For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નવા સપ્તાહમાં સેન્સેક્સ 52555 થી 50555 અને નિફટી 15444 થી 14888 વચ્ચે ફંગોળાતાં જોવાશે

- ભારતીય શેર બજારોમાં છેલ્લા બે સપ્તાહમાં વિક્રમી તેજીના ફૂંફાળા શાંત થતાં જોવાઈ રહ્યા છે

Updated: Feb 14th, 2021

Article Content Image

- ૭૨ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની મલ્ટિનેશનલ, IFGL Refractories Ltd., પ્રથમ નવ માસિક એપ્રિલ થી ડિસેમ્બર ૨૦૨૦માં ચોખ્ખો નફામાં ૧૦૪ ટકા વૃદ્વિ કરનાર, પૂર્ણ વર્ષ ૨૦૨૦ -૨૧ની અપેક્ષિત ઈપીએસ  રૂ.૨૪ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૫૭  સામે શેર રૂ.૨૪૪.૬૫ ભાવે માત્ર ૧૦.૧૭ના પી/ઈએ ઉપલબ્ધ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ,શનિવાર

કોરોના સંક્રમણમાંથી બહાર આવવાના પ્રયાસોમાં મળી રહેલી સફળતાં સાથે વૈશ્વિક અર્થતંત્રને ફરી પટરી પર લાવવાના વિવિધ દેશોના પ્રયાસો પણ સાર્થક નીવડવા લાગ્યા હોવાના થોડા દિવસો પૂર્વેના અહેવાલ બાદ ફરી કોરોના વાઈરસ નવા સ્વરૂપે વિશ્વમાં ફેલાઈ રહ્યાના આંકડાએ વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. કોરોનાના કેસો ફરી વધવા લાગતાં અત્યાર સુધી શોધાયેલી વેક્સિનમાં વધુ ડેવલપમેન્ટ અનિવાર્ય હોવાના અને વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ આગામી દિવસોમાં તેજીમાં સાવચેતી જોવાય એવી શકયતા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ)ની ભારતમાં શેરોમાં મોટી ખરીદીની આંકડા હવે અદ્રશ્ય થવા લાગ્યા છે. જે સાવચેતીનો સંકેત છે. ભારતીય શેર બજારોમાં છેલ્લા બે સપ્તાહમાં વિક્રમી તેજીના ફૂંફાળા શાંત થતાં જોવાઈ રહ્યા છે, પરંતુ હજુ ફંડો-દિગ્ગજોએ બજારમાં ઈન્ડેક્સ મેનેજમેન્ટ ચાલુ રાખીને જે રીતે છેતરામણી અનિશ્ચિત ચાલ બતાવી રહ્યા છે, એને જોતાં તેજીને અનુસરવામાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. બજારમાં ઈન્ડેક્સ બેઝડ ટૂંકાગાળામાં ૪ થી ૫ ટકાનું કરેકશન આવી શકે છે. જેથી બજારમાં ટ્રેડરોઅ ખૂબ સાવચેત રહેવા સાથે ઓવર વેલ્યુએશન ધરાવતા શેરોમાં રોકાણથી દૂર રહેવું સલાહભર્યું છે.

ફુગાવાના જાન્યુ.ના ડબલ્યુપીઆઈ આંક, કંપનીઓના પરિણામો, રૂપિયા-ડોલરના મૂલ્યમાં અને ક્રુડના ભાવમાં વધઘટ પર નજર

