For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક ટ્વીટથી એલન મસ્કની સંપત્તીમાં 100000 કરોડનો ઘટાડો, બેઝોસ ફરી નંબર વન

ટેસ્લાનાં શેરોમાં 8.55 ટકાનો જ્યારે એલન મસ્કની નેટવર્થમાં 15.2 અબજ ડોલરનો થયો ઘટાડો

Updated: Feb 23rd, 2021

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2021 મંગળવાર

ટેસ્લા (Tesla)  અને સ્પેસએક્સ (SpaceX)નાં સીઇઓ એલન મસ્ક હવે દુનિયાનાં સૌથી મોટા અમીર વ્યક્તિ રહ્યા નથી, તેમની જગ્યા ઇ-કોમર્સ કંપની એમેઝોનનાં ફાઉન્ડર જેફ બેઝોસએ લીધી છે, બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સનાં જણાવ્યા મુજબ જેફ બેઝોસ હવે દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ બન્યા છે, એક ટ્વીટનાં કારણે એલન મસ્ક બીજા સ્થાન પર આવી ગયા છે.

તેમની કંપનીનાં શેરોમાં ઘટાડો તેમના બિટકોઇન પર એક કોમેન્ટ બાદ આવી, આ ઘટાડો એલન મસ્કનાં એ કોમેન્ટ બાદ આવ્યો જ્યારે તેમણે કહ્યું કે બિટકોઇનની કિંમતો વધુ પડતી છે, ત્યાર બાદ સોમવારે ટેસ્લાનાં શેરોમાં પણ 8.5 ટકાની જબરદસ્ત ઘટાડો આવ્યો, તેનાં કારણે એલન મસ્કમાં એક દિવસમાં 15 બિલિયન ડોલર એટલે કે 100000 કરોડ રૂપિયા સાફ થઇ ગયા છે. 

મસ્ક બે વખત જેફ બેઝોસને પછાડીને અમીર વ્યક્તિ બન્યા, હવે જેફ બેઝોસ 186 અબજ ડોલરની નેટવર્થની સાથે દુનિયાનાં અમીરોની યાદીમાં પહેલા સ્થાન પર આવી ગયા છે, મસ્કની કંપની ટેસ્લાનાં શેરોમાં સોમવારે 8.55 ટકાનો ઘટાડો આવ્યો, એલન મસ્કની નેટવર્થમાં એક દિવસમાં 15.2 અબજ ડોલરનો ઘટાડો આવ્યો અને તે 183 અબજ ડોલરની નેટવર્થ સાથે બીજા સ્થાને આવી ગયા. 

Gujarat