આઈટી શેરોમાં વેલ્યુબાઈંગે શેરબજારમાં મોટું ધોવાણ અટક્યું

- સેન્સેક્સ ૩૩ પોઈન્ટ ઘટીને ૮૪૨૬૬ : નિફટી સ્પોટ ૧૪ પોઈન્ટ ઘટીને ૨૫૭૯૭ : FPIs/FIIની કેશમાં રૂ.૫૫૭૯ કરોડની ચોખ્ખી વેચવાલી

- ગાંધી જયંતી નિમિતે આજે શેર બજારો બંધ રહેશે : ચાઈનામાં અઠવાડિયું બજારો બંધ

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
આઈટી શેરોમાં વેલ્યુબાઈંગે શેરબજારમાં મોટું ધોવાણ અટક્યું 1 - image


મુંબઈ : ચાઈનાના મેગા સ્ટીમ્યુલસ પેકેજ બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ફંડ ડાઈવર્ઝનને પરિણામે ગઈકાલે એશીયા, યુરોપના બજારોમાં ધોવાણ સાથે ભારતીય શેર બજારોમાં કડાકો બોલાઈ ગયા બાદ આજે ઉડાઉડ અટકતી જોવાઈ હતી. ચાઈનાના રાષ્ટ્રીય દિન ગોલ્ડન અઠવાડિયા નિમિતે બજારો ૧થી ૭ ઓકટોબર સુધી બંધ રહેનાર હોઈ  આજે એશીયા-પેસેફિક દેશોના અન્ય બજારોમાં ફંડોની ફરી સક્રિય લેવાલી રહી હતી. અલબત ભારતીય બજારોમાં ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એફએમસીજી શેરો સાથે ટાટા ગુ્રપ કંપનીઓના શેરોમાં વેચવાલી રહેતાં સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર સતત બીજા દિવસે નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. જો કે આઈટી શેરો  અને પસંદગીના બેંકિંગ, ઓટો શેરોમાં આકર્ષણે મોટું ધોવાણ અટક્યું હતું. સેન્સેક્સ ૮૪૬૪૮થી ૮૪૦૯૮ વચ્ચે અથડાઈ અંતે ૩૩.૪૯ પોઈન્ટ ઘટીને ૮૪૨૬૬.૨૯ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦  સ્પોટ ૨૫૯૦૮થી ૨૫૭૩૯ વચ્ચે અથડાઈ અંતે ૧૩.૯૫ પોઈન્ટ ઘટીને ૨૫૭૯૬.૯૦  બંધ રહ્યો હતો. બુધવારે બીજી ઓકટોબર ૨૦૨૪ના ગાંધી જયંતી નિમિતે શેર બજારો બંધ રહેશે.

આઈટી ઈન્ડેક્સ ૪૪૩ ઉછળ્યો : ૬૩ મૂન્સ રૂ.૧૯ ઉછળી રૂ.૪૦૭ : ટેક મહિન્દ્રા, કેપીઆઈટીમાં તેજી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ ફરી મોટી ખરીદી કરતાં શેરોના  ભાવો વ્યાપક વધ્યા હતા. ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૯.૩૦ વધીને રૂ.૪૦૭.૨૦ રહ્યો હતો. સુબેક્ષ ૮૭ પૈસા વધીને રૂ.૨૭.૮૮, ટેક મહિન્દ્રા રૂ.૪૬.૨૫ વધીને રૂ.૧૬૨૨.૩૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૪૨.૭૦ વધીને રૂ.૧૬૭૧.૫૦, સિએન્ટ રૂ.૪૪.૦૫ વધીને રૂ.૧૯૨૦, માસ્ટેક રૂ.૫૦.૯૫ વધીને રૂ.૨૬૪૫, નેલ્કો રૂ.૧૬.૭૦ વધીને રૂ.૧૦૪૫, ઈન્ફોસીસ રૂ.૨૮.૧૫ વધીને રૂ.૧૯૦૪.૧૫, કોફોર્જ રૂ.૯૧.૨૫ વધીને રૂ.૭૧૦૮.૫૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૦.૪૫ વધીને રૂ.૧૮૧૪.૯૫, વિપ્રો રૂ.૫.૩૦ વધીને રૂ.૫૪૬.૬૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૪૩.૧૪ પોઈન્ટ વધીને ૪૨૮૧૨.૮૦ બંધ રહ્યો હતો.

