For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

5મી એપ્રિલ બાદ પ્રથમ વખત 60 હજારને પાર પહોંચ્યો સેન્સેક્સ

Updated: Aug 17th, 2022

Article Content Image

-  શરૂઆતના વેપારમાં અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયો 44 પૈસા વધીને 79.30 પર આવ્યો

મુંબઈ, તા. 17 ઓગષ્ટ 2022, બુધવાર

ક્રૂડ માર્કેટ ઓઈલમાં 6 મહિનાનો સૌથી વધુ ઘટાડો નોંધાવા વચ્ચે આજે બુધવારના રોજ શેર માર્કેટમાં સારી તેજી જોવા મળી છે. 5મી એપ્રિલ 2022 બાદ પ્રથમ વખત બીએસઈ સેન્સેક્સ 60,000ને પાર પહોંચ્યો છે. 5મી એપ્રિલ બાદ સેન્સેક્સ 60,100ની નીચે આવી ગયો હતો. આજે નિફ્ટી પણ 17,900 નજીક પહોંચી હતી. સવારે 09:46 કલાકે બીએસઈ સેન્સેક્સ 212.38 પોઈન્ટ એટલે કે, 0.35% સાથે 60,054.59ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે તે સમયે નિફ્ટી 69 પોઈન્ટ એટલે કે, 0.39%ની તેજી સાથે 17,894.25ના સ્તરે જોવા મળી હતી. 

શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 141.62 પોઈન્ટના વધારા સાથે 59,983.83 પોઈન્ટ્સ અને નિફ્ટી 48.25 પોઈન્ટની તેજી સાથે 17,873.50 પર નોંધાઈ હતી. 

આજે રૂપિયો પણ જોરદાર તેજીમાં છે. શરૂઆતના વેપારમાં અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયો 44 પૈસા વધીને 79.30 પર આવ્યો હતો. 

Article Content Image

ઓપનિંગ બાદ નિફ્ટી પર NTPC, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, BPCL, હીરો મોટોકોર્પ તથા આઈસર મોટર્સમાં સૌથી વધુ તેજી નોંધાઈ હતી. જ્યારે , HDFC, HDFC બેંક, ઈન્ફોસિસ, TCS અને HCL ટેક ઘટાડા પર હતા. 

સેન્સેક્સ પર NTPC, હિંદુસ્તાન યુનિલીવર, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સીમેન્ટ, રિલાયન્સ અને બજાજ ફિનઝર્વ તેજી પર હતા. જ્યારે ટીસીએસ, ઈન્ફોસિસ, HDFC અને HDFC બેંક ડાઉનમાં હતા. એશિયાઈ માર્કેટ્સમાં ટોક્યો, શાંઘાઈ તથા હોંગકોંગના માર્કેટ તેજીમાં હતા જ્યારે સોલમાં ઘટાડા સાથે ટ્રેડિંગ જોવા મળ્યું. 

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે રિકવરી

ઉલ્લેખનીય છે કે, ભારતીય ડોમેસ્ટિક માર્કેટમાં સતત 5મા અઠવાડિયે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોની આવકમાં વધારા અને ફુગાવામાં રાહતના કારણે માર્કેટ તેજીમાં છે. સેન્સેક્સ-નિફ્ટીએ છેલ્લા 4 સપ્તાહમાં કુલ 11 ટકાનો સુધારો હાંસલ કર્યો છે. મતલબ કે, 2022માં અત્યાર સુધીમાં બંને ઈન્ડેક્સમાં જેટલો ઘટાડો નોંધાયો તે રિકવર થઈ ગયો છે. એટલે સુધી કે, જુલાઈ મહિનામાં ફેબ્રુઆરી 2021 બાદ માર્કેટનું સૌથી સારૂં સપ્તાહ નોંધાયું હતું. 

Gujarat