For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

LPG માં ભડકો: સિલિન્ડરનો ભાવ 50 વધી 769 રૂપિયા તો, પેટ્રોલમાં 26 પૈસા વધતા 89 રૂપિયા પ્રતિ લીટર

ઘણા શહેરોમાં તો પેટ્રોલ 95 રૂપિયા વટાવી ગયું છે, છેલ્લા એક વર્ષમાં પેટ્રોલમાં લગભગ 18 રૂપિયાનો વધારો

Updated: Feb 15th, 2021

Article Content Imageનવી  દિલ્હી, 15 ફેબ્રુઆરી 2021 સોમવાર

દેશવાસીઓને આ સપ્તાહનાં પહેલા દિવસે જ મોંઘવારીનાં જબરદસ્ત મારનો સામનો કરવો પડ્યા છે, LPG સિલિન્ડરનો ભાવ 50 રૂપિયા વધી ગયો છે, જ્યારે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં પણ 26 પૈસા પ્રતિ લિટરની વૃધ્ધી થઇ છે.   

આ વૃધ્ધી બાદ હવે સબસીડી વગરનાં  14.2 કિલોનાં ઘરેલુ  LPG સિલિન્ડરનો ભાવ 769 રૂપિયા થઇ ગયો છે, આ પહેલા તે 719 રૂપિયા હતો, આ કિંમત આજથી જ અમલી બની છે, દિલ્હીમાં પેટ્રોલની કિંમત 89 રૂપિયા પ્રતિ લીટર નજીક પહોંચી છે.

બીજી તરફ દેશ ભરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ ગત એક સપ્તાહથી સતત વધી રહ્યા છે, સોમવારે પણ દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની  કિંમતમાં 26 પૈસા પ્રતિ લીટરની વૃધ્ધી થઇ છે, દિલ્હીમાં પેટ્રોલની કિંમત 89 પૈસા પ્રતિ લીટરની નજીક પહોંચી છે, એટલું જ નહીં દેશનાં ઘણા શહેરોમાં પેટ્રોલ 99નો આંકડો વટાવીને 100ની નજીક પહોંચતું જોવા મળી રહ્યું છે.

ક્રુડ ઓઇલની કિંમતો પણ સતત મજબુત થઇ રહી છે, જો કે ભારતમાં પેટ્રોલિયમની કિંમત ભારતીય બાસ્કેટમાં આગામી જે ક્રુડ ઓઇલ પર આધાર રાખે છે, તેનાં પર કિંમતની અસર 20 થી 25 દિવસ બાદ જોવા મળે છે.

Article Content Imageદેશનાં ચાર મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ આ પ્રમાણે છે

મુખ્ય શહેરો પેટ્રોલ - ડીઝલ

દિલ્હી      88.99 - 79.35

મુંબઇ      95.46- 86.34

ચેન્નઇ      91.19- 84.44

કોલકાત્તા  90.25- 82.94

હાલમાં તમામ શહેરોમાં પેટ્રોલ-ડીઝલનીનાં ભાવ રેકોર્ડ સ્તરે પહોચ્યા છે, ઘણા શહેરોમાં તો પેટ્રોલ 95 રૂપિયાને વટાવી ગયા છે, છેલ્લા એક વર્ષમાં પેટ્રોલમાં લગભગ 18 રૂપિયા પ્રતિ લીટરથી વધુની ભાવ વૃધ્ધી થઇ ચુકી છે.

Gujarat