For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નાચ..ગબ્બર..નાચ ! .

Updated: Aug 29th, 2021

Article Content Image

- ક ને કંઇ નહીં ક-બુધીયો

- જુગારના શોખીનોને કૌરવ ગણવા કે પાંડવ ગણવા એ મોટો પ્રશ્ન છે કારણ કે જુગાર તો દુર્જન અને સજ્જન બંને રમ્યા હતા!

જુગાર રમવામાં મહાભારત થઈ હતી! પ્રભુશ્રી કૃષ્ણ જુગારના વિરોધી હતા તોય એમના જન્મદિવસે જુગાર રમવામાં કયો કર્મનો સિદ્ધાંત કામ કરતો હશે?! જુગારના શોખીનોને કૌરવ ગણવા કે પાંડવ ગણવા એ મોટો પ્રશ્ન છે કારણ કે જુગાર તો દુર્જન અને સજ્જન બંને રમ્યા હતા! જુગારનો સિદ્ધાંત એવું કહે છે કે સજ્જન જુગારમાં હારી જાય છે..પછી એણે મોટું યુધ્ધ કરવું પડે છે!!

રામપુર ફિલ્મ સીટી વિલેજમાં આવું જ યુધ્ધ શરૂ થયું હતું! ડુપ્લીકેટ ઠાકુરના ઘરે શોલેમિત્રો અને દુશ્મનો ભેગા તીન પત્તી રમવા બેઠા હતા અને 'રેડ' પડી!

'ભાગો..ઠાકુર..કોઈ ફૂટી ગયું છે..!!'

'કોઈ અંદરનું જ ફૂટયું છે !'

'હવે..ભાગવામાં ધ્યાન રાખજો...અંદરનું બીજું કંઇ પણ ફૂટે નહીં..!!'

'અંદરનું પહેલેથી ફુટેલું જ છે.. ઠાકુર!'

'હું ફાનસની વાત કરું છું...!!'

'હું માણસની વાત કરતો હતો...!!'

'ટુરુરુરુ.........!!'

'ભાગો....ઠાકુર...જેલરબાબુ આયા!!'

'ધ્યાન રહે...અંદરનું ફાનસ ન ફૂટે..!!'

'ફૂટેલા અંદરના માણસને શોધો!!'

'ટુરુરુરુ.........!!'

'પોલીસ પાછળ પડી છે..એનું શું કરીશું!'

'જેલરબાબુ હવેલીમાં આવી જાય એ પહેલાં બધા ફાનસ ફોડી નાંખો..!!'

ઠાકુરની વહુ-દીકરી અકળાઈ ગઈ!

'ના..! ફાનસ મારો લવહોપ છે..! પછી હું રોજ સાંજે જયને જોઈને ફાનસ કેવી રીતે ઓલવીશ..!!'

'વહુબેટા.. તમે કામ જ ઊંધા કરો છો..લવહોપ હોય તો ફાનસ પ્રગટાવવાનું હોય..તમે બુઝાવો છો એમાં જ તમારો પ્રેમ પણ બુઝાઈ જાય છે..!!'

'અત્યારે શું કરવાનું છે...એ કહો ને..! ઓલવવાનું છે કે પ્રગટાવવાનું છે..!!'

'ફૂટે નહીં.. એનું ધ્યાન રાખો...!'

'માણસ ફૂટી ગયો હવે ફાનસ ફૂટે તો શું ફરક પડવાનો છે..!!'

'ટુરુરુરુ.........!!'

'ડોબા.. માણસ ફૂટે તો કાચ નથી વાગતો પણ જો  ભાગમભાગીમાં ફાનસ ફૂટશે તો પગમાં કાચ ઘુસી જશે!! તીન પત્તીમાં પોલીસના હાથે ઝલાઈ ગયા તો ઈજ્જત ઉપર દાગ લાગી જશે...!'

'પગમાં કાચ વાગે તો ઉજ્જત ઉપર દાગ કેવી રીતે લાગે..??!!'

'ઈજ્જત પગની પાનીમાં હોય છે...એટલે!!'

'ટુરુરુરુ.........!!'

'ભાગો..પોલીસે જુગાર રમતા પકડયા તો ઈજ્જત પગની પાની નીચે..ધૂળ ધાણી થઈ જશે...!!'

'આઈ ઓબ્જેક્ટ...! ઈજ્જત પગની પાનીમાં નહીં પણ શર્ટના કોલરમાં હોય છે...!!!'

