Get The App

ચકમપર ગામે 2 પક્ષ વચ્ચે ધમાલ, 3 ને ઈજા

Updated: Oct 3rd, 2023

GS TEAM

Google News
Google News
ચકમપર ગામે 2 પક્ષ વચ્ચે ધમાલ, 3 ને ઈજા 1 - image


- ગાળો બોલવા અને ઠપકો આપવા મામલે મારામારી

- એક ઈજાગ્રસ્તને અર્ધબેભાન અવસ્થામાં ભાવનગર સારવાર માટે ખસેડાયો, બન્ને પક્ષે મહિલા સહિત 7 વિરૂધ્ધ ફરિયાદ

ભાવનગર : બોટાદ તાલુકાના ચકમપર ગામે ગાળો બોલવા અને ઠપકો આપવા મામલે બે પક્ષે વચ્ચે મારામારી સર્જાતા બે ભાઈ સહિત ત્રણ જણને ઈજા પહોંચી હતી. સામાન્ય બાબતે થયેલી ધમાલ બાદ બન્ને પક્ષે સામ-સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ બોટાદના ચકમપર ગામે રહેતા રણજીતાભાઈ દિલીપભાઈ કોગતિયા (ઉ.વ.૨૩) ગઈકાલે બપોરના સમયે ગામમાં આવેલ હીરાના કારખાને હીરા ઘસવા ગયા ત્યારે તે જ ગામે રહેતો જીતુ ડાયાભાઈ પનારા નામના શખ્સે ગાળો દેતા યુવાન ઘરે પરત આવી ગયો હતો. ત્યારબાદ હરેશ ડાયાભાઈ પનારા, જીતુ ડાયાભાઈ પનારા અને લાલજી ડાયાભાઈ પનારા (રહે, ત્રણેય ચકમપર)એ બપોરના સમયે ઘરે આવી ધારિયા, લોખંડના પાઈપ અને લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. મારામારીના બનાવમાં લોહિયાળ લજા પામેલા રણજીતભાઈને સારવાર માટે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે ઈજાગ્રસ્તે ત્રણેય શખ્સ સામે બોટાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સામા પક્ષે ચકમપર ગામે રહેતા રાજુભાઈ ડાયાભાઈ પનારા (ઉ.વ.૪૦)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રણજીત કોગતિયાએ તેમના ભાઈ જીતુભાઈ સાથે ઝઘડો કરી માર માર્યો હોય, જે અંગે શખ્સના ઘરે ઠપકો આપવા જતાં રણજીત દિલીપભાઈ કોગતિયા, કમલેશ દિલીપભાઈ કોગતિયા, નીતિન દિલીપભાઈ કોગતિયા અને કંચનબેન દિલીપભાઈ કોગતિયા સહિતનાઓએ બોલાચાલી કરી ગાળો દઈ રાજુભાઈ અને તેમના ભાઈ જીતુભાઈને લોખંડના પાઈપ, ધારિયા, લાકડી અને ઢીકાપાટું વડે માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. આ બનાવમાં ઈજા પામેલા બન્ને ભાઈને સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં રાજુભાઈને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. જ્યારે જીતુભાઈ અર્ધબેભાન અવસ્થામાં હોય, તેમની હાલ સારવાર શરૂ છે. ઘટના સંદર્ભે રાજુભાઈ પનારાએ માતા-પુત્ર સહિત ચારેય વિરૂધ્ધ બોટાદ રૂરલ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

Tags :