For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચાંદીમાં બે દિવસમાં જ રૃ.2,000નું ગાબડું : વૈશ્વિક ક્રૂડમાં વધુ ઘટાડો

- વિશ્વ બજારમાં સોનું, ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં સતત ઘટાડો

Updated: Aug 17th, 2022

Article Content Image

મુંબઇ : મુંબઈ ઝવેરી બજારમાં  આજે સોના-ચાંદીના  ભાવ ઉંચા ખુલ્યા પછી  ફરી ઘટાડા પર  રહ્યા હતા.   વિશ્વ બજારના  સમાચાર નિરૂત્સાહી  હતા. વિશ્વ  બજાર   ઘટતા તથા ઘરઆંગણે  કરન્સી  બજારમાં રૂપિયા  સામે ડોલરના ભાવ  ઘટી જતાં  દેશમાં  કિંમતી ધાતુઓની   ઈમ્પોર્ટ કોસ્ટ  નીચી ઉતરતાં  ઝવેરી  બજારમાં  ભાવ એકંદરે દબાણ હેઠળ  રહ્યા હોવાનું  બજારના   સૂત્રોએ જણાવ્યું હતું.

 અમદાવાદ  બજારમાં આજે  ચાંદીના ભાવ  કિલોના વધુ રૂ.૧૦૦૦ તૂટી રૂ.૫૮ હજાર બોલાયા હતા.  અમદાવાદ ચાંદીના  ભાવ  બે દિવસમાં  રૂ.બે હજાર  ગબડયા છે.  વિશ્વ  બજારમાં ચાંદીના ભાવ ઔંશના  ૨૦.૧૪થી  ૨૦.૧૫  વાળા આજે   નીચામાં ૧૯.૭૮ થઈ  ૧૯.૯૭છી  ૧૯.૯૮  ડોલર  રહ્યા હતા.   

વૈશ્વિક સોનાના ભાવ   ઔંશના  ૧૭૭૭થી ૧૭૭૮ વાળા  આજે નીચામાં  ૧૭૬૪થી  ૧૭૬૫  થઈ ૧૭૭૨થી   ૧૭૭૩ ડોલર  રહ્યા હતા.  અમદાવાદ  સોનાના ભાવ ૧૦ ગ્રામના   ૯૯.૫૦ના  રૂ.૫૩૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૩૭૦૦ના મથાળે   સૂસ્ત રહ્યા હતા. 

વિશ્વ બજારમીાં  પ્લેટીનમના  ભાવ ઔંશના  ૯૩૪થી  ૯૩૫ વાળા  નીચીામાં ૯૨૫થી ૯૨૬ થઈ  ૯૨૮થી  ૯૨૯ ડોલર  રહ્યા હતા. જો કે  પેલેડીયમના  ભાવ ઔંશના  ૨૧૨૯થી  ૨૧૩૦  વાળા  ઉંચામાં  ૨૧૬૬થી ૨૧૬૭  થઈ ૨૧૪૬થી  ૨૧૪૭  ડોલર રહ્યાના સમાચાર હતા.   

દરમિયાન,  વિશ્વ બજારમાં   ક્રૂડતેલના  ભાવમાં નરમાઈ  ચાલુ રહી હતી.   સાઉદી તથા  ઈરાનનો ઓઈલનો  પુરવઠો  વધવાની શક્યતા   જાણકારો  બતાવી રહ્યા  હતા. ચીનની નવી  માગ ધીમી હતી. ન્યુયોર્ક ક્રૂડના ભાવ  બેરલા ૯૦.૨૮  વાળા નીચામાં  ૮૫.૮૮ થઈ  ૮૬.૫૪   ડોલર  રહ્યા હતા.   જ્યારે બ્રેન્ટ ક્રૂડના  ભાવ  ૯૫.૬૪ વાળા નીચામાં  ૯૧.૫૧ થઈ  ૯૧.૯૬   ડોલર રહ્યાના   સમાચાર હતા.   

મુંબઈ ઝવેરી બજારમાં  આજે સોનાના ભાવ  જીએસટી વગર  ૯૯.૫૦ના  રૂ.૫૧૮૫૩ વાળા  રૂ.૫૧૯૩૯ થઈ રૂ.૫૧૮૨૬  રહ્યા હતા.   જ્યારે ૯૯.૯૦ના   ભાવ  રૂ.૫૨૦૬૧ વાળા રૂ.૫૨૧૪૭ થઈ રૂ.૫૨૦૩૪  રહ્યા હતા.   મુંબઈ ચાંદીના ભાવ  કિલોના જીએસટી  વગર  રૂ.૫૭૭૨૧ વાળા રૂ.૫૮૦૦૫  થઈ રૂ.૫૭૮૨૧ રહ્યા હતા.  


Gujarat