For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નોમિની કરી શકે છે બેન્ક લોકરનો ઉપયોગ, જાણો ખાસ નિયમો

Updated: Jun 18th, 2019

Article Content Image

નવી દિલ્હી, 18 જૂન 2019, મંગળવાર

વ્યક્તિએ એકઠી કરેલી જમા પૂંજીનો વારસદાર કોણ હોય છે તે નક્કી હોય છે, તેવી જ રીતે લોકરનો વારસદાર કોણ હશે તે નક્કી કરી લેવું પણ અગત્યનું છે. જ્યારે પણ તમે લોકર ખોલાવો ત્યારે નોમિની કોણ હશે તેનો ઉલ્લેખ ખાસ કરવો. અકસ્માત જ્યારે લોકરધારકનું મૃત્યુ થાય તો તેનો વારસદાર એટલે કે નોમિની તરીકે જેના નામનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તે લોકરનો ઉપયોગ કરી શકે છે. 

લોકો સોનાના ઘરેણા સહિતની કીમતી વસ્તુઓ લોકરમાં રાખતા હોય છે. લોકર વિશે તે કોઈને જણાવતા પણ નથી. પરંતુ લોકર માટે એક નોમિનીનો ઉલ્લેખ કરવો જરૂરી છે. બેન્કમાં સેફ ડિપોઝિટ લોકર ખોલાવો ત્યારે પણ નોમિની વિશેની જાણકારી બેન્કમાં નોંધાવી દેવી જોઈએ. જેથી જો કોઈ દુર્ઘટનાવશ લોકરધારકનું મૃત્યુ થાય તો તેના વારસદાર લોકરનો ઉપયોગ કરી શકે. નોમિનીનો ઉલ્લેખ ન કરેલો હોય તો લોકર અને તેમાં રહેલી સંપત્તિ વિવાદનો વિષય બની શકે છે. 

લોકરધારકનું મૃત્યુ થાય અને તેના દસ્તાવેજોમાં પહેલાથી  જ વારસદારનું નામ નોંધાયેલું હોય તો અનેક લાભ થાય છે. વારસદારએ લોકરધારકના મૃત્યુનું પ્રમાણપત્ર બેન્કમાં દર્શાવવાનું રહે છે અને તેના ફોટો તેમજ ઓળખના પ્રમાણ આપવાથી નોમિની લોકરનો ઉપયોગ કરી શકે છે. જ્યારે બેન્કને ધ્યાનમાં આવે છે કે કોઈ લોકરધારકનું મોત થયું છે તો તે લોકરને સીલ કરી દે છે અને તેના પર ડિસીજ્ડ ક્લેમની સ્લિપ લગાવી દેવામાં આવે છે. 

જો કોઈ લોકર સંયુક્ત રીતે ખોલવામાં આવ્યું હોય તો બીજા લોકરધારક તેને ઓપરેટ કરી શકે છે. તેમાં પણ બીજા લોકરધારકએ પોતાના ઓળખના પૂરાવા બેન્કમાં આપવા પડે છે. મહત્વપૂર્ણ છે કે લોકર ચલાવવા માટે આઈધર અથવા સર્વાઈવર તેમજ ઈનીવન ઓર સર્વાઈવર મોડ રાખવામાં આવે છે. ત્યારે જ જીવિત હોલ્ડરને લોકરનો ઉપયોગ કરવાની પરવાનગી મળે છે. પહેલા લોકરધારકનું મૃત્યુ થયું છે તે વાત પ્રમાણિત થયા બાદ બેન્ક લોકરમાંથી વસ્તુઓ દૂર કરવાની પરવાનગી આપે છે. 

સરકારી તેમજ ખાનગી બેન્કો ગ્રાહકોને બેન્કમાં ખાતુ ન હોય તો પણ લોકર ખોલવાની સુવિધા પુરી પાડે છે. જો કે જે બેન્કમાં બચત ખાતું હોય તેમાં જ લોકર ખોલવું સારું રહે છે. અન્યથા બેન્ક ગ્રાહક પર એફડી અથવા અન્ય યોજનામાં રોકાણ કરવાનું દબાણ બનાવી શકે છે. તેવામાં ગ્રાહક પર લોકરના ભાડા ઉપરાંત અન્ય એફડીનો બોજ વધી શકે છે. આરબીઆઈના નિયમાનુસાર બેન્ક લોકરના ત્રણ વર્ષના ભાડા બરાબર એફડી ખોલવા માટે ગ્રાહકને કહી શકે છે. 

Gujarat