For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વૈશ્વિક મોટી મંદીના એંધાણે શેરોમાં કડાકો:491 પોઈન્ટ તૂટીને 38961

- સેન્સેક્સ 39000ની સપાટી ગુમાવી

- ચૂંટણી સુધી ભારતીય શેર બજારોમાં કૃત્રિમ વિક્રમી તેજી કરાઈ હતી?

Updated: Jun 18th, 2019


- રોકાણકારોની સંપતિમાં રૂ.બે લાખ કરોડનું ધોવાણ : નિફટી સ્પોટ ૧૫૧ પોઈન્ટ તૂટીને ૧૧૬૭૨ : DIIની કેશમાં રૂ.૧૨૫૭ કરોડની ચોખ્ખી ખરીદી, FIIની કેશમાં રૂ.૩૩૧ કરોડ, સ્ટોક ફયુચર્સમાં રૂ.૪૯૦ કરોડની ચોખ્ખી વેચવાલી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ,તા. 17 જૂન 2019, સોમવાર

અમેરિકા પ્રેરિત વૈશ્વિક ટ્રેડ વોરમાં ભારતને પણ ધકેલવામાં  આવતાં ભારતના પણ અમેરિકી ચીજો પર ટેરિફના વળતાં પ્રહાર સાથે અમેરિકા-ચાઈનાના વધતાં ટ્રેડ ટેન્શન તેમ જ વૈશ્વિક આર્થિક મંદીની પરિસ્થિતિ દિન પ્રતિદિન વણસી રહ્યાના સંકેતો વચ્ચે વૈશ્વિક બજારોમાં નરમાઈની સાથે ભારતીય શેર બજારોમાં આજે સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો.

ભારતમાં લોકસભા ચૂંટણી સુધી જાણે કે કૃત્રિમ વિક્રમી તેજીની દોટ બતાવવામાં આવી હતી એમ ચૂંટણીઓ પૂરી થયા બાદ બજાર વાસ્તવિક સપાટી પર આવવા લાગીને ચૂંટણી બાદ શેરોમાં સતત ધોવાણ થતું જોવાઈ ફંડો, મહારથીઓએ મંદીનો કડાકો બોલાવી દીધો છે. યુ.એસ.ફેડરલ રિઝર્વની ચાલુ સપ્તાહમાં મળનારી મીટિંગ પૂર્વે વૈશ્વિક બજારોનીસાથે સાવચેતીમાં ભારતીય બજારોમાં નરમાઈ જોવાઈ હતી. શેરોમાં ઈન્ડેક્સ બેઝડ પાછલા દિવસોમાં કૃત્રિમ તેજી બતાવીને સેન્ટીમેન્ટ તેજીનું દેખાડવામાં આવ્યા બાદ હવે ફંડોએ શેરોમાં ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કરતાં રહીને આજે સેન્સેક્સમાં ૩૯૦૦૦ની સપાટી અને નિફટીમાં ૧૧૭૦૦ની સપાટી તોડી નાખી હતી.

વૈશ્વિક આર્થિક મંદીના માહોલ સામે ક્રુડ ઓઈલના ભાવમાં અફડાતફડી સાથે ભારતની આયાતોમાં જંગી વધારાએ વેપાર ખાધ વધીને છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં અને હવે કેન્દ્રિય બજેટ રજૂ કરવાના દિવસો નજીક આવી રહ્યા હોઈ આર્થિક પડકારો વચ્ચે આગામી દિવસો કઠિન બની રહેવાની  શકયતાએ ફંડોએ તેજીનો ઉથલો  કરી નાખ્યો હતો. રૂપિયા સામે અમેરિકી ડોલર પણ આજે મજબૂત બન્યો હતો. બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી, આઈટી શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ અંતે ૪૯૧.૨૮ પોઈન્ટ તૂટીને ૩૮૯૬૦.૭૯ અને નિફટી સ્પોટ ૧૫૧.૧૫ પોઈન્ટ ગબડીને ૧૧,૬૭૨.૧૫ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ ૩૯૦૦૦ સપાટી ગુમાવી : ઈન્ટ્રા-ડે ૫૪૦ પોઈન્ટ તૂટીને ૩૮૯૧૧ સુધી આવી અંતે ૪૯૧ પોઈન્ટ તૂટીને ૩૮૯૬૦

ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત નરમાઈએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૯૪૫૨.૦૭ સામે ૩૯૫૧૪.૩૬ મથાળે ખુલીને આરંભમાં ઉપરમાં ૩૯૫૪૦.૪૨ સુધી પહોંચ્યા બાદ નરમાઈ તરફી થઈ જઈ મેટલ-માઈનીંગમાં ભારતની સ્ટીલ, એલ્યુમીનિયમની આયાતો પર અમેરિકાની ટેરિફની નેગેટીવ અસરના સંકેત અને અમેરિકાના ચાઈના સાથે ટ્રેડ વોરની નેગેટીવ અસર વચ્ચે મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા સહિતમાં મોટું ઓફલોડિંગ થતાં અને ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમ જ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એક્સીસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક સહિતમાં ઓફલોડિંગ થતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, એચસીએલ ટેકનોલોજી, આઈટીસી સહિતમાં વેચવાલીએ એક તબક્કે ૫૪૦.૬૩ પોઈટ તૂટીને નીચામાં ૩૮૯૧૧.૪૪ સુધી આવી અંતે ૪૯૧.૨૮ પોઈન્ટ ગબડીને ૩૮૯૬૦.૭૯ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૧૧૭૦૦ની સપાટી ગુમાવી : નીચામાં ૧૧૬૫૭ સુધી ખાબકી અંતે ૧૫૧ પોઈન્ટ ઘટીને ૧૧૬૭૨

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૮૨૩.૩૦ સામે ૧૧૮૪૪ મથાળે ખુલીને આરંભથી જ નરમાઈમાં મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાન્તા, હિન્દાલ્કો સહિતમાં ઓફલોડિંગ થતાં અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, એક્સીસ બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક તેમ જ ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો સાથે સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી સહિતમાં વેચવાલી થતાં અને બ્રિટાનીયા, બીપીસીએલ, આઈઓસી સહિતમાં ઓફલોડિંગે નીચામાં ૧૧૬૫૭.૭૫ સુધી આવી અંતે ૧૫૧.૧૫ પોઈન્ટ તૂટીને ૧૧૬૭૨.૧૫ બંધ રહ્યો હતો.

નિફટી ૧૧,૮૦૦નો કોલ ૮૦ થી તૂટીને ૨૦.૦૫ : નિફટી ૧૧,૭૦૦નો પુટ ૨૨.૮૫ થી વધીને ૬૫.૬૫

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ મંદીનો વેપાર કરીને કડાકો બોલાવી દીધો હતો. નિફટી ૧૧,૮૦૦નો કોલ ૩,૧૫,૯૫૧ કોન્ટ્રેકટસમાં રૂ.૨૮,૦૪૨.૪૨ કરોડના કામકાજે ૮૦ સામે ૬૭.૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૭૪ થઈ તૂટીને ૧૮.૫૦ સુધી આવી અંતે ૨૦.૦૫ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો પુટ ૩,૧૪,૫૬૫ કોન્ટ્રેકટસમાં રૂ.૨૭,૭૧૨.૮૫ કરોડના કામકાજે ૨૨.૮૫ સામે ૨૪.૯૦ મથાળે ખુલીને નીચામાં ૨૧.૯૦ થઈ વધીને ૭૪ સુધી પહોંચી અંતે ૬૫.૬૫ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો કોલ ૨,૭૨,૬૯૬ કોન્ટ્રેકટસમાં રૂ.૨૪,૩૬૭.૬૩ કરોડના કામકાજે ૩૬.૮૦ સામે ૩૪ મથાળે ખુલીને ઉપરમાં ૩૬.૭૦ થઈ ઘટીને ૭.૮૫ સુધી આવી અંતે ૮.૪૦ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો પુટ ૨,૦૨,૨૩૪ કોન્ટ્રેકટસમાં રૂ.૧૭,૬૨૩.૦૫ કરોડના કામકાજે ૧૦.૦૫ સામે ૮.૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૯.૮૦ સુધી જઈ અંતે ૨૬.૯૫ રહ્યો હતો.