રિલાયન્સ સતત વેચવાલીએ રૂ.૨૪ ઘટીને રૂ.૨૯૨૯ : ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, આઈઓસી ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટયામથાળેથી રિકવર થયા છતાં ભાવ નરમાઈ તરફી રહી સાંજે બ્રેન્ટ ક્રુડ ૪૭ સેન્ટ ઘટીને ૭૧.૨૩ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૫૨ સેન્ટ ઘટીને ૬૭.૬૫ ડોલર નજીક રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સતત બીજા દિવસે વેચવાલીના દબાણે શેર રૂ.૨૪ ઘટીને રૂ.૨૯૨૯.૮૦ રહ્યો હતો. ઓએનજીસી રૂ.૫.૭૫ ઘટીને રૂ.૨૯૨.૨૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૧ ઘટીને રૂ.૫૬૯.૨૫, આઈઓસી રૂ.૧.૧૫ ઘટીને રૂ.૧૭૮.૯૦, બીપીસીએલ રૂ.૧.૮૦ ઘટીને રૂ.૩૬૮ રહ્યા હતા. જ્યારે એચપીસીએલ રૂ.૪.૧૫ વધીને રૂ.૪૪૪.૭૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૩.૧૦ વધીને રૂ.૩૪૪.૫૦ રહ્યા હતા.

એફએમસીજી શેરોમાં સુલા વિનિયાર્ડ, ગોદરેજ એગ્રોવેટ, હિન્દ યુનિલિવર ઘટયા : સુગર શેરોમાં તેજી

એફએમસીજી શેરોમાં આજે સુગર કંપનીઓના શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું. ઉત્તમ સુગર રૂ.૨૦.૪૫ વધીને રૂ.૩૯૧, બલરામપુર ચીની રૂ.૩૧.૫૦ વધીને રૂ.૬૭૯.૯૦, દાલમિયા સુગર રૂ.૨૫.૬૦ વધીને રૂ.૫૬૭.૭૫, અવધ સુગર રૂ.૨૫.૮૦ વધીને રૂ.૮૧૬.૧૫, પરાગ મિલ્ક ફૂડ્સમાં જીએસની એન્ટ્રીની ચર્ચા વચ્ચે શેર રૂ.૮.૧૦ વધીને રૂ.૨૦૦.૫૫, ટેસ્ટી બાઈટ રૂ.૩૫૬.૦૫ વધીને રૂ.૧૩,૦૨૨.૯૫, બિકાજી ફૂડ્સ રૂ.૨૫.૨૦ વધીને રૂ.૯૪૭.૯૫ રહ્યા હતા. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૩૭.૪૫ ઘટીને રૂ.૨૯૨૧.૯૫, સુલા વિનિયાર્ડ રૂ.૧૮.૮૦ ઘટીને રૂ.૪૫૯.૯૫, ગોદેરેજ એગ્રોવેટ રૂ.૨૫.૮૦ ઘટીને રૂ.૭૩૬.૨૦ રહ્યા હતા.