ફુગાવાનો રીટેલ આંક જાન્યુઆરી માટે ઘટીને આવ્યાના પોઝિટીવ પરિબળ બાદ હવે આગામી સપ્તાહમાં ૧૫,ફેબુ્રઆરી ૨૦૨૧ના જાન્યુઆરી મહિના માટેનો ફુગાવાનો હોલસેલ આંક-ડબલ્યુપીઆઈ જાહેર થનાર છે. જેના પર બજારોની નજર રહેશે. આ સાથે છેલ્લા કેટલાક દિવસોથી ફરી ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારાના ટ્રેન્ડ બાદ સપ્તાહના અંતે આવેલા કરેકશન અને પેટ્રોલ, ડિઝલના સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચેલા ભાવોને લઈ પરિસ્થિતિ પર બજારની નજર રહેશે. આ સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર પણ બજારની નજર રહેશે.કોર્પોરેટ પરિણામોની સીઝન એકંદર સાધારણ પરિણામોની નીવડી રહી હોઈ આગામી સપ્તાહમાં હવે ૧૬,ફેબુ્રઆરીના નેસ્લે ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામ અને અંબુજા સિમેન્ટના ૧૮,ફેબુ્રઆરીના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે.  આંતરરાષ્ટ્રીય મોરચે હવે અમેરિકાના જાન્યુઆરી મહિના માટેની રીટેલ વેચાણના ૧૭,ફેબુ્રઆરીના જાહેર થનારા આંક પર નજર રહેશે. આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૫૨૫૫૫ થી ૫૦૫૫૫ વચ્ચે અને નિફટી સ્પોટ ૧૫૪૪૪ થી ૧૪૮૮૮ વચ્ચે ફંગોળાતાં જોવાય એવી શકયતા છે.

 ડાર્ક હોર્સ: IFGL Refractories Ltd.

બીએસઈ(૫૪૦૭૭૪), એનએસઈ(IFGLEXPOR) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, BS EN ISO 9001: 2008  અને ISO 14001 : 2004  સર્ટિફાઈડ, વિશ્વની પ્રતિષ્ઠિત મલ્ટિનેશનલ KROSAKI REFRACTORIES-JAPAN(KROSAKI HARIMA CO.-JAPAN) અને S.K.BAJAORIA-KOLKATA દ્વારા પ્રમોટેડ ૭૨.૪૩ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી, જુલાઈ ૧૯૧૬માં સ્થાપીત, ભારતીય મલ્ટિનેશનલ કંપની આઈએફજીએલ રીફ્રેકટરીઝ લિમિટેડ(IFGL REFRACTORIES LTD.) આર્યન અને સ્ટીલ ઉદ્યોગ માટે સ્પેશ્યલાઈઝડ રીફ્રેકટરીઝ અને રીક્વિસાઈટ ઓપરેટીંગ સિસ્ટમ્સનું મેન્યુફેકચરીંગ કરતીં અગ્રણી કંપનીઓમાં એક છે. કંપની પ્રશિક્ષિત એન્જિનિયર્સ અને એપ્લિકેશન સ્પેશ્યાલિસ્ટના કર્મચારી બળ થકી  ગ્રાહકોને સ્ટીલ ટીમિંગ અને સ્ટીલના કન્ટિન્યુઅસ કાસ્ટિંગમાં ફ્લો કંટ્રોલ માટે રીફ્રેકટરીંઝ માટે સંપૂર્ણ સોલ્યુશન ઓફર કરે છે. કંપની ચાઈના, જર્મની, ભારત અને યુ.કે. તેમ જ યુ.એસ.એ.માં મેન્યુફેકચરીંગ સવલતો ધરાવે છે.

એક્વિઝિશન-મર્જર:

(૧) વર્ષ ૧૯૮૪માં સ્લાઈડ ગેટ રીફ્રેકટરીઝ પ્લાન્ટ શરૂ કર્યો હતો. કંપની ફ્લોગેટ્સ લિમિટેડ-યુ.કે. સાથે ઈન્ડો ફ્લોગેટ્સ સંયુક્ત સાહસ ધરાવે છે અને યુએસએસ એન્જિનિયર્સ એન્ડ કન્સલ્ટન્ટસ ઈન્ક. સંપૂર્ણ માલિકીની સબસીડિયરી થકી યુ.એસ. સ્ટીલ કોર્પોરેશન દ્વારા ડેવલપડ કરાયેલ ફ્લોકોન સ્લાઈડગેટ સિસ્ટમ્સના ખાસ ભારતીય લાઈસન્સિ છે. આ પ્લાન્ટ નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનની સબસીડિયરી ક્રોસાકી હારિમા કોર્પોરેશન-જાપાન પાસેથી અત્યાધુનિક નવતર જાણકારી મેળવી સ્લાઈડ ગેટ સિસ્ટમ્સ અને રીફ્રેકટરીઝનું મેન્યુફેકચરીંગ કરે છે. 

