For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિંગતેલ તથા પામતેલમાં સામસામા રાહ: કોટન વોશ્ડમાં સૌરાષ્ટ્રના મથકોએ તેજીનો ચમકારો

- ઘરઆંગણે આયાત થતા ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

Updated: Mar 22nd, 2019

મુંબઈ,તા. 22 માર્ચ, 2019, શુક્રવાર

મુંબઈ તેલ-બિયાં બજાર આજે વિવિધ દેશી ખાદ્યતેલોના ભાવમાં તેજીનું  હવામાન જોવા મળ્યું હતું. જ્યારે  આયાતી ખાદ્યતેલોના ભાવ વધ્યા મથાળે સૂસ્ત બોલાઈ રહ્યા હતા.  પામતેલમાં તાજેતરમાં મંગળવાર તથા બુધવારે બે દિવસના ગાળામાં  ૧૪થી ૧૫ હજાર ટનના વેપારો થઈ જતાં  વોલ્યુમના સંદર્ભમાં નવો રેકોર્ડ નોંધાયો હતો અને ગુરૂવારે બજારબંધ હતી. આજે નવા વેપારો  ધીમા હતા.  પામતેલમાં ૧૪થી ૧૫ હજાર ટનના વેપારો તાજેતરમાં  થયા હતા તે ૧૫મી એપ્રિલ સુધીની ડિલીવરી માટે થયાના સમાચાર હતા.  

 પામતેલના હાજર ભાવ ૧૦ કિલોના હવાલા રિસેલના  જે વધી રૂ.૬૦૦ થયા હતા તે આજે રૂ.૫૯૮ હતા  જેએનપીટીના ભાવ રૂ.૫૯૬  હતા.   આજે નવી માગ  ધીમી હતી.   ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૧૮થી ૫૨૦ વાળા આજે રૂ.૫૧૭ હતા સીપીઓ વાયદાના ભાવ સાંજે રૂ.૫૨૫ તથા સોયાતેલ વાયદાના  ભાવ રૂ.૭૩૭.૬૫  બોલાયા હતા.  મલેશિયામાં   પામતેલનો વાયદો ઘટી ૩,૭ તથા ૧૧ પોઈન્ટ માઈનસમાં હતો પામ પ્રોડકટના ભાવ શાંત હતા. 

અમેરિકા શિકાગો  બજારમાં  સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૭થી ૧૯ પેોઈન્ટ નરમ રહ્યા પછી આજે  પ્રોજેકશનમાં  ભાવ સાંજે  ૭થી ૮ પોઈન્ટ નરમ હતા.   ઓવરનાઈટ ટ્રેન્ડમાં  સોયાખોળનો વાયદો ૩૬થી ૩૭  પોઈન્ટ વધ્યો હતો જ્યારે   સોયાબીનનો વાયદો ૪૨થી ૪૬  પોઈન્ટ વધ્યાના વાવડ હતા. ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૧૬૮, ૧૪૭ તથા ૪૫ પોઈન્ટ  વિવિધ ડિલીવરીઓમાં  ઉંચકાયાના  સમાચાર હતા.

મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૯૮૫ હતા. રાજકોટ બાજુ ભાવ વધી રૂ.૯૫૦થી ૯૭૬ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૪૦થી ૧૫૫૦ હતા.  કોટન વોશ્ડના ભાવ ઉછળી રૂ.૭૧૫થી ૭૧૮ રહ્યા હતા. મુંબઈમાં  કપાસિયા તેલના ભાવ વધી રૂ.૭૫૩ હતા.  

 મુંબઈમાં સાયોતેૅલના ભાવ ડિગમના  રૂ.૬૯૫ થઈ ૬૯૮ જ્યારે   રિફા.ના   રૂ.૭૪૩ થઈ ૭૪૫ હતા.   સનફલાવરના ભાવ  રૂ.૭૧૫  તથા રિફા.ના  ભાવ રૂ.૭૭૫ થઈ રૂ.૭૭૦  હતા.  મસ્ટર્ડના ભાવ   રૂ.૭૬૫ વાળા  ૭૭૦ હતા.   કોપરેલના ભાવ  ૧૦ કિલોના  રૂ.૧૨૪૦ વાળા  ૧૨૧૦ હતા.   દક્ષિણના  સમાચાર નરમાઈ બતાવતા હતા.   

મુંબઈ ખોળ બજારમાં   કપાસિયા ખોળના ભાવ ટનના રૂ.૨૬૫૦૦ વાળા ૨૬૩૦૦ હતા જ્યારે  અન્ય ખોળોના  ભાવ સાંકડી વધઘટે અથડાતા હતા.મુંબઈ દિવેલના ભાવ રૂ.પાંચ વધી કોમર્શિયલના રૂ.૧૦૯૦ એફએસજીના રૂ.૧૧૦૦  તથા એફએસજી કંડલાના   રૂ.૧૦૮૦ હતા. મુંબઈ હાજર  એરંડાના ભાવ રૂ.૫૨૭૫ વાળા ૫૩૦૦ હતા.

મહારાષ્ટ્રની આવકો  ગોંડલ બાજુ ૨૫૦૦ ગુણી તથા રાજકોટ બાજુ  પાંચ હજાર   ગુણી નોંધાઈ હતી મથકોએ   મગફળીના હાજર ભાવ  ૨૦ કિલોના  જાતવાર રૂ.૮૦૦થી ૮૫૦ તથા ઉંચામાં રૂ.૯૨૫થી  ૯૩૦ હતા. મધ્ય પ્રદેશ બાજુ આજે   સવારે સોયાબીનની આવકો આશરે  ૧૨ હજાર ગુણી  નોંધાઈ હતી. ભાવ રૂ.૩૭૦૦થી ૩૭૭૫ તથા પ્લાન્ટના   રૂ.૩૭૫૦થી ૩૮૦૦  હતા જ્યારે   સોયાતેલના  ભાવ રૂ.૭૧૦થી   ૭૧૫ તથા  રિફા.ના   ૭૫૮થી ૭૬૨  રેડીના  હતા. 

જ્યારે ૧થી ૧૦  એપ્રિલના ભાવ રૂ.૭૫૫ હતા.  વિશ્વ બજારમાં  સનફલાવરના  ભાવ સીઆઈએફ ધોરણે  વિવિધ  ડિલીવરીઓનવા ૭૧૨.૫૦થી ૭૧૦ ડોલર હતા. ફિલીપાઈન્સથી મળતા  સમાચાર મુજબહ  ત્યાંની સરકારે   ઈન્ડોનેશિયા  તથા મલેશિયાથી પામતેલની  થતી આયાત પર પ્રતિબંઘ મૂકવાનું  નક્કી કર્યું છે.

દરમિયાન, કેન્દ્ર સરકારે  આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સ.ના દરો  ૨૧ તારીખથી અમલમાં આવે એ રીતે  રૂ.૭૧ વાળા ૭૦ કરવા  નિર્ણય  કર્યો છે તેના પગલે દેશમાં   આયાત થતા વિવિધ ખાદ્યતેલોની   ઈફેકટીવ  ઈમ્પોર્ટ  ડયુટીમાં ઘટાડો   થયાના સમાચાર મળ્યા છે.   આના પગલે  ક્રૂડ પામ ઓઈલ સીપીઓની અસરકારક  આયાત  જકાત  ટનના રૂ.૨૩૮થી ૨૩૯   ઘટી છે   પામોલીનની  રૂ.૨૮૨થી ૨૮૩  તથા સોયાતેલની રૂ.૨૮૦થી ૨૮૧  જેટલી ઘટયાના સમાચાર મળ્યા છે.


Gujarat