For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કિંમતી ધાતુમાં મિશ્ર પ્રવાહ: સોનામાં ઘટાડો જ્યારે ચાંદીમાં સાધારણ સુધારો

- ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈ આગળ વાૃધી: ક્રુડ તેલના ભાવમાં નરમાઈ

Updated: May 22nd, 2019

Article Content Imageમુંબઈ, તા. 22 મે, 2019, બુધવાર

લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાની પૂર્વસંધ્યાએ દેશમાં કિંમતી ધાતુ સોનાચાંદીના ભાવમાં મિશ્ર પ્રવાહ જોવા મળ્યો હતો. ગોલ્ડમાં ધીમો ઘસારો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીમાં સાધારણ સુધારો જોવાયો હતો. બીજી કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો સાધારણ મજબૂત રહ્યો હતો. ક્રુડ તેલમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

સ્થાનિક સોનાચાંદી બજારમાં ગોલ્ડના ભાવ જે મંગળવારે ૧૦ ગ્રામ દીઠ ૯૯.૫૦ના જીએસટી વગરના રૂપિયા ૩૧૫૪૮ બંધ રહ્યા હતા તે આજે રૂપિયા ૩૧૫૧૪ નીચા ખૂલી રૂપિયા ૩૧૫૦૩ બંધ રહ્યા હતા. ૯૯.૯૦ ગોલ્ડનો ભાવ  રૂપિયા ૩૧૬૭૫વાળો રૂપિયા ૩૧૬૧૪ ખૂલી રૂપિયા ૩૧૬૩૦ બંધ રહ્યો હતો. ચાંદી  .૯૯૯ જીએસટી વગર કિલો દીઠ રૂપિયા ૩૬૦૯૦વાળી આજે રૂપિયા ૩૬૧૧૫ સાધારણ ઊંચી ખૂલી રૂપિયા ૩૬૧૧૦ બંધ રહી હતી. જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઊંચા બોલાતા હતા. 

વિદેશમાં નીચા ભાવે ફન્ડોની લેવાલી નીકળતા ગોલ્ડમાં ઓંસ દીઠ ભાવ જે  મંગળવારે ૧૨૭૨.૨૦ ડોલર હતો તે ઉપરમાં ૧૨૭૭ ડોલર થઈ મોડી સાંજે ૧૨૭૬.૧૦ ડોલર બોલાતો હતો. ચાંદી પણ ગઈકાલની ઓંસ દીઠ ૧૪.૩૯ ડોલર બંધવાળી ૧૪.૫૦ ડોલર જઈ મોડી સાંજે ૧૪.૪૭ ડોલર બોલાતી હતી. 

કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરનો ઘટાડો ચાલુ રહ્યો હતો. મંગળવારનો ડોલરનો રૂપિયા ૬૯.૭૩ બંધ ભાવ આજે નીચામાં રૂપિયા ૬૯.૬૨ રહી ઊંચામાં રૂપિયા ૬૯.૮૦થી નીચે આવીને છેવટે રૂપિયા ૬૯.૬૭ બંધ રહ્યો હતો. રૂપિયા સામે પાઉન્ડ પણ ૨૩ પૈસા ઘટીને રૂપિયા ૮૮.૨૬ બંધ રહ્યો હતો . 

અમેરિકામાં ક્રુડ ઓઈલનો સ્ટોક ૨૪ લાખ બેરલ વધીને આવતા ક્રુડ ઓઈલના ભાવ સાધારણ નીચા બોલાતા હતા. બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૭૧.૫૮ ડોલર જ્યારે નાયમેકસ ઘટીને ૬૨.૨૨ ડોલર બોલાતું હતું. 

Gujarat