અદાણીને લાભ કરાવવા બેન્કોએ રૂ 46,000 કરોડના લેણા જતા કર્યાં, AIBEAના આંકડાથી ધડાકો

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
અદાણીને લાભ કરાવવા બેન્કોએ રૂ 46,000 કરોડના લેણા જતા કર્યાં, AIBEAના આંકડાથી ધડાકો 1 - image


Adani News | કોંગ્રેસે બુધવારે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન દ્વારા કથિત રીતે જારી કરવામાં આવેલા આંકડાઓનો સંદર્ભ આપતા આરોપ મૂક્યો હતો કે જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય રીતે કટોકટીગ્રસ્ત 10 કંપનીઓ પાસેથી લગભગ 62000 કરોડ રૂપિયાના ક્લેઇમ સેટલ કરવાના હતાં. જો કે અદાણી જૂથ દ્વારા આ કંપનીઓને અધિગ્રહણ કરવામાં આવ્યા પછી તેમને ફક્ત 16000 કરોડ રૂપિયામાં જ સમજૂતી કરવી પડી હતી. 

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એસોસિએશન દ્વારા કથિત રીતે શેર કરવામાં આવેલ વિગતોનો એક ફોટો શેર કર્યો હતો જેમાં દેખાડવામાં આવ્યું હતું કે 10 કંપનીઓને 96 ટકાથી લઇને 42 ટકા સુધી 'હેરકટ' આપવામાં આવ્યા કારણ કે આ કંપનીઓ અદાણી જૂથે ખરીદી લીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશને જાહેરમાં ઉપલબ્ધ આંકડાઓના માધ્યમથી જણાવ્યું છે કે કઇ રીતે જાહેર ક્ષેત્રની બેંકોને આર્થિક રીતે કટોકટીગ્રસ્ત 10 કંપનીઓના લગભગ 62000 કરોડ રૂપિયાના ક્લેઇમ સેટલ કરવાના હતાં અદાણી જૂથ દ્વારા આ કંપનીઓનું અધિગ્રહણ કરવામાં આવ્યા પછી તેમને 16000 કરોડ રૂપિયામાં જ સમજૂતી કરવી પડી હતી.

જયરામ રમેશે જણાવ્યું હતું કે અર્થશાસ્ત્રની રંગીન ભાષામાં જણાવવામાં આવે તો  આ બેંકો દ્વારા લેવામાં આવેલ 74 ટકા 'હેરકટ' છે. કોંગ્રેસ ઘણા સમયથી અદાણી જૂથની વિરુદ્ધ નાણાકીય અનિયમિતતાના આરોપો મૂકી રહી છે. અદાણી જૂથે આરોપોને ખોટા ગણાવી ફગાવી દીધા છે. તેણે જણાવ્યું છે કે તે તમામ કાયદાઓનું પાલન કરે છે.


Google NewsGoogle News