બેંક નિફટી જૂન ફયુચર ૩૦,૬૧૧ થી તૂટીને ૩૦,૩૬૦ : નિફટી જૂન ફયુચર ૧૧,૮૩૮ થી તૂટીને ૧૧,૭૦૧

બેંક નિફટી જૂન ફયુચર ૧,૧૨,૫૦૩ કોન્ટ્રેકટસમાં રૂ.૬૮૪૪.૨૨ કરોડના કામકાજે ૩૦,૬૧૧.૪૦ સામે ૩૦,૫૯૯ મથાળે ખુલીને ઉપરમાં ૩૦,૬૧૪.૪૫ થઈ ઘટીને ૩૦,૩૦૬ સુધી આવી અંતે ૩૦,૩૬૦ રહ્યો હતો. નિફટી જૂન ફયુચર ૧,૦૯,૨૪૯ કોન્ટ્રેકટસમાં રૂ.૯૬૧૯.૯૮ કરોડના કામકાજે ૧૧,૮૩૮.૦૫ સામે ૧૧,૮૨૪.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૮૩૦ થઈ તૂટીને ૧૧,૬૮૫ સુધી આવી અંતે ૧૧,૭૦૧.૨૦ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૧,૭૨,૬૦૫ કોન્ટ્રેકટસમાં રૂ.૧૫,૫૪૧.૮૨ કરોડના કામકાજે ૧૩.૯૦ સામે ૧૯ મથાળે ખુલીને નીચામાં ૩.૬૦ સુધી પટકાઈ અંતે ૪ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૫.૬૦ સામે ૪.૧૦ મથાળે ખુલીને નીચામાં ૪.૦૫ થઈ વધીને ૧૧.૫૦ સુધી પહોંચી અંતે ૧૧ રહ્યો હતો. 

ટ્રેડ વોરના પગલે લંડન મેટલમાં કોપર પાંચ મહિનાના તળીયે : ટાટા સ્ટીલ રૂ.૨૮ તૂટીને રૂ.૪૭૩ : જિન્દાલ, જેએસડબલ્યુ તૂટયા

અમેરિકાના વૈશ્વિક ટ્રેડ વોરના પરિણામે વૈશ્વિક મેટલની માંગને ફટકો પડતાં  લંડન મેટલ એક્સચેન્જમાં કોપરના ભાવો તૂટીને પાંચ મહિનાની નીચી સપાટીએ આવી જતાં મેટલ-માઈનીંગ શેરોમાં આજે વ્યાપક ગાબડાં પડયા હતા. જિન્દાલ સ્ટીલ રૂ.૯.૭૦ તૂટીને રૂ.૧૫૪.૭૦, ટાટા સ્ટીલ રૂ.૨૮.૪૦ તૂટીને રૂ.૪૭૩.૦૫, સેઈલ રૂ.૨.૭૦ ઘટીને રૂ.૪૭.૭૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૭૫ ઘટીને રૂ.૨૫૯.૭૫, વેદાન્તા રૂ.૫.૬૫ ઘટીને રૂ.૧૬૩.૯૫, હિન્દાલ્કો રૂ.૪.૧૦ ઘટીને રૂ.૧૯૩.૮૫, નાલ્કો રૂ.૪૮.૪૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨.૬૫ ઘટીને રૂ.૨૩૪.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૩૩.૯૬ પોઈન્ટ તૂટીને ૧૦૬૨૨.૪૮ બંધ રહ્યો હતો. 

અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં ગાબડાં : રિલાયન્સ હોમ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઈન્ફ્રા તૂટયા પીએનબી હાઉસીંગ તૂટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો, મહારથીઓએ ફરી વ્યાપક ઓફલોડિંગ કરતાં ગાબડાં પડયા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૧૭.૨૩ પોઈન્ટ તૂટીને ૩૩૯૩૫.૦૨ બંધ રહ્યો હતો. એક્સીસ બેંક રૂ.૨૩.૪૫ ઘટીને રૂ.૭૭૬.૭૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૩૫ ઘટીને રૂ.૧૧૬.૬૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૫.૮૫ ઘટીને રૂ.૧૩૯૯.૨૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬.૧૦ ઘટીને રૂ.૩૩૭.૭૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૪.૪૫ ઘટીને રૂ.૧૪૫૯.૩૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩.૫૦ ઘટીને રૂ.૪૧૪.૪૦, એચડીએફસી બેંક રૂ.૧૪.૬૫ ઘટીને રૂ.૨૪૨૧.૮૦, ડીએચએફએલ રૂ.૩.૯૫ ઘટીને રૂ.૭૬.૫૦, અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં આજે સતત ગાબડાં પડયા હતા. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર રૂ.૨.૮૦ ઘટીને રૂ.૫૬.૫૦, રિલાયન્સ હોમ ફાઈનાન્સ રૂ.૧.૦૫ ગબડીને રૂ.૧૩.૨૫, રિલાયન્સ કેપિટલ દ્વારા દેવું ઘટાડવા માટે રિલાયન્સ નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટમાં ૨.૮૬ ટકા હોલ્ડિંગ ઓફર ફોર સેલમાં બીજી વખત ઓફર કરાતાં રિલાયન્સ કેપિટલ રૂ.૫.૧૫ તૂટીને રૂ.૭૧.૪૦, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સમાં પિરામલ દ્વારા સંપૂર્ણ હોલ્ડિંગ વેચવામાં આવતાં શેર રૂ.૬૬.૫૫ તૂટીને રૂ.૧૦૧૫, આઈબી વેન્ચર્સ રૂ.૧૨.૬૫ ઘટીને રૂ.૨૭૩.૪૦, શ્રેઈ ઈન્ફ્રા ફાઈનાન્સ રૂ.૨૦.૯૫, લક્ષ્મી વિલાસ બેંક રૂ.૨.૨૦ ઘટીને રૂ.૬૩.૩૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૧૭.૬૫ ઘટીને રૂ.૩૯૫.૪૦, રેપકો હોમ રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૩૬૦, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૪.૦૫ ઘટીને રૂ.૭૬૬.૦૫, ડીસીબી બેંક રૂ.૬.૯૦ ઘટીને રૂ.૨૨૬.૭૫, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૩.૨૫ ઘટીને રૂ.૧૧૭.૩૫, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૬.૮૫ ઘટીને રૂ.૬૫૫.૨૫, અલ્હાબાદ બેંક રૂ.૧ ઘટીને રૂ.૪૦.૬૫, હુડકો ૯૦ પૈસા ઘટીને રૂ.૩૮.૭૫, એડલવેઈઝ રૂ.૪.૦૫ ઘટીને રૂ.૧૭૫.૬૫, કેનફિન હોમ રૂ.૧૦.૪૫ ઘટીને રૂ.૩૩૫.૧૦, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૦૫ ઘટીને રૂ.૮૪.૨૫, જે એન્ડ કે બેંક રૂ.૧.૦૫ ઘટીને રૂ.૪૧.૩૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૨૨.૧૫ ઘટીને રૂ.૬૬૫.૦૫, પીએફસી રૂ.૪.૩૦ ઘટીને રૂ.૧૨૮.૨૦ રહ્યા હતા. 

ઓટો ઉદ્યોગ મંદીના સપાટામાં : અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ, ભારત ફોર્જ, એકસાઈડ, મારૂતી, મહિન્દ્રા, બજાજ ઓટો ઘટયા

