કૂલ જતી એસ.ટી બસમાં ખીચોખીચ વિદ્યાર્થીઓ ભરાતાં કોરોના સંક્રમણ થવાની દહેશત ઉભી થઈ છે.

કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે જિલ્લાનું તંત્ર બેઠકો કરી કોરોનાની ગાઈડ લાઈનનું અમલ કરાવવા સૂચનો કરે છે પોલીસ જાહેર રસ્તા પર માસ્કના દંડ કરે છે ત્યારે બીજી બાજુ નસવાડી ના લિંડા માડલ સ્કૂલોની એસટી બસ જે વિદ્યાર્થીઓને સ્કૂલ મા લાવે છે અને ઘરે મુકવા જાય છે .

જે સરકારી એકજ એસ ટી બસમા 150  થી 200 વિદ્યાર્થીઓ ભરાતાં કોરોના વાયરસની દહેશત છતા  વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.એક જ સીટ પર  વિદ્યાર્થીઓ પાંચ બેસે છે. અસંખ્ય વિદ્યાર્થીઓ ઉભા હોય છે તેમજ ડ્રાઈવરના કેબિન સુધી વિદ્યાર્થીઓ જીવનું જોખમ ખેડી બસમાં મુસાફરી કરી રહ્યા છે. ડભોઈ , બોડેલી , છોટાઉદેપુર એસ ટી બસ ડેપોના રૃટની બસો આવતી હોય વિદ્યાર્થીઓ બસ વધારવા માંગ કરી છે.

Gujarat