'એટલે ... તમે કહેવા શું માંગો છો..વિરુભાઈ! ઠાકુરને ઈજ્જત નથી....!!'

'કેમ એમ બોલ્યા..?!'

'ઝભ્ભો....!! ઝભ્ભામાં કોલર નથી હોતું..!!'

'સાલ હોય છે..કોટી હોય છે... એમની જેટલી ઈજ્જત હોય છે એટલી ઈજ્જત બીજા કોઈની નથી હોતી...!!'

'જયભાઈની વાત સાચી છે.. હું બંડી પહેરુ છું તો બધા મને એઇ....કહીને જ બોલાવે છે..!!'

'લાઈફમાં એઇમ હોવો જોઈએ..એઇમ હોય તો કોઈ એઇ કહીને ન બોલાવે..!'

'કોલર ન હોય તો એક મોટો ફાયદો..!!'

'શું..??!!'

'કોઈ કોલર ન પકડે..!!'

'પ્રજા કોલર ન પકડે એટલે જ કદાચ સેવકો ઝભ્ભો વધારે પસંદ કરે છે..!!'

'મને તો બંડીમાં છાતીએથી પકડે છે...!!'

'બંડીમાં બોચીથી પકડવું શક્ય જ નથી..બંડીમાં બોચીનો ભાગ નથી હોતો..!!'

'તો પછી કહો..ઈજ્જત ક્યાં હોય છે?!'

'કીધું તો ખરું.. પગની પાનીમાં..!!'

'એ કેવી રીતે?!

'લોકો જુતા ઉપરથી માણસની ઈજ્જત નક્કી કરતા હોય  છે..!!'

'સાચી વાત છે... હું સ્લીપર પહેરુ છું તો મને કોઈ ગણતું જ નથી...!'

'ગણવાનું શું હોય..?! બે જ સ્લીપર હોય ને..!!'  

'ટૂંકમાં ફાઇનલ..ઈજ્જત પગની પાનીમાં હોય છે...અને એટલે જ ગબ્બરને એઇ નીકળી ગયું...!!'

'એઇ....ઊઈ...પગમાં કાચ છે...!!'

'યું કી... તું એજ લાગનો છે.. હવે ઈજ્જત બચાવવા તું પણ નાચ....!!!'

'સોરી બસંતી...અત્યારે નાચવાનો ટાઈમ નથી..ભાગવાનો છે..!!'

'ટુરુરુરુ.........!!'

'અરે. ..ઓ ગબ્બર તેરે પેરો મેં જાન હૈ રે...! જબ તક હૈ જાન... ભાગ રે..!!'

'આઈ ઓબ્જેક્ટ....!! ી અને પુરુષ એક સમાન છે...!! ગબ્બરે નાચવું જ પડશે..!!

'અત્યારે ભાગી લેવા દે.. પછી તું કહીશ ત્યાં સુધી ગબ્બર પણ નાચશે...!!'

'ટુરુરુરુ.........!!'

'ઊંધું ઘાલીને ભાગો..!!'

'અરે..ઊંધું શું ઘાલવાનું છે...??!'

'માથું...!!'

'પહેલા કેવું જોઈએ ને મેં તો ઝભ્ભો ઊંધો ઘાલ્યો...!!'

'ક્યાં ... ઘાલ્યો.. ઠાકુર?!'

'માથામાં....!!'

'હાથ ક્યાં છે...??!'

'એ તો મારે છે જ ક્યાં..??!'

'તમને કેટલી વાર કીધું છે.. હાથ વગર ઝભ્ભો પહેરાય જ નહીં..!'

'ઠાકુર.. તમે ટી શર્ટ પહેરો...!'

'પ્લીઝ..તમે બધા ભાગવામાં ધ્યાન રાખો...ઠક.. ઠક... ઠક... ઠાકુરે શું પહેરવું શું ન પહેરવું એમાં માથું ન મારો...!!'

'અરે.. રામુચાચા...પહેલાં મારું માથું તો ઝભ્ભામાંથી કાઢો...!!'

'તમને કેટલી વાર કીધું છે... ઝભ્ભો તો હું જ પહેરાવીશ... જાતે પહેરવામાં ફસાઈ ગયા ને..!!'

'ટુરુરુરુ.........!!'

'જેલરબાબુ આવી ગયા લાગે છે... માથું ફસાયેલું જ રહેવા દો..અને ભાગો..!'

'રામપુર શું કહેશે...!!??'

