Get The App

નિફ્ટી-50માં IT સેક્ટરનું વેઇટેજ ઘટીને પાંચ વર્ષના તળિયે ઉતર્યું

- ટોચની પાંચ આઈટી કંપનીઓની સંયુક્ત માર્કેટ કેપ.માં ૨૦૨૩ની શરૂઆતથી અત્યાર સુધી ૮ ટકાનો ઘટાડો

Updated: Apr 23rd, 2023

GS TEAM

Google News
Google News
નિફ્ટી-50માં IT સેક્ટરનું વેઇટેજ ઘટીને પાંચ વર્ષના તળિયે ઉતર્યું 1 - image


અમદાવાદ : આઇટી શેરોમાં તાજેતરની વેચવાલી, ખાસ કરીને ઇન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સવસિસમાં પરિણામો બાદના કડાકાને કારણે નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં આઇટી સેક્ટરના વેઇટેજમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

બેંચમાર્ક ઇન્ડેક્સમાં સેક્ટરનું વેઇટેજ માર્ચ ૨૦૨૨માં ૧૭.૭ ટકા હતુ, જે હવે ઘટીને ૧૨.૨ ટકાના પાંચ વર્ષના નીચલા સ્તરે આવી ગયું છે. આઈટી ક્ષેત્રની ટોચની કંપનીઓ - ટીસીએસ, ઈન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ અને ટેક મહિન્દ્રાનો ઇન્ડેક્સ શેર માર્ચના અંતે ઘટીને ૧૩.૬ ટકા થયો છે.નિફ્ટી ૫૦માં સમાવિષ્ટ ટોચની પાંચ આઈટી કંપનીઓની સંયુક્ત માર્કેટ કેપિટલમાં ૨૦૨૩ની શરૂઆતથી ૮.૨ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે નિફ્ટી ૫૦ આ સમયગાળા દરમિયાન માત્ર ૨.૭ ટકા ઘટયો છે. ગુરૂવારના બંધ ભાવના આધારે પાંચ મોટી આઈટી કંપનીઓની સંયુક્ત માર્કેટ કેપ રૂ. ૨૨.૨ લાખ કરોડ હતી, જે ડિસેમ્બર ૨૦૨૨ના અંતે રૂ. ૨૪.૨ લાખ કરોડ અને આ વર્ષના માર્ચના અંતે રૂ. ૨૩.૭ લાખ કરોડ હતી.

ચોંકાવનારો આંકડો એ છે કે આ પાંચ આઈટી કંપનીઓની કુલ બજાર મૂડી ડિસેમ્બર ૨૦૨૧માં રૂ. ૩૧ લાખ કરોડના રેકોર્ડ સ્તરથી છેલ્લા ૧૫ મહિનામાં ૨૮.૩ ટકા ઘટી છે. તેની સરખામણીમાં આ સમયગાળા દરમિયાન બેંચમાર્ક ઇન્ડેક્સમાં તો ૧.૬ ટકાનો વધારો નોંધાયો છે.

જોકે બજાર વિશ્લેષકોના મતે આઈટી સેક્ટર આ સ્તરે બોટમઆઉટ થઈ ગયું છે અને હવે તેમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે. કોરોના મહામારી બાદ માર્કેટ કેપમાં સૌથી વધુ પછડાટ સહન કરનારા આઈટી સેક્ટરમાં હવે સારૂં પ્રદર્શન જોવા મળી શકે છે. 

ડિસેમ્બર ૨૦૧૭ના અંતથી ટોચની પાંચ આઈટી કંપનીઓની કુલ માર્કેટ કેપિટલમાં ૧૧૦ ટકાનો વધારો થયો છે, જ્યારે નિફ્ટી ૫૦ આ સમાન સમયગાળા દરમિયાન ૬૭.૪ ટકા વધ્યો છે.

Tags :