For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જાન્યુઆરીમાં નિકાસમાં 3.74 ટકાનો વધારો: ટ્રેડ ખાદ્યમાં ઘટાડો

Updated: Feb 16th, 2019

Article Content Image

જાન્યુઆરીમાં ૨૬.૩૬ અબજ ડોલરના વધારા સાથે  દેશની નિકાસમાં  ૩.૭૪ ટકાનો વધારો થયો હતો, ખાસ તો જેમ્સ એન્ડ જ્વેલરી, દવા અને રસાયણ ક્ષેત્રમાં થયેલી વૃધ્ધિના કારણે વધારો થયો હોવાનું વાણીજ્ય મંત્રાલયે જારી કરેલા આંકડાઓમાંથી જાણવા મળ્યું હતું.

છેલ્લા મહિનામાં આયાત લગભગ ૪૧ અબજ ડોલરની જ રહી હતી જેના કારણે ૧૪.૭૩ અબજની ખાદ્ય ઓછી થઇ હતી. જાન્યુઆરી ૨૦૧૮માં ટ્રેડ ડેફિસિટ ૧૫.૭૬ અબજ ડોલરની રહી હતી. સોનાની આયાતમાં ૨.૩૧ અબજ ડોલર સાથે ૩૮.૧૬ ટકાનો વઘારો થયો હતો,

 જો કે ગયા વર્ષે આ જ સમયગાળામાં સોનાની આયાત ૧.૬૭ અબજ ડોલરની થઇ હતી.ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જાન્યુઆરી દરમિયાન નિકાસમાં ૨૭૧.૮ અબજ ડોલર સાથે ૯.૫૨ ટકાનો વધારો થયો હતો.

Gujarat