For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શેરબજારની એકધારી આગેકૂચના પગલે ડોલર સામે રૂપિયો ઉછળ્યો

- ક્રૂડતેલના ભાવ ઘટતાં તેની અસર પણ રૂપિયા પર પોઝીટીવ દેખાઈ

Updated: Aug 17th, 2022

Article Content Image

મુંબઇ : મુંબઈ કરન્સી બજારમાં આજે  રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી  ઘટાડો  જોવા મળ્યો  હતો. શેરબજાર  ઉછળી ૬૦ હજારની  સપાટીને  આંબી જતાં   તથા વિશ્વ  બજારમાં ક્રૂડતેલના ભાવમાં   પીછેહટના સમાચાર વચ્ચે મુંબઈ  કરન્સી બજારમાં આજે  રૂપિયો   ઝડપી ઉંચકાયો  હોવાનું બજારના  સૂત્રોએ  જણાવ્યું હતું.

ડોલરના ભાવ  રૂ.૭૯.૬૬ વાળા આજે  સવારે  રૂ.૭૯.૨૭ ખુલી  રૂ.૭૯.૪૮  થઈ ૭૯.૪૬  રહ્યા હતા.  રૂપિયો આજે  ૨૧ પૈસા ઉછળ્યો હતો. જો કે  વિશ્વ બજારમાં  વિવિધ પ્રમુખ  કરન્સીઓ સામે  ડોલરનો ઈન્ડેક્સ   આજે મક્કમ રહ્યાના સમાચાર હતા. 

ડોલરનો ગ્બોલ  ઈન્ડેક્સ  આજે  નીચામાં ૧૦૬.૩૧ તથા ઉંચામાં  ૧૦૬.૫૪  થઈ ૧૦૬.૫૩  રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં  ફેડરલ રિઝર્વની  છેલ્લી મિટિંગની  બહાર પડનારી  મિનિટસ  પર વિશ્વ બજારના  ખેલાડીઓની નજર  રહી  હતી.

દરમિયાન, મુંબઈ બજારમાં  આજે  રૂપિયા સામે ડોલરના ભાવ તૂટી રહ્યા હતા ત્યારે  બ્રિટીશ  પાઉન્ડના ભાવ ઝડપી  ઉછળ્યાના નિર્દેશો હતા.   પાઉન્ડના ભાવ  આજે ૬૬ પૈસા   ઉછળી ઉંચામાં  ભાવ  રૂ.૯૬.૨૯  થઈ રૂ.૯૬.૧૨  રહ્યા હતા.   

યુરોપની  કરન્સી યુરોના ભાવ   રૂપિયા સામે   ૨૩ પૈસા   વધી ઉંચામાં  ભાવ રૂ.૮૦.૮૧  થઈ રૂ.૮૦.૬૯  રહ્યા હતા.   જોકે જાપાનની કરન્સી યેનના ભાવ  આજે રૂપિયા સામે ૦.૧૫ ટકા   માઈનસમાં  રહ્યા હતા. જ્યારે  ચીનની કરન્સી  રૂપિયા સામે   ૦.૨૦ ટકા  પ્લસમાં  રહ્યાનું  બજારના સૂત્રોએ  જણાવ્યું હતું.

ફોરેક્સ રેટ (રૂપિયામાં)

ડોલર

-૨૧ પૈસા

૭૯.૪૬

પાઉન્ડ

+૬૬ પૈસા

૯૬.૧૨

યુરો

+૨૩ પૈસા

૮૦.૬૯

Gujarat