ઓટો શેરોમાં સિલેક્ટિવ તેજી : સુંદમર રૂ.૪૫ વધી રૂ.૧૪૨૦ : મહિન્દ્રા, કમિન્સ, એમઆરએફમાં તેજી

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. સુંદરમ રૂ.૪૪.૮૫ વધીને રૂ.૧૪૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૮.૬૫ વધીને રૂ.૩૧૬૪.૮૫, કમિન્સ  રૂ.૬૭.૪૦ વધીને રૂ.૩૮૭૪.૫૦, એમઆરએફ રૂ.૧૧૨૬.૯૫ વધીને રૂ.૧,૩૯,૬૨૯.૮૫, હીરો મોટોકોર્પ રૂ.૩૮.૧૦ વધીને રૂ.૫૭૪૯.૫૫, બોશ રૂ.૪૪.૬૦ વધીને રૂ.૩૭,૭૨૨.૮૦ રહ્યા હતા. જ્યારે બજાજ ઓટો રૂ.૧૫૯.૦૫ ઘટીને રૂ.૧૨,૧૮૫, આઈશર મોટર્સ રૂ.૫૫.૪૦ ઘટીને રૂ.૪૯૬૮.૦૫ રહ્યા હતા.

કોટક બેંક, સ્ટેટ બેંકમાં આકર્ષણ : ઈન્ડસઈન્ડ, મુથુટ ફાઈ.માં પ્રોફિટ બુકિંગ : કેફિન ટેક, પેટીએમમાં તેજી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૭.૫૦ વધીને રૂ.૧૮૭૯.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૪૦ વધીને રૂ.૭૯૭,  આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૭.૧૫ વધીને રૂ.૧૨૮૦, બેંક ઓફ બરોડા રૂ.૧.૨૦ વધીને રૂ.૨૪૮.૯૫ રહ્યા હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૮.૮૫ ઘટીને રૂ.૧૪૦૯.૧૫, કેનેરા બેંક રૂ.૧ ઘટીને રૂ.૧૧૦.૪૫, એક્સિસ બેંક રૂ.૬.૫૫ ઘટીને રૂ.૧૨૨૫.૯૦ રહ્યા હતા.  મુથુટ ફાઈનાન્સ રૂ.૭૫.૨૦ ઘટીને રૂ.૧૯૫૫.૬૦, ટીવીએસ હોલ્ડિંગ રૂ.૫૦૦.૬૦ ઘટીને રૂ.૧૩,૭૯૯.૦૫, હુડકો રૂ.૫.૮૫ ઘટીને રૂ.૨૩૫.૯૦ રહ્યા હતા. જ્યારે કેફિન ટેક રૂ.૧૧૨.૫૫ ઉછળી રૂ.૧૧૩૬.૩૫, જીઓજીત ફિન રૂ.૧૨.૬૫ વધીને રૂ.૩૭૮, પીબી ફિનટેક રૂ.૧૧૩.૬૫ વધીને રૂ.૧૭૨૯.૬૫, પેટીએમ રૂ.૪૨.૯૦ વધીને રૂ.૭૩૧.૨૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૨૯૬ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ફંડો, ખેલંદાઓએ પસંદગીના શેરોમાં ફરી વેલ્યુબાઈંગ વધારતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪ સ્ક્રિપોમાથી વધનારની સંખ્યા ૨૨૯૬ અને ઘટનારની સંખ્યા ૧૬૬૮ રહી હતી. 

 FPIs/FIIની રૂ.૫૫૭૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૬૧૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશમાં શેરોમાં રૂ.૫૫૭૯.૩૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૬૨૭.૭૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૨૦૭.૧૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૬૦૯.૫૫ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૪૩૫.૨૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૮૨૫.૬૫ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૫૧ હજાર કરોડ વધીને રૂ.૪૭૪.૮૬ લાખ કરોડ પહોંચ્યું

સેન્સેક્સ, નિફટી બેઝડ ધોવાણ અટક્યા સાથે એ ગુ્રપ, મિડ કેપ ઘણા શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ એક દિવસમાં રૂ.૫૧ હજાર કરોડ વધીને રૂ.૪૭૪.૮૬ લાખ કરોડ પહોંચ્યું છે.


Sensex

Google NewsGoogle News