For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જુલાઈ માસમાં રિટેલ વેચાણ કોરોના પહેલાના સ્તર કરતા પણ 18 ટકા વધુ

- રિટેલ માગ વધતા આવી રહેલા તહેવારોની મોસમને લઈને વેપારી વર્ગ આશાવાદી

Updated: Aug 17th, 2022

Article Content Image

મુંબઇ : કોરોના પહેલાના એટલે કે જુલાઈ ૨૦૧૯ની સરખામણીએ વર્તમાન વર્ષના જુલાઈમાં રિટેલ વેચાણમાં ૧૮ ટકા વૃદ્ધિ જોવા મળી છે. કોરોના પહેલાના સમયની સરખામણીએ હાલમાં દેશભરમાં રિટેલ વેપારમાં તંદૂરસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે ખાસ કરીને ગારમેન્ટસ તથા ફૂટવેરમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે, એમ રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (રાય)ના રિટેલ બિઝનેસ સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. 

આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા રિટલરો આગામી તહેવારોની મોસમ સારી જવાની ધારણાં રાખીરહ્યા છે, જે વેપારી વર્ગમાં ઉત્સાહ પૂરો પાડશે એમ રાયના સીઈઓ કુમાર રાજાગોપાલને જણાવ્યું હતું.

ભારતના પૂર્વ વિસ્તારના વેચાણમાં ૨૫ ટકા જ્યારે દક્ષિણમાં ૨૧ ટકા વૃદ્ધિ થઈ છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં વેચાણ વૃદ્ધિ ૧૬ ટકા અને પશ્ચિમમાં ૧૦ ટકા જોવા મળી છે. 

જુલાઈ ૨૦૨૨માં ફૂટવેર, જ્વેલરી, એપરલ ઉપરાંત સ્પોર્ટસ ગુડસનું વેચાણ પણ નોંધપાત્ર વધ્યું છે. 

જુનમાં ફુગાવાને લઈને ચિંતા પ્રવર્તતી હતી. ૨૦૧૯ના જુનની સરખામણીએ વર્તમાન વર્ષના જુનમાં રિટેલ વેચાણમાં ૧૩ ટકા વધારો જોવા મળ્યો હતો, જે એપ્રિલ તથા મેની સરખામણીએ નીચો હતો. એન્ડ ઓફ સિઝન સેલ્સને કારણે પણ જુલાઈનું વેચાણ ઊંચુ જોવા મળ્યું હોવાનું વેપારી વર્ગના સુત્રો જણાવી રહ્યા છે. 

સામાન્ય રીતે એન્ડ ઓફ સિઝન સેલ્સ જુનમાં શરૂ થતું હોય છે. દૈનિક વપરાશની ચીજવસ્તુઓ   તથા કન્ઝયૂમર ગુડસથી વિપરિત લાઈફસ્ટાઈલ રિટેલરોએ તંદૂરસ્ત વૃદ્ધિ હાંસલ કરી છે. સ્ટોરના ઉમેરામાં પણ વધારો થયો છે. 

છેલ્લા કેટલા ક ત્રિમાસિકમાં ભાવમાં વધારો છતાં વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. 

Gujarat