(૨) કંપનીએ ક્રોસાકી હારિમા કોર્પોરેશન-જાપાન ( એ વખતે હારિમા સીરામિક્સ કોર્પોરેશન તરીકે ઓળખાતી) સાથે ટેકનીકલ કોલોબ્રેશનમાં કન્ટીન્યુઅસ કાસ્ટિંગ રીફ્રેકટરીઝ પ્લાન્ટ સ્થાપીને વર્ષ ૧૯૯૩માં આઈસોસ્ટેટિકલી પ્રેસ્ડ કન્ટીન્યુઅસ કાસ્ટિંગ રીફ્રેકટરીઝ અને મેગ્નેશિયા કાર્બન ટેપ હોલ સ્લિવ્ઝનું મેન્યુફેકચરીંગ શરૂ કર્યું હતું.

(૩) આઈએફજીએલ દ્વારા સપ્ટેમ્બર ૨૦૦૫માં મોનોકોન ગુ્રપને તેની ઉત્પાદન સવલતો તુનડિશ સ્પ્રેઈંગ માસ, રીફ્રેકટરી ડાર્ટસ, મોનોલિથિક લેન્સિસ, ઈએએફ માટે રોબોટિક્સ, લેડલ અને તુનડિશ લાઈનીંગ મેઈન્ટેનન્સ, ઈએએફ, લેન્ડલ અને તુનડિશ માટે મોનોલિથિક્સ સાથે હસ્તગત કરાયું હતું. 

(૪) ડિસેમ્બર ૨૦૦૬માં મોનોકોન ગુ્રપ દ્વારા ગોરિકોન મેટાલર્જિકલ સર્વિસિઝ લિમિટેડ, વેલ્સ(યુ.કે.) અને ગોરિકોન એલએલસી, ઓહિઓ(યુ.એસ.એ.)ને હસ્તગત કરાઈ હતી. જે સ્ટીલ ઉદ્યોગ દ્વારા ઉપયોગમાં લેવાતાં ડાર્ટસ, લેન્સિસ, લેડલ પાવડર્સ વગેરેના મેન્યુફેકચરીંગમાં પ્રવૃત છે. 

(૫) જુલાઈ ૨૦૦૮માં હોફમેન ગુ્રપને તેની મેન્યુફેકચરીંગ સવલતો ફાઉન્ડ્રી સીરામિક્સ-કાસ્ટિંગ ફિલ્ટર્સ, ફીડર્સ, એસઆઈસી ચિલ પ્લેટ્સ, પોરિંગ સિસ્ટમ અને મોનોબ્લોક સ્ટોપર, હાઈ ગ્રેડ ફાયર પ્રુફ રીફ્રેકટરી શેપ્સ, ડ્રોઈંગ ટુલ્સ અને ટ્રીડ ગાઈડ્સ માટેની સવલતો સાથે હસ્તગત  કરી હતી.

(૬) સપ્ટેમ્બર ૨૦૧૦માં આઈએફજીએલ દ્વારા ઈએલ સીરામિક્સ એલએલસી અને સીયુએસસી ઈન્ટરનેશનલ લિમિટેડ(સીયુએસસી), બન્ને સિનસિનાટી,ઓહિઓ સ્થિત કંપનીઓ જે આઈસોસ્ટેટેસ્કિલી પ્રેસ્ડ કન્ટીન્યુઅસ કાસ્ટિંગ રીફ્રેકટરીઝને હસ્તગત કરી હતી.