ઓટોમોબાઈલ ઉદ્યોગ મંદીના સપાટામાં આવી જઈ વાહનોના વેચાણમાં સતત ઘટાડાના પરિણામે ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં વ્યાપક વેચવાલી રહી હતી. અશોક લેલેન્ડ રૂ.૩.૮૫ ઘટીને રૂ.૮૩.૮૦, ટાટા મોટર્સ રૂ.૫.૨૫ ઘટીને રૂ.૧૫૮.૮૫, ભારત ફોર્જ રૂ.૧૦.૯૦ ઘટીને રૂ.૪૪૩.૮૦, એકસાઈડ રૂ.૪.૮૫ ઘટીને રૂ.૨૦૧.૧૦, બોશ રૂ.૩૭૬.૪૦ ઘટીને રૂ.૧૬૫૦૦, મારૂતી સુઝુકી રૂ.૧૫૦.૨૦ ઘટીને રૂ.૬૫૮૧.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૧.૩૫ ઘટીને રૂ.૬૨૪.૨૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧૨.૬૫ ઘટીને રૂ.૭૪૯.૯૦, ટીવીએસ મોટર રૂ.૬.૪૫ ઘટીને રૂ.૪૫૭.૨૦, બજાજ ઓટો રૂ.૩૫.૩૦ ઘટીને રૂ.૨૮૩૫, હીરો મોટોકોર્પ રૂ.૨૫.૨૦ ઘટીને રૂ.૨૬૪૮, આઈશર મોટર્સ રૂ.૪૯.૪૦ ઘટીને રૂ.૧૯,૭૨૯,૭૫ રહ્યા હતા. 

ક્રુડ બ્રેન્ટ ઘટીને ૬૧.૩૪ ડોલર : ડોલર ૧૦ પૈસા વધીને રૂ.૬૯.૯૦ : HPCL, આઈઓસી, RIL, ઓએનજીસી ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટાડા તરફી થઈ જઈને બ્રેન્ટ ક્રુડ સાંજે ૬૭ સેન્ટ ઘટીને ૬૧.૩૪ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૫૭ સેન્ટ ઘટીને ૫૧.૯૪ ડોલર નજીક આવી ગયા હતા. જ્યારે રૂપિયા સામે અમેરિકી ડોલર ૧૦ પૈસા વધીને રૂ.૬૯.૯૦ થઈ ગયો હતો. ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે સતત વેચવાલી રહી હતી. એચપીસીએલ રૂ.૧૦.૩૫ ઘટીને રૂ.૨૯૪.૮૦, આઈઓસી રૂ.૪.૫૫ ઘટીને રૂ.૧૫૫.૬૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૬.૬૫ ઘટીને રૂ.૨૨૮.૬૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૫.૪૫ ઘટીને રૂ.૧૨૮૧.૫૦, ઓએનજીસી રૂ.૪.૨૫ ઘટીને રૂ.૧૬૪.૬૫, બીપીસીએલ રૂ.૮.૬૫ ઘટીને રૂ.૩૭૭.૪૦ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સતત ગાબડાં : ૨૬૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની સર્કિટ : ૧૮૭૯ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સતત વ્યાપક ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૯૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૭૯ અને વધનારની સંખ્યા ૬૮૫ રહી હતી. ૨૬૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

DIIની કેશમાં રૂ.૧૨૫૮ કરોડની ખરીદી : FIIની કેશમાં રૂ.૩૩૧ કરોડ, સ્ટોક ફયુચર્સમાં રૂ.૪૯૦ કરોડની વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-સોમવારે કેશમાં રૂ.૩૩૧.૨૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૭૧૮.૮૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૦૫૦.૦૮ કરોડની વેચવાલી થઈ હતી. ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૫૮.૦૩ કરોડની ચોખ્ખી ખરીદી સામે સ્ટોક ફયુચર્સમાં રૂ.૪૮૯.૭૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૨૫૭.૮૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૦૭૩.૮૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૮૧૬.૦૩ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.૨ લાખ કરોડનું ધોવાણ

શેરોમાં આજે સાર્વત્રિક ગાબડાં પડતાં બીએસઈમાં લિસ્ટેડ સ્ક્રિપો-શેરોનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિમાં એક દિવસમાં જ રૂ.૨ લાખ કરોડનું ધોવાણ થયું હતું. માર્કેટ કેપિટલાઈઝેશન જે ૧૪,જૂન ૨૦૧૯ના રૂ.૧૫૨.૦૯ લાખ કરોડ હતું, તે રૂ.૨ લાખ કરોડ ઘટીને આજે રૂ.૧૫૦.૦૯ લાખ કરોડ રહી ગયું હતું. 

Gujarat