વૈશ્વિક ડોલર ઉંચકાતાં વિશ્વ બજારમાં સોનુ ૩૫ ડોલર તૂટતા ઘરઆંગણે થયેલી પીછેહઠ

- બોન્ડ યીલ્ડ વધી ૧૧ વર્ષની ટોચે પહોંચતાં સોનાના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા

- ક્રૂડતેલના ભાવ ત્રણ ટકા ગબડયા


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં  આજે  સોના-ચાંદીના ભાવ આરંભમાં  ઉંચા ખુલ્યા પછી  ઝડપી તૂટી  ગયા હતા.   કરન્સી બજારમાં ડોલર ઉંચકાતાં  ઝવેરી બજારમાં  આરંભમાં  તેજી આગળ વધી  હતી પરંતુ ત્યારબાદ  વિશ્વ તૂટી ગયાના નિર્દેશો મળતા  ઝવેરી  બજારમાં  આરંભમાં તેજી   આગળ વધી  હતી પરંતુ ત્યાર બાદ  વિશ્વ  બજાર તૂટી ગયાના નિર્દેશો મળતાં  ઝવેરી  બજારમાં  બપોર પછી ભાવ  ઝડપી  તૂટી ગયાનું   બજારના સૂત્રોએ  જણાવ્યું  હતું. 

વિશ્વ બજારમાં  ડોલર વધતાં   તથા બોન્ડ  યીલ્ડ વધી  ૨૦૧૧ પછીની   વલૂ ટોચ પહોંચતા  વિશ્વ બજારમાં   સોનામાં ફંડોની  વ્યાપક   વેચવાલી નિકળ્યાના નિર્દેશો હતા.  વિશ્વ બજારમાં સોનાના  ભવા ઔંશના  ૧૬૮૦થી ૧૬૮૧ વાળા આજે  તૂટી ૧૬૪૫થી  ૧૬૪૬  ડોલર રહ્યા હતા. સોના પાછળ  વૈશ્વિક  ચાંદીના ભાવ  પણ ઔંશના  ૧૯.૭૪થી  ૧૯.૭૫ વાળા  તૂટી ૧૯.૦૦થી ૧૯.૦૧ ડોલર  બોલાતા થયા   હતા.

વિશ્વ બજારમાં  બોન્ડ યીલ્ડ  વધી ૩.૭૦  ટકા થતાં નવી ટોચ દેખાઈ  હતી. વિશ્વ બજારમાં ક્રૂડતેલના  ભાવ ઘટતાં  તેની અસર પણ  વૈશ્વિક સોનાના ભાવ  પરનેગેટીવ   દેખાઈ હતી.   દરમિયાન,  અમદાવાદ ઝવેરી બજારમાં   આજે સોનાના ભાવ  ૧૦ ગ્રામના  રૂ.૨૦૦ ઘટી  ૯૯.૫૦ના  રૂ.૫૧૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૧૫૦૦ રહ્યા હતા જ્યારે  અમદાવાદ  ચાંદીના ભાવ  કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૫૭૫૦૦ રહ્યા હતા.   

વિશ્વ બજારમાં  પ્લેટીનમના ભાવ   ઔંશના  ૯૧૧થી ૯૧૨ વાળા  ૮૭૩થી ૮૭૪  ડોલર રહ્યા હતા જ્યારે   પેલેડીયમના ભાવ ૨૧૭૦થી ૨૧૭૧  વાળા ૨૦૮૮થી ૨૦૮૯ ડોલર  રહ્યા હતા.

વિશ્વ બજારમાં  ક્રૂડતેલના  ભાવમાં  પણ પીછેહટ  દેખાઈ હતી.  ન્યુયોર્ક  ક્રૂડના ભાવ બેરલના   ૮૪.૪૯ વાળા આજે  નીચામાં  ૮૦.૩૫  થઈ  ૮૦.૬૭  ડોલર રહ્યા હતા જ્યારે   બ્રેન્ટક્રૂડના ભાવ  ૯૧.૪૫ વાળા નીચામાં ૮૭.૪૧ થઈ ૮૭.૮૪ ડોલર બોલાતા થયાના નિર્દેશો હતા.  નવી માગ  પાંખી હતી.   ડોલરની મજબુતાઈની અસર વૈશ્વિક  ક્રૂડતેલના  ભાવ પર દેખાઈ  હતી. દરમિયાન,   કોપરના  વૈસ્વિક ભાવ  આજે ૩.૮૦ ટકા  તૂટયા હતા.   

મુંબઈ  ઝવેરી બજારમાં   આજે સોનાના ભાવ  જીએસટી વગર   ૯૯.૫૦ના   રૂ.૪૯૬૯૪ વાળા રૂ.૪૯૮૭૭ ખુલી  રૂ.૪૯૨૩૪ રહ્યા હતા જ્યારે   ૯૯.૯૦ના ભાવ  રૂ.૪૯૮૯૪ વાળા  ૫૦૦૭૮  ખુલી રૂ.૪૯૪૩૨  રહ્યા હતા જ્યારે   મુંબઈ ચાંદીના ભાવ  જીએસટી વગર  રૂ.૫૭૩૪૩  વાળા રૂ.૫૭૬૨૨ ખુલી  રૂ.૫૬૧૦૦ બંધ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી  સાથેના ભાવ  આ ભાવથી  ૩ ટકા ઉંચા  રહ્યા હતા.


City News

Sports

RECENT NEWS