(૭) આઈએફજીએલને તેની સબસીડિયરી આઈએફજીએલ એક્સપોર્ટસ લિમિટેડ જે કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન-ગુજરાત ખાતે કન્ટીન્યુઅસ કાસ્ટિંગ રીફ્રેકટરીઝના મેન્યુફેકચરીંગમાં પ્રવૃત હતી એને ૧,એપ્રિલ ૨૦૧૬થી એનસીએલટી-કોલકતા બેન્ચ દ્વારા ૩,ઓગસ્ટ ૨૦૧૭ના પસાર કરાયેલા ઓર્ડરને પગલે તેની સાથે મર્જ કરાઈ હતી. ત્યાર બાદ આઈએફજીએલ એક્ષપોર્ટસ લિમિટેડનું નામ બદલીને આઈએફજીએલ રીફ્રેકટરીઝ લિમિટેડ ૨૫,ઓકટોબર ૨૦૧૭થી કરાયું હતું. 

ભારતમાં લાંબાગાળા માટે સ્થાનિક સ્ટીલ ઉદ્યોગ માટે મજબૂત-ઊજળા સંયોગો છે. ભારત અત્યારે વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે અને જાપાનને પાછળ મૂકી દીધું છે. વર્ષ ૨૦૩૦ સુદીમાં ભારતમાં ઉત્પાદન ક્ષમતા ૩૦૦૦ લાખ ટનનો લક્ષ્યાંક નેશનલ સ્ટીલ પોલીસી-૨૦૧૭માં મૂકાયો છે. તમામ ક્ષેત્રોમાં મજબૂત રીકવરી ખાસ સ્ટીલના વપરાશકાર રીયલ એસ્ટેટ અને ઓટો ક્ષેત્રમાં અપેક્ષિત છે. ભારતમાં સ્ટીલનો માથાદીઠ વપરાશ માત્ર ૭૪ કિલોગ્રામ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ ૨૧૪ કિલોગ્રામ અને ચાઈનાનો ૫૨૨ કિલોગ્રામ સ્ટીલ વપરાશ છે. નેશનલ સ્ટીલ પોલીસી મુજબ ભારતમાં સ્ટીલનો માથાદીઠ વપરાથ લક્ષ્યાંકિત વધીને ૧૬૦ કિલોગ્રામ અપેક્ષિત છે. સરકાર દ્વારા સ્ટીમ્યુલસ સાથે આર્થિક રિકવરીથી આગામી વર્ષોમાં માંગમાં વૃદ્વિ અપેક્ષિત છે. આત્મનિર્ભર ભારતના મિશન સાથે આ ક્ષેત્રે મોટી તકો છે. રૂ.૨૦૦ કરોડથી ઓછા પ્રોજેક્ટ માટે કોઈ વૈશ્વિક ટેન્ડરો મંગાવી શકાશે નહીં, જેનો લાભ અપેક્ષિત છે. સરકારે તાજેતરમાં  ૧૦ ક્ષેત્રોને પ્રોડકશન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ આપી છે, ખાસ સ્પેશ્યાલિટી સ્ટીલનો પણ એમાં સમાવેશ છે. રીફ્રેકટરીઝના ઉત્પાદન માટે પ્રમુખ કાચામાલો સિલિકોન, એલ્યુમીનિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ઝિરકોનિયમ છે અને કેટલુક નોન-ઓક્સાઈડ રીફ્રેકટરીઝ એલ્યુમીના, કાર્બાઈડ્સ, નાઈટ્રાઈડ્સ, બોરાઈડ્સ, સિલિકેટ્સ અને ગ્રેફાઈટનો ઉપયોગ થાય છે. 

