For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોનામાં ફરી તેજી : ક્રૂડ ઉછળી 62 ડોલરને પાર

- ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનાના ભાવ ફરી ઉછળ્યા

- બિટકોઈનના ભાવ વધી આ વર્ષના અંત સુધીમાં એક લાખ ડોલર થશે : ચાંદીમાં પણ નીચા મથાળે નવી લેવાલી

Updated: Feb 13th, 2021

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 13 ફેબ્રુઆરી 2021, શનિવાર

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર  સત્તાવાર બંધ  રહી હતી. બંધ બજારે  જોકે વિશ્વ બજાર પાછળ આંચકા પચાવી  ભાવ ફરી ઉંચા બોલાઈ રહ્યા હતા.  વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશદીઠ ૧૮૧૬થી ૧૮૧૭  ડોલરથી   ઘટી નીચામાં  ૧૮૧૩થી ૧૮૧૪ ડોલર થયા પછી  ભાવ ફરી વધી સપ્તાહના અંતે   ૧૮૨૪થી ૧૮૨૫ ડોલર રહ્યાના  સમાચાર હતા.

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૨૭.૦૬થી  ૨૭.૦૭ ડોલરવાળા નીચામાં   ૨૭.૦૧થી ૨૭.૦૨   ડોલર થયા પછી   ફરી વધી સપ્તાહના  અંતે  ૨૭.૩૬થી  ૨૭.૩૭ ડોલર રહ્યા હતા.   વિશ્વ બજાર ઉંચકાતાં   ઘરઆંગણે  કિંમતી ધાતુઓમાં ઘટાડે નવી  વેચવાલી અટકી માનસ લેવાનું  રહ્યું હતું. 

વિશ્વ બજારમાં   સપ્તાહના અંતે  ક્રૂડતેલના ભાવ સવા બેથી  અઢી ટકા ઉછળી  બેરલના ૬૨ ડોલરની ઉપર  બોલાતાં તેની  અસર પણ વિશ્વ બજારમાં  સોનાના ભાવ પર તેજીની  વર્તાઈ રહી હોવાનું  વિશ્વ બજારના જાણકારોએ  જણાવ્યું હતું.  

દરમિયાન અમદાવાદ બજારમાં  આજે સોનાના ૧૦ ગ્રામના ભાવ  રૂ.૩૦૦ વધી  ૯૯.૫૦ના રૂ.૪૯૧૦૦ તથા ૯૯.૯૦ના  રૂ.૪૯૩૦૦ રહ્યા હતા.   જ્યારે અમદાવાદ ચાંદી રૂ.૬૮૫૦૦ બોલાઈ રહી હતી.   મુંબઈ બજારમાં  આજે જીએસટી વગર સોનાના ભાવ  ૯૯.૫૦ના રૂ.૪૭૧૯૬ વાળા રૂ.૪૭૩૫૦ થી ૪૭૪૦૦ બોલાઈ રહ્યા હતા.

  જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૭૩૮૬ વાળા રૂ.૪૭૫૫૦થી  ૪૭૬૦૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૮૩૭૭ વાળા આજેબંધ  બજારે રૂ.૬૮૭૦૦થી ૬૮૮૦૦ બોલાઈ રહ્યા હતા.   આ બન્ને  કિંમતી ધાતુઓના  ભાવ જીએસટી સાથે ૩ ટકા  ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં   પ્લેટીમના  ભાવ  ઔંશના  ૧૨૨૪થી ૧૨૨૫ ડોલરથી  વધી છેલ્લે ૧૨૫૬થી ૧૨૫૭  ડોલર રહ્યા હતા  જ્યારે પેલેડીયમના  ભાવ ૨૩૫૦થી ૨૩૫૧ ડોલરવાળા વધી છેલ્લે ૨૩૮૬થી ૨૩૮૭ ડોલર બોલાઈ  રહ્યા હતા. ક્રૂડતેલના  ભાવ વિશ્વ બજારમાં   આંચકા પચાવી   ફરી ઉછળ્યા હતા   ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલના ૫૭.૮૦થી ઉછળી છેલ્લે  ૫૯.૫૩ થઈ ૫૯.૪૭ ડોલર  રહ્યાના  જ્યારે બ્રેન્ટક્રૂડના  ભાવ ૬૦.૭૭થી વધી  ૬૨.૫૨  થઈ છેલ્લે ભાવ ૬૨.૪૩ ડોલર રહ્યાના સમાચાર હતા. 

અમેરિકામાં કોમોડિટી  અસર પામેલા અર્થતંત્રને  બેઠું કરવા  તથા રોજગારી વધારવા ત્યાંના નવા પ્રમુખ ૧.૯૦ ટ્રીલીયન ડોલરનું સ્ટીમ્યુલસ પેકેજ આપવા તખ્તો ગોઠવી રહ્યાના  નિર્દેશો  વચ્ચે વિશ્વ બજારમાં   ક્રૂડતેલના ભાવ સપ્તાહના અંતે   ફરી ઉછળ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.  આવા સ્ટીમ્યુલ્સ પેકેજ માટે અમેરિકાના નવા પ્રમુખે   મેયરો તથા ગવર્નરો સાથે મિટિંગનો દોર  શરૂ કર્યાના  સમાચાર હતા.   વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ  ઘટતાં તેના પગલે  પણ સોનામાં   ઘટાડે ફંડો ફરી દાખલ થયા છે. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે ડોલરનાભાવ૭૨.૭૪થી  ૭૨.૭૫   વાળા રૂ.૭૨.૬૦થી  ૭૨.૬૫  બોલાઈ રહ્યા હતા.   

દરમિયાન, વિશ્વ બજારમાં  બિટ કોઈનના ભાવ ઉંચામાં ૪૮૧૯૦થી ૪૮૨૦૦  ડોલર થયા પછી ૪૬૪૪૦થી ૪૬૪૫૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન ઘણી કોર્પોરેટ કંપનીઓ વૈશ્વિક સ્તરે  બિટકોઈનમાં દાખલ થઈ રહી છે  એ જોતાં   આ વર્ષના અંત સુધીમાં  બિટકોઈનના ભાવ વધી એક લાખ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે.

Gujarat