For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શેર માર્કેટ નવી રેકોર્ડ ઉંચાઈએ, પહેલીવાર સેન્સેક્સ 52 હજારને પાર

Updated: Feb 15th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2021, સોમવાર

શેર માર્કેટ આજે નવી રેકોર્ડ ઉંચાઈએ પહોંચ્યું છે. BSEના સેન્સેક્સ 363.45 પોઈન્ટા ઉછાળા સાથે 51,907.75 પર ખુલ્યો અને 52,036.14 સુધી પહોંચ્યો જ્યારે નિફ્ટી 107 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા બાદ 15,297.10 સુધી પહોંચી.

જાણકારોનું માનવું છે કે વિદેશી બજારોથી મજબૂતીના સંકેત મળવાથી ઘરેલૂ શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. સામાન્ય બજેટ બાદ ઘરેલૂ બજારમાં જબરદસ્ત રિકવરી આવી છે અને સાપ્તાહિક સ્તરે સતત બે સપ્તાહ જોરદાર વધારો નોંધાયો છે.

સેન્સેક્સ સવારે 9.23 વાગ્યે ગત સત્રથી 478.24 પોઈન્ટ એટલે કે 0.93%ની તેજી સાથે 52,022.57 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી ગતી સત્રથી 128.30 પોઈન્ટ એટલે કે 0.85%ની તેજી સાથે 15,291.60 પર રહી. BSEના 30 શેરો પર આધારિત ઈન્ડેક્સ સેન્સેક્સ ગત સત્રથી 363.45 પોઈન્ટની તેજી સાથે 51,907.75 પોઈન્ટ ખુલ્યો અને 52,036.14 સુધી ઉછળ્યો. આ દરમિયાન સેન્સેક્સનું નિચલું સ્તર 51,886.46 રહ્યું.

Gujarat