For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Coronavirus: 5 વર્ષમાં ક્રૂડ ઓઇલ સૌથી વધું ઘટ્યું,ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઇ શકે ઘટાડો

Updated: Mar 7th, 2020

Article Content Imageનવી દિલ્હી, 7 માર્ચ 2020 શનિવાર

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં 10% સુધીનો ઘટાડો નોંધાયા પછી અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આગામી મહિને ભારતમાં પેટ્રોલિયમ પેદોશોની કિંમતમાં ત્રણથી ચાર રુપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થશે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ OPEC દેશો દ્વારા ઉત્પાદનમાં કાપ ન મૂકવાના નિર્ણયને લીધે આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ પહેલા OPECઅને એના મિત્ર દેશો વચ્ચે થયેલી બેઠકમાં ક્રૂડ પ્રોડક્શન પર કાપ મુદ્દે ખાસ નિર્ણય લેવાયો ન હતો.  

બીજ તરફ US WTIના ભાવમાં 10.07% અને Brent Crude Oilના ભાવમાં પણ 9.4%નો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે ઘટાડા પછી US West Texax Intermediate (WTI)નો ભાવ 41.28 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો હતો, જે ઓગસ્ટ 2016 પછી સૌથી નીચેનું સ્તર છે.

Article Content Imageજ્યારે Brent Crude Oilના ભાવમાં ઘટાડા પછી પ્રતિ બેરલની કિંમત 45.27 ડોલર આવી પહોંચી હતી, જે જૂન 2017 પછીનું સૌથી નીચો ભાવ હતો. 

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાની સીધી અસર ડોમેસ્ટિક માર્કેટમાં જોવા મળશે. જોકે ભારતમાં આ વર્ષ દરમિયાન અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 4 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં  4.15 પ્રતિ લીટરનો ઘટાડો આવી ચૂક્યો છે.

નિષ્ણાંતના અનુમાન મુજબ જો ડોલરની સરખામણીએ રુપિયામાં તેજી આવે તો ભારતના બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 3-4 રુપિયા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળી શકે છે. 

Article Content Imageકોરોના વાયરસના પ્રકોપથી ક્રૂડ ઓઇલની માંગ સતત ઘટી રહી છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમત ઘટવા પાછળનું અન્ય મુખ્ય કારણ બની રહ્યુ છે.

નોંધનીય છે કે વર્ષ 2008માં OPEC અને એના મિત્ર દેશોએ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં 42 લાખ બેરલ પ્રતિ દિવસનો કાપ લગાવ્યો હતો.

આ સમય Global Financial Crisis (વૈશ્વિક મંદી) હતો. આ નિર્ણય પછી જ ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતા લાવવામાં મદદ મળી હતી.

Gujarat