For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રહેઠાણોના કુલ વેચાણમાં એફોર્ડેબલ હાઉસિંગનો હિસ્સો 54 ટકા

- ક્રેડિટ લિન્કડ સેવિંગ્સ સ્કીમ અને જીએસટીના નીચા દરનો લાભ

Updated: Jun 18th, 2019

Article Content Image

મુંબઈ,તા.17 જૂન 2019, સોમવાર

નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળા અને નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના ચોથા ત્રિમાસિક સમયગાળામાં જેટલા મકાનોનું વેચાણ થયું છે એમાંથી ૫૪ ટકા હિસ્સો રૂ.૫૦ લાખ કરતાં  ઓછા મૂલ્યના મકાનોનો છે. આ હકીકત એ વાતનો નિર્દેશ કરે છે કે એફોર્ડેબલ હાઉસિંગનું  સારું વેચાણ થઈ રહ્યું છે. 

નાણાંકીય વર્ષ ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (આરઈઆરએ) અને જીએસટીનો અમલ થયા બાદ ડેવલપર્સએ પ્રોડકટ  ઓફરીંગ્સમાં ફેરફાર કર્યા હતા. એમણે એફોર્ડેબલ અને મિડ ઈન્કમ પ્રોજેકટ વધુ ઓફર કર્યા હતા. કારણ કે આ પ્રોજેકટસની માંગ વધારે હતી. આ ઉપરાંત ક્રેડિટ લિન્કડ સેવિંગ્સ  સ્કીમના લાભ અને એફોર્ડેબલ હાઉસીંગ પર જીએસટીના ઓછા દરને કારણે ખરીદદારોને આકર્ષવામાં સફળતા મળી હતી.

અગ્રણી આઠ શહેરોમાં છેલ્લા છ માસિક સમયગાળામાં જે મકાનોનું  વેચાણ થયું છે એમાં ૫૪ ટકા હિસ્સો રૂ.૫૦ લાખ કરતાં ઓછા મૂલ્યના મકાનોનો રહ્યો છે.

વર્ષ ૨૦૧૯ના ચોથા ત્રિમાસિક ગાળામાં વર્ષ ૨૦૧૮ના આ સમયગાળાની સરખામણીએ  કુલ વેચાણમાં એક ટકાનો ઘટાડો થયો છે જ્યારે  ડિસેમ્બર ૨૦૧૮માં પૂરા થયેલા કવાર્ટરની સરખામણીએ બે ટકાનો ઘટાડો થયો છે. કુલ ૬૮,૨૨૫ મકાનોનું વેચાણ થયું છે.

એનસીઆર (નેશનલ કેપિટલ રિજિયન) માં વેચાણ ૨૧ ટકા એમએમઆર (મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન)માં બે ટકા અને પુનામાં વેચાણ ૬ ટકા ઘટયું છે.

એમએમઆરમાં ભાવ ઉંચા છે જેની અસર ડિમાન્ડ પર પડી છે. જોકે પરવડે તેવા ભાવને કારણે થાણા-કલ્યાણ-ડોંબિવલી અને નવી મુંબઈ, પનવેલની માર્કેટની સ્થિતિ સારી રહી છે. આ માર્કેટમાં છેલ્લા ૩  વર્ષથી ભાવ જળવાઈ રહ્યા છે.

બજારના સૂત્રોના જણાવ્યા મુજબ એમએમઆરમાં રી-સેલની સેકન્ડરી માર્કેટ સક્રિય રહી છે. જ્યારે ડેવલપર્સ દ્વારા વેચાણની પ્રાયમરી માર્કેટ નબળી રહી છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન  એનસીઆરમાં ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો ઘટાડો થયો છે.

અડધા  જેટલા પ્રોજેકટ્સના કામકાજો અટકી પડયા છે. નવા ગ્રાહકો પૂરા થવાની તૈયારીમાં  હોય એવો પ્રોજેકટ અથવા રેડી પઝેશન ધરાવતા પ્રોજેકટસની પસંદગી કરે છે. રેડી અથવા પૂર્ણ થવા આવેલા પ્રોજેકટ કૂલ વણી લેવાયેલા મકાનોના ૮થી ૧૦ ટકા જેટલા છે. અગ્રણી ૮ શહેરોમાં રેડી પ્રોપર્ટીના વેચાણનો હિસ્સો વર્ષ ૨૦૧૪માં ૧૧ ટકા હતો એ વર્ષ ૨૦૧૮માં વધીને ૨૭ ટકા થયો છે.

Gujarat