બોટાદ ખાતે 5 શ્રેષ્ઠ શિક્ષકો તેમજ પ્રતિભાશાળી 15 બાળકોનું સન્માન


- ઉચ્ચ પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતી રહી

- બોટાદ જિલ્લા શિક્ષક દિનની ઉજવણી અંતગર્ત શ્રેતા સન્માન સમારોહ યોજાયો

બોટાદ  : બોટાદમાં શિક્ષક દિનની ઉજવણી-૨૦૨૨ અંતગર્ત શ્રેતા સન્માન સમારોહ જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કક્ષાના ૧ અને તાલુકા કક્ષાના ૪ સહિત કુલ ૫ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

બોટાદમાં શિક્ષક દિન ઉજવાયો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, બોટાદ નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ઝીંઝાવદર પ્રાથમિક શાળાના શ્રે શિક્ષકે પ્રતિભાવ રજૂ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર ગઢડીયા પ્રાથમિક શાળાના શિક્ષક હિમાંશુભાઇ પંડયાને ચેક આપી શાલ અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયાં હતાં. તેમજ તાલુકા કક્ષાએ ઝીંઝાવદર પ્રાથમિક શાળાના શિક્ષક જયેશભાઈ સાકરીયા, રામપરાના અશ્વિનભાઈ બારૈયા, લાખણકાના મનિષભાઈ જેઠવા અને ખોખરનેશ શાળાના શિક્ષક ઘનશ્યામભાઈ પંચાળાને ચેક આપી શાલ અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ધો. ૬ થી ૮ ના પ્રતિભાશાળી ૧૫ બાળકોને પ્રતિકરૂપે પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયા હતા. પ્રારંભે જિલ્લા શિક્ષણાધિકારીએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે અગ્રણીઓ, પૂર્વ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણવિદ સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સહિત શિક્ષકકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

City News

Sports

RECENT NEWS