For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્રૂડ સાથે સંકળાયેલ કંપનીઓના શેરોમાં જોવાયેલી ઝડપી પીછેહઠ

- ઓઇલ- ગેસ ક્ષેત્ર ઉપરાંત પેઇન્ટસ અને ટાયર કંપનીના શેરોમાં વેચવાલીનું દબાણ

Updated: Sep 16th, 2019

Article Content Imageઅમદાવાદ, તા. 16 સપ્ટેમ્બર 2019, સોમવાર

સાઉદી અરબ સ્થિત વિશ્વના સૌથી મોટા ઓઇલ પ્રોસેસિંગ એકમ તેમજ ઓઇલ ફિલ્ડ ઉપર થયેલા ડ્રોન હુમલા બાદ ક્રૂડનો પુરવઠો ઘટવાના અહેવાલો પાછળ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો નોંધાતા ક્રૂડ સાથ સંકળાયેલા ક્ષેત્રની કંપનીઓના શેરોમાં ઝડપી પીછેહઠ થવા પામી હતી.

ગત સપ્તાહે યમનના હૌથી આતંકવાદીઓએ વિશ્વના સૌથી મોટા ઓઇલ એકમ ઉપર હુમલો કર્યા બાદ ક્રૂડનું ઉત્પાદન ૫૦ ટકા ઘટી જવા પામ્યું છે. આ હુમલા બાદ સાઉદીના પ્રતિદિન ક્રૂડ ઉત્પાદનમાં ૫૭ લાખ બેરલનો ઘટાડો થયો હોવાના અહેવાલ હતા.

આ અહેવાલો પાછળ વૈશ્વિક બજારમાં આજે સવારે બ્રેન્ટ ક્રૂડ ૧૧.૭૭ ટકા ઉછળી ૬૭.૩૧ ડોલર પહોંચ્યું હતું. જ્યારે ટેક્સાસ ઇન્ટરમિડિયેટ ૧૦.૬૮ ટકા ઉછળી ૬૦.૭૧ ડોલર પહોંચ્યું હતું.

ક્રૂડના ભાવમાં ઝડપથી ઉછાળો નોંધાતા મુંબઈ શેરબજાર ખાતે આજે ક્રૂડ સાથે સંકળાયેલ કંપનીઓના શેરના ભાવમાં ઝડપી પીછેહઠ થવા પામી હતી. ઓઇલ કંપનીના શેરો તૂટતા આજે સવારે કામકાજની શરૂઆત સાથે જ ઓઇલ- ગેસ ઇન્ડેક્સમાં બે ટકાનો કડાકો બોલી ગયો હતો.

વેચવાલીના દબાણે ઓઇલ- ગેસ ક્ષેત્રની ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના શેરમાં ૬ ટકા સુધીના ગાબડા નોંધાયા હતા.

ક્રૂડ સાથે સંકળાયેલ પેઇન્ટસ ઉદ્યોગની કંપનીઓ એશિયન પેઇન્ટસ, બર્જર પેઇન્ટસ અને કન્સાઇ નેરોલેક ૫ ટકા તૂટયા હતા જ્યારે ટાયર ઉદ્યોગની જે.કે. ટાયર, સીયેટ, એપોલો ટાયર, એમઆરએફના શેર બે ટકા સુધી તૂટયા હતા.

Gujarat