મૂડી ખર્ચ:

આઈએફજીએલ ઓડિસ્સા પ્લાન્ટમાં રૂ.૧૦ કરોડના મૂડી ખર્ચે નોર્મલ મૂડીખર્ચ અને ડિબોટલનેકિંગ માટે કર્યો છે. જ્યારે આઈએફજીએલ કંડલા પ્લાન્ટ માટે નાણાકીય વર્ષ ૨૦૨૦માં પ્રથમ તબક્કાનું વિસ્તરણ પૂર્ણ કર્યા બાદ હવે રૂ.૧૦ કરોડનો વધુ ખર્ચ કરી કરી રહી છે. મોનોલિથિક અને પ્રિકાસ્ટ શેપ્સનું ઉત્પાદન હાથ ધરી રહી છે. વિશાખાપટ્ટનમ પ્રોજેક્ટમાં ૧૦ એકર જમીન હસ્તગત કરીને મોનોલિથિક્સ અને પ્રિકાસ્ટ શેપ્સ સહિતના નવા ઉત્પાદનોનું મેન્યુફેકચરીંગ કરશે, જેમાં પ્રથમ તબક્કો રૂ.૩૦ કરોડના ખર્ચે નાણાકીય વર્ષ ૨૦૨૧ના ચોથા ત્રિમાસિકમાં પૂરો થવાની અપેક્ષા છે. જ્યારે બીજો તબક્કો  રૂ.૨૦ કરોડના ખર્ચે નાણાકીય વર્ષ ૨૦૨૨માં પૂર્ણ થવાની અપેક્ષા છે.

શેર હોલ્ડિંગ પેટર્ન:

પ્રમોટર્સ ભારતીય બજોરિયા ફેમિલી પાસે ૫૬.૯૨ ટકા અને ક્રોસાકી હારિમા કોર્પોરેશન-જાપાન પાસે ૧૫.૫૧ ટકા મળીને ૭૨.૪૩ ટકા હોલ્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૬.૬૮ ટકા પૈકી એચડીએફસી સ્મોલ કેપફંડ પાસે ૭.૨૧ ટકા, એલ એન્ડ ટી મ્યુચ્યુઅલ ફંડ પાસે ૫.૨૪ ટકા, ડીએસપી સ્મોલ કેપ ફંડ પાસે ૧.૭૪ ટકા,ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેકશન ફંડ ઓથોરિટી મીનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ પાસે ૧.૩૨ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડીધારકો પાસે ૭.૨૯ ટકા શેર હોલ્ડિંગ છે.

બુક વેલ્યુ:

માર્ચ ૨૦૨૦ની રૂ.૨૩૩, અપેક્ષિત માર્ચ ૨૦૨૧ની રૂ.૨૫૭

નાણાકીય પરિણામ:

(૧)પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦:

 ચોખ્ખું વેચાણ રૂ.૯૨૮ કરોડ મેળવી અસાધારણ આઈટમ અને વેરા પૂર્વે નફો રૂ.૫૦.૫૮ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૧૬.૫૫ કરોડ (રૂ.૨૦.૬૧ કરોડ અસાધારણ-એક્સેપશનલ આઈટમ અને રૂ.૧૦.૫૨ કરોડ વેરો બાદ કર્યા પછી) નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫.૩૦ હાંસલ કરી હતી.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૦ થી જૂન ૨૦૨૦:

ચોખ્ખું વેચાણ ૨૦ ટકા વૃદ્વિ થકી રૂ.૨૦૬.૪૦ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૧૦૧ ટકા વૃદ્વિએ રૂ.૧૩.૯૦ કરોડ અને ચોખ્ખો નફો ૧૦૨ ટકા વૃદ્વિએ રૂ.૧૦.૨૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૨.૮૦ હાંસલ કરી છે.

(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૦:

ચોખ્ખું વેચાણ ૯ ટકા વૃદ્વિએ રૂ.૨૪૮.૪૦ કરોડ અને કરવેરા પૂર્વે નફો રૂ.૧૦૨ ટકા વૃદ્વિએ રૂ.૨૮.૧૦ કરોડ તેમ જ ચોખ્ખો નફો ૬૫ ટકા વૃદ્વિએ રૂ.૨૦.૬૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૫.૭૦ હાંસલ કરી છે. 

