For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓછા વળતરને કારણે નવી SIPના રજિસ્ટ્રેશનમાં 7 લાખનો ઘટાડો નોંધાયો

- કુલ ૩૬પ ઈક્વિટી સ્કિમ બંધ કરવામાં આવી છે આ સ્કિમમાંથી ૩૯ ટકા સ્કિમોએ નેગેટિવ રિટર્ન આપ્યું

Updated: Apr 17th, 2019

Article Content Imageમુંબઈ,તા. 17  એપ્રિલ, 2019, બુધવાર

ગત નાણાકીય વર્ષમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગમાં કુલ ૧.૦૯ કરોડ નવા રજિસ્ટ્રેશન થયા છે જ્યારે ર૦૧૭-૧૮માં ૧.૧૬ કરોડ નવા એસઆઈપી રજિસ્ટ્રેશન થયા હતા જે સાત લાખ રજિસ્ટ્રેશનનો ઘટાડો દર્શાવે છે. ર૦૧૮-૧૯માં ફક્ત એસઆઈપીના નવા રજિસ્ટ્રેશનમાં ઘટાડો થયો નથી એસઆઈપી બંધ કરવાની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. 

ર૦૧૮-૧૯માં પ૮.૭પ લાખ એસપીઆઈ બંધ કરવામાં આવી છે તેની તુલનાએ ર૦૧૭-૧૮માં ૩૪.૮૩ લાખ એસઆઈપી બંધ કરવામાં આવી હતી. 

છેલ્લા એક વર્ષમાં એસઆઈપીના ઈક્વિટી ફંડમાં નબળા પ્રદર્શનને કારણે રજિસ્ટ્રેશનની સંખ્યામા ઘટાડો થયો છે એવું બજારના નિષ્ણાતે જણાવ્યુ હતું. વેલ્યુ રિસર્ચના આંકડા અનુસાર, કુલ ૩૬પ ઈક્વિટી સ્કિમ બંધ કરવામાં આવી છે આ સ્કિમમાંથી ૩૯ ટકા સ્કિમોએ નેગેટિવ રિટર્ન આપ્યુ છે. 

ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્મોલ કેપ ફંડ અને મીડ કેપ સ્કિમના સૌથી નબળા પ્રદર્શને કારણે આ સ્થિતિ જોવા મળી હતી. છેલ્લા એક વર્ષમાં રર મીડ કેપ સ્કિમમાંથી ૧૯ સ્કિમોએ નેગેટિવ રિટર્ન આપ્યુ છે. 

સ્મોલ કેપ સેગ્મેન્ટની ૧૪ સ્કિમમાંથી ફક્ત એક સ્કિમે છેલ્લા એક વર્ષની અંદર પોઝિટિવ રિટર્ન આપ્યુ છે. એક વર્ષ દરમિયાન બરોડા મીડ કેપ ફંડ ૧ર.ર૯ ટકા અને યુટીઆઈ મીડ કેપ  ફંડ ૧૧.૬૪ ટકા ઘટયું છે. બીજી બાજુ છેલ્લા એક વર્ષમાં બીએસઈ મીડકેપ ટીઆરઆઈ ઈન્ડેક્સે ૬.૧૪ ટકાનું નકારાત્મક વળતર આપ્યુ છે.

નાણાકીય વર્ષ ર૦૧૯માં ઈક્વિટી ફંડ્સનો ઈનફ્લો ૪૦ ટકા ઘટીને રૂ.૧.૦૭ લાખ કરોડ રહેવાની શક્યતા છે તેની તુલનાએ ર૦૧૭-૧૮માં રૂ.૧.૭૧ લાખ કરોડ ઈનફ્લો જોવા મળ્યો હતો એવું અસોસિએશન ઓફ મ્યુ. ફંડ ઈન ઈન્ડિયાના આંકડા ઉપરથી જાણવા મળ્યુ છે.  


Gujarat