ક્લાઇમેટ ફાઇનાન્સ ટેક્સોનોમી ફ્રેમવર્કની રજૂઆત
ભારતના આબોહવા કાર્ય લક્ષ્યો સાથે સંરેખિત થવા અને ટકાઉ ટેકનોલોજી અને પ્રવૃત્તિઓમાં વધુ સંસાધનોનું સંચાલન કરવામાં રોકાણકારોને મદદ કરવા માટે, નાણા મંત્રાલયે બહુપ્રતિક્ષિત ડ્રાફ્ટ ક્લાઇમેટ ફાઇનાન્સ ટેક્સોનોમી ફ્રેમવર્ક બહાર પાડયું છે. આ માળખાનો ઉદ્દેશ્ય આબોહવા-મૈત્રીપૂર્ણ ટેકનોલોજી માટે ભંડોળ પૂરું પાડવાનો અને વીજળી, ગતિશીલતા, કૃષિ અને પાણી વ્યવસ્થાપન જેવા ક્ષેત્રો તેમજ સ્ટીલ, સિમેન્ટ અને લોખંડ જેવા મુશ્કેલ ક્ષેત્રોમાં સંશોધન માટે માળખાગત સુવિધાઓ વિકસાવવાનો છે. તેનો ઉદ્દેશ્ય ગ્રીનવોશિંગ અટકાવવા અને ધિરાણની દેખરેખ સુધારવાનો પણ છે. ડ્રાફ્ટ ફ્રેમવર્ક ૩ મુખ્ય ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં શમન, અનુકૂલન અને ઓછા મુશ્કેલ ક્ષેત્રોમાં ફેરફારો કરવાનો સમાવેશ થાય છે. તે એક વર્ણસંકર અભિગમ સૂચવે છે, જેમાં ગુણાત્મક અને માત્રાત્મક બંને ઘટકોનો સમાવેશ થાય છે. આનો અમલ તબક્કાવાર રીતે કરવાનો છે. શરૂઆતમાં ગુણાત્મક માપદંડો એક સર્વાંગી વર્ગીકરણને વ્યાપક વર્ગીકરણ બનાવશે. આ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ જેમ કે સમાવિષ્ટ વૃદ્ધિ, ૨૦૭૦ સુધીમાં ચોખ્ખું શૂન્ય ઉત્સર્જન અને વિશ્વસનીય ઊર્જાની પહોંચ સુનિશ્ચિત કરવા સાથે સુસંગત હશે. હાલમાં ભારતમાં સ્પષ્ટ વ્યાખ્યાના અભાવે, રોકાણકારો પ્રોજેક્ટની ટકાઉપણા અંગેના જોખમ અને અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આ દિશામાં આગળ વધતા અચકાય છે.
- મહામારી પછી 5 લાખ ટ્રસ્ટોને પાન કાર્ડ ફાળવાયા
કોવિડ મહામારીથી અત્યાર સુધીમાં, એટલે કે માર્ચ ૨૦૧૯ અને માર્ચ ૨૦૨૫ વચ્ચે, લગભગ ૫ લાખ ટ્રસ્ટોને પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) ફાળવવામાં આવ્યા છે. એપ્રિલની શરૂઆતમાં આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે ફાળવવામાં આવેલા ટ્રસ્ટોને પાન કાર્ડની સંખ્યા ૨૦૧૯ માં ૮,૪૭,૮૩૪ થી વધીને માર્ચ ૨૦૨૫ સુધીમાં ૧૩ લાખ થઈ ગઈ છે. પાન માટે ટ્રસ્ટની નોંધણી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે થાય છે. આનો અર્થ એ થયો કે કંપનીઓથી વિપરીત, ટ્રસ્ટની સ્થાપના અંગે મર્યાદિત કેન્દ્રીયકૃત ડેટા છે. પાનની ફાળવણી આ ક્ષેત્રમાં થતી પ્રવૃત્તિઓ દર્શાવેે છે. નિષ્ણાતો કહે છે કે કર પાલનની જરૂરિયાતો, કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) ખર્ચ અને શ્રીમંત વ્યક્તિઓ અને પરિવારો દ્વારા ઉત્તરાધિકાર અને કર આયોજન માટે ટ્રસ્ટ સ્થાપવાના કારણે પાન કાર્ડ ડેટામાં ટ્રસ્ટની હાજરી વધી રહી છે. ટ્ર્રસ્ટમાં ખાનગી ટ્રસ્ટ તેમજ જાહેર ચેરિટેબલ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. ચેરિટેબલ ટ્રસ્ટોની વાત કરીએ તો, છેલ્લા દાયકા દરમિયાન પાન કાર્ડ મેળવનારાઓની સંખ્યામાં વધારો થયો છે.