(૪) ત્રીજા ત્રિમાસિક ઓકટોબર ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦:

ચોખ્ખું વેચાણ ૩૭ ટકા વૃદ્વિએ રૂ.૨૯૯.૭૨ કરોડ અને કરવેરા પૂર્વેનો નફો ૩૩૬ ટકા વૃદ્વિએ રૂ.૪૭.૨૦ કરોડ અને ચોખ્ખો નફો ૪૧૨ ટકા વૃદ્વિએ રૂ.૩૭.૨૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૦.૩૪ હાંસલ કરી છે. 

(૫) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦:

ચોખ્ખું વેચાણ રૂ.૭૫૪.૫૧ કરોડ મેળવી કરવેરા પૂર્વે નફો ૧૧૦ ટકા વૃદ્વિએ રૂ.૮૯ કરોડ અને ચોખ્ખો નફો ૧૦૪ ટકા વૃદ્વિએ રૂ.૬૮.૧૧ કરોડ નોંધાવીને શેર દીઠ આવક પ્રથમ નવ માસિકમાં રૂ.૧૮.૯૦ હાંસલ કરી લીધી છે. 

(૬) અપેક્ષિત ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧:

અપેક્ષિત ચોખ્ખું વેચાણ રૂ.૨૬૮ કરોડ પર ૧૨.૬૫ ટકા જીપીએમ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૩૩.૯૦ કરોડ અને ચોખ્ખો નફો એનપીએમ ૯.૩ ટકા થકી રૂ.૨૫.૦૯ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ આવક રૂ.૬.૯૬ અપેક્ષિત છે. 

(૭) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧:

અપેક્ષિત ચોખ્ખું વેચાણ રૂ.૧૦૨૨ કરોડ અને અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૯૩.૨૧ કરોડ થકી પૂર્ણ વર્ષની શેર દીઠ આવક રૂ.૨૪.૦૫ અપેક્ષિત છે. 

(૮) વેલ્યુએશન B:

રીફ્રેકટરીઝ ઉદ્યોગના સરેરાશ ૩૩ના પી/ઈ સામે કંપની સળંગ ૧૬નો પી/ઈ મેળવી રહી છે. આમ અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૨૪ મુજબ ૧૬નો પી/ઈ ગણીએ તો બજાર ભાવ રૂ.૩૮૫ આંબી શકે છે એટલે વેલ્યુએશન સિંગલ B. જે હાલ બીએસઈ પર રૂ.૨૪૪.૬૫ના ભાવે માત્ર ૧૦.૧૭ના પી/ઈએ ઉપલબ્ધ છે. 

આમ (૧) ૭૨.૪૩ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની ભારતીય મલ્ટિનેશનલ કંપની (૨)  ચાઈના, જર્મની, ભારત અને યુ.કે. તેમ જ યુ.એસ.એ.માં મેન્યુફેકચરીંગ સવલતો ધરાવતી (૩) આર્યન અને સ્ટીલ ઉદ્યોગ માટે સ્પેશ્યલાઈઝડ રીફ્રેકટરીઝ અને રીક્વિસાઈટ ઓપરેટીંગ સિસ્ટમ્સનું મેન્યુફેકચરીંગ કરતીં અગ્રણી કંપનીઓમાં એક (૪) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦માં ચોખ્ખો નફો ૧૦૪ ટકા વૃદ્વિએ રૂ.૬૮.૧૧ કરોડ નોંધાવીને શેર દીઠ આવક પ્રથમ નવ માસિકમાં રૂ.૧૮.૯૦ હાંસલ કરી લેનાર (૫) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ની અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૨૪.૦૫ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૫૭ સામે શેર અત્યારે રૂ.૨૪૪.૬૫ ભાવે અપેક્ષિત બુક વેલ્યુથી નીચે ૧૦.૧૭ના પી/ઈએ ઉપલબ્ધ છે.

મનોજ શાહ: રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107) 

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે:  ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી:  (૧)લેખક ઉપરોકત કંપનીઓના  શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે.  (૬) ફીડબેક ઈ-મેઈલ: arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે  પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.

Gujarat