For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

IL&FS કટોકટી: મ્યુ. ફંડોનું NBFCમાં રોકાણ 7 માસમાં રૂ.45386 કરોડ ઘટયું

- એનબીએફસીની ડેટ સિક્યોરિટીઝમાં મ્યુ.ફંડ્સનું એક્સપોઝર જુલાઇ ૨૦૧૮ની ઊંચી સપાટીએથી ૧૦ ટકા સુધી ઘટયું

Updated: Mar 22nd, 2019

Article Content Imageમુંબઈ,તા. 22 માર્ચ, 2019, શુક્રવાર

ગત વર્ષે સપ્ટેમ્બરમાં અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડિંગ કંપની ૈંન્:ખજી ડિફોલ્ટ થતા નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઝ (એનબીએફસી)માં નાણાંકીય તરલતાનું સંકટ ઘેરાયું છે જેની માઠી અસર મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ પડી છે.  આઇએલ એન્ડ એફસીની કટોકટ બાદ એનબીએફસીની ડેટ સિક્યોરિટીઝમાં  મ્યુ.ફંડ્સનું એક્સપોઝર જુલાઇ ૨૦૧૮ની ઊંચી સપાટીએથી ૧૦ ટકા સુધી ઘટી ગયું છે.

મ્યુ. ફંડ્સોનું એનબીએફસીમાં સેક્ટરમાં કુલ એક્સપોઝર ફેબુ્રઆરીના અંતે રૂ.૨.૨ લાખ કરોડ નોધાયું છે જે જુલાઇ ૨૦૧૮માં જ્યારે પ્રથમવાર નાણાંકીય તરલતાની શરૂઆત થઇ ત્યારબાદ એક્સપોઝરમાં રૂ. ૪૫,૩૮૬ કરોડનો ઘટાડો દર્શાવે છે. ડેટ મ્યુ. ફંડ્સ દ્વારા એનબીએફસીમાં કેપિટલ એલોકેશન જે જુલાઇ ૨૦૧૮માં ૧૯ ટકા હતું તે ફેબુ્રઆરી ૨૦૧૯માં ઘટીને ૧૫.૬ ટકાના સ્તરે આવી ગયું છે. 

એનબીએફસીના કોમશયપલ પેપર્સ (સીપી)માં મ્યુ. ફંડ્સો દ્વારા રોકવામાં આવેલા નાણાં ટકાવારી ફેબુ્રઆરીમાં ઘટીને ૭.૭ ટકાના સ્તરે આવી હતી છે જે ડિસેમ્બર ૨૦૧૭ પછીનું સૌથી નીચું લેવલ છે. મ્યુ. ફંડ્સ દ્વારા એનબીએફસીના કોમશયલ પેપરમાં ભંડોળની ફાળવણી જે જુલાઇ ૨૦૧૮માં ૧૧.૩ ટકા કે રૂ.૧.૫૭ લાખ કરોડ હતી તે ડિસેમ્બર ૨૦૧૮માં ઘટીને ૮.૫ ટકા કે રૂ.૧.૧૪ લાખ કરોડ થઇ ગઇ છે. 

નાણાંકીય કટોકટી બાદ મ્યુ. ફંડોએ કોમશયલ પેપર્સમાંથી ત્રીજા ભાગ જેટલું રોકાણ ઉપાડી લીધું છે. ફેબુ્રઆરીમાં ડેટ મ્યુ. ફંડ્સનું એનબીએફસીના કોમશયલ પેપરમાં રોકાણ રૂ.૧.૦૮ લાખ કરોડ હતું ડેટ મ્યુ. ફંડોની ફાળવી કુલભંડોળના ૨૯ ટકા જેટલી રકમ છે. ડેટ મ્યુ. ફંડોનું કોમશયલ પેપરમાં કુલ રોકાણ રૂ. ૪.૦૫ લાખ કરોડ નોંધાયું છે જે ગત વર્ષે માર્ચ મહિનામાં રૂ. ૩.૦૬ લાખ કરોડ હતું. 


Gujarat