For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોટાદ જિલ્લામાં રાત્રીના 8 થી 10 કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે

Updated: Oct 22nd, 2022


- દિવાળી પર્વને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામુ બહાર પાડયુ 

- હોસ્પિટલ, નસગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધામક સ્થળો વગેરે સાયલન્ટ ઝોન પાસે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ 

ભાવનગર : દિવાળીનાં તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક-હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણની વિપરીત અસરથી રક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો કરેલ છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર બોટાદ જિલ્લાની હદવિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવાની આવશ્યાને લક્ષમાં લઇને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટને ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ સને-૧૯૫૧ની કલમ-૩૩(૧) થી તેમને મળેલી સત્તાની રૂએ સમગ્ર બોટાદ જિલ્લાના હદ વિસ્તારમાં નિયમનુ ચુસ્તપણે પાલન કરવા માટે હુકમ ફરમાવ્યો છે. 

જાહેરનામામાં દર્શાવ્યા મુજબ દિવાળીના કે અન્ય તહેવારો દરમિયાન રાત્રીના ૮ થી ૧૦ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા પર ના.સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુક્વામાં આવેલ હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહી. તેવી જ રીતે, હાનીકારક ધ્વનિ રોકવા માટે માત્ર પીઇએસઓ સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તરવાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. પીઇએસઓ દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્સ ઉપર પીઇએસઓની સુચના પ્રમાણેનું માકગ હોવું જરૂરી છે. હોસ્પિટલ, નસગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, સિનેમાગૃહ, નાટકગૃહ તથા ધામક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિ. 

કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહિ, રાખી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહિ. ઇ-કોમર્સ વેબસાઇટ પર ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકાશે નહિ. લોકોને અગવડ ઊભી ન થાય કોઇપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ શહેરો તથા ગામોની શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલ.પી.જી.બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી.ગેસના સ્ટોરેજ-સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો નજીક ફટાકડા ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન(ચાઇનીઝ તુક્કલ/આતશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી. આ જાહેરનામાનો અમલ તા.૧૮/૧૦/૨૦૨૨ થી તા.૧૧/૧૧/૨૦૨૨ સુધીનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલા લેવાશે. 

Gujarat