For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બજેટ બાદ ઉદ્યોગ જગતમાં ઉત્સાહની લાગણી બીજીતરફ વપરાશકારોનું માનસ નબળું પડયું

- અંદાજપત્ર રજુ થયા બાદના સપ્તાહમાં કન્ઝયૂમર સેન્ટિમેન્ટ ઈન્ડેકસમાં ઘટાડો

Updated: Feb 13th, 2021

મુંબઈ, તા. 13 ફેબ્રુઆરી 2021, શનિવાર

નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટની રજુઆત બાદ દેશના ઉદ્યોગજગતના માનસમાં એકતરફ સુધારો જોવાઈ રહ્યો છે જ્યારે ઉપભોગતાઓનું માનસ નબળું પડયાનું જોવા મળ્યું છે.  બજેટ રજુ થયા પછીના સપ્તાહમાં કન્ઝયૂમર સેન્ટિમેન્ટસ ઈન્ડેકસ ૪.૨૦ ટકા ઘટયો છે, જે ઉપભોગતાઓનું માનસ ખરડાઈ રહ્યાનું સૂચવે છે એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

કેન્દ્રીય બજેટ રજુ થયાના સંપૂર્ણ સપ્તાહમાં   કન્ઝયૂમર સેન્ટિમેન્ટસ ઈન્ડેકસમાં ૪.૨૦ ટકા ઘટાડો નોંધાયો છે જ્યારે ઈક્વિટી માર્કટનું મૂલ્યાંકન   ૯ ટકા વધ્યુ છે. 

બજેટથી દેશના ઉપભોગતાઓ ખાસ પ્રભાવિત થયા નથી. ઊલટાનું તેમણે બજેટ પ્રત્યે પોતાની નારાજગી વ્યકત કરી છે. સર્વેમાં ભાગ  લેનારામાંથી ૪૫.૮૦ ટકા લોકોએ એક વર્ષમાં પોતાની આવક કથળવાની અપેક્ષા વ્યકત કરી હતી. બજેટ પહેલાના એક સપ્તાહમાં આ ટકાવારી ૪૨.૩૦ ટકા હતી. 

સર્વેમાં ભાગ લેનારામાંથી માત્ર ૬.૭૦ ટકા લોકોએ જ  એક વર્ષમાં આવક વધવાની ધારણાં વ્યકત કરી હતી. ૪૭.૫૦ ટકા લોકોએ કોઈ સુધારો નહીં થાય તેવી ધારણાં મૂકી હતી. બજેટ પહેલા ૫.૫૦ ટકા લોકો એમ માનતા હતા કે નાણાંકીય તથા વેપાર સ્થિતિમાં સુધારો થશે  પરંતુ બજેટ બાદ આ આંક ઘટી ૪.૮૦ ટકા પર આવી ગયો છે. મહામારી બાદ લોકોની આવક પર પ્રતિકૂળ અસર થતાં હાલ લોકો નવી ખરીદી કરવામાં સાવચેતીનું વલણ અપનાવી રહ્યાં છે.

Gujarat