'એ જ કે... ઠાકુર તીન પત્તી રમતા માથું છુપાડયું..!!'

'અલ્યા... અબ્દુલમિયાં..માથું ઝભ્ભામાં ફસાયેલું હોય તો કોનું માથું છે એ કેવી રીતે ખબર પડે..???!!'

'ઝભ્ભા ઉપરથી....!!!'

'એટલે જ કહું છું.. ટી શર્ટ પહેરો...!!'

'ટુરુરુરુ.........!!'

'ભાગો....!!'

'ખણીગ...ખણ.. ખણ... ખણ...!!'

'શું ફૂટયું...??!'

'માણસ.....!!!'

'માણસ ફૂટે ત્યારે આવો અવાજ નથી આવતો...!!'

'કેવો આવે છે...??!!'

'મ્યૂટ....!!! સાયલન્સ ફિલ્મ જેવો..મ્યુટ!'

'તો અત્યારે શાનો અવાજ આવ્યો..??!'

'કાલિયાને પણ કાચ વાગ્યો.....!!'

'તું પણ નાચ..કાલિયા..!!'

'બસંતી આ બદલો લેવાનો ટાઈમ નથી...અત્યારે ઈજ્જત બચાવવા ભાગવાનો ટાઈમ છે..!!'

'ટુરુરુરુ.........!!'

'એક વાત નક્કી થઈ ગઈ .. ફાનસ નથી ફૂટયું...

પણ માણસ ફૂટયો છે.....!!!'

'એ તો અમીચંદના ટાઇમથી ફૂટે છે... અત્યારે શું ફૂટયું...?!'

'ઠાકુરના ચશ્મા.....!!!!'

'ઝભ્ભામાં ઊંધું માથું નાંખો તો ચશ્મા ફુટે જ!!'

'ચશ્માને એનક કેમ કહેવાય છે..??!!'

'કારણ કે એ નાક ઉપર પહેરાય છે....!!'

'ટુરુરુરુ.........!!'

'નાક જશે...ભાગો..!!'

જુગારમાં પૈસા અને નાક બંને જાય છે! આ કંઈ મહાભારતનો ટાઈમ નથી કે આપણે કંઈ હસ્તિનાપુર કે ઇન્દ્રપ્રસ્થના રાજા નથી! એક ફ્લેટ હોય એ પણ હપ્તે લીધેલો હોય છે!વળી સમાજમાં આપણી પાસે કંઈક બચેલું હોય તો એ ઈજ્જત જ છે! જુગારમાં રાજા મહારાજાઓની પણ ઈજ્જત જઈ ચુકી છે!

'ટુરુરુરુ.........!! પકડાઈ ગયા..આધે ઇધર જાવ..આધે ઉધર જાવ...બાકી કે મેરે પીછે આવો...!!!'

'ઝલાઈ ગયા.....!!'

'હમારે જાસૂસ ચારો તરફ ફૈલે હુવે હૈ...!!'

'અમારો કયો માણસ તમે ફોડેલો એ તો કહી દો...!!'

'મેં તમને ચંપલો ઉપરથી પકડયા છે...!! ઠાકુરનું તો ફેમેલી ટૂંકું છે..તો આટલી ચંપલ ક્યાંથી આવી...હા..હા...!!'

'જોયું..ઈજ્જત માટે જુતા જ જવાબદાર છે...!!'

નસીબ હાથથી જ ચમકતું હોય છે!તીન પત્તી પણ હાથથી જ ચીપાય છે..પણ ઈજ્જત લઈને જાય છે! ઠાકુર સીવાય બધા જેલરબાબુની જેલમાં છે! ઠાકુરને હાથ નહીં હોવાથી...પત્તા કેવી રીતે ચીપ્યા હશે?! એવી શંકા આધારે છોડી મુકાયા છે! બસંતી જેલમાં પગની પાનીમાં ઘુસેલા કાચ સાથે ગબ્બરને નચાવી રહી છે!

'નાચ..ગબ્બર..નાચ...જામીન ન મળે ત્યાં સુધી નાચ...!!!'

રાઈટર કા લાઈટર

રાઈટરઃ જુગારની મજા શું છે ?!

લાઈટરઃ બંધ બાજી !!

રાઈટરઃ સૌથી મોટી બંધ બાજી કઈ?!?

લાઈટરઃ લગન...!!!(એટલે જ એને લગ્ન બંધ-ન કહેવાય છે!) 

Gujarat