બોટાદ નગરપાલિકાએ ગેરકાયદે દબાણ હટાવ્યા


- બોટાદ શહેરમાં લાંબા સમય બાદ દબાણો દુર કર્યાં

- શાકમાર્કેટ સહિતનાં વિસ્તારમાં નાના વેપારી દબાણ તોડી પડાયા, મોટા માથાઓના દબાણ નહી હટાવતા કચવાટ

બરવાળા : બોટાદ શહેરમાં બોટાદ નગરપાલિકા દ્વારા વહેલી સવારથી જ શહેરમાં હાર્દ સમા અવેડા ચોક અને શાકમાર્કેટ વિસ્તારમાં રસ્તા પર આવેલ ઓટલા-છાજલીઓ અને ગેરકાયદેસર રીતે નાના વેપારીઓ દ્વારા કરેલ દબાણો દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી.

બોટાદ શહેરમાં મુખ્ય રસ્તાઓ પર ભારે ટ્રાફીકને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાય છે. ભારે ટ્રાફીક સમસ્યાને કારણે બોટાદનાં મુખ્ય માર્ગોને એક તરફી (વન-વે) પણ કરેલ ચે અને ખાસ કરીને વેપાર ધંધાથી ધમધમતા શાકમાર્કેટ અને અવેડા ચોકમાં દુકાન આગળ દબાણ હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સરકારી ગાઈડ લાઈન મુજબ ગેરકાયદેસર દબાણો દુર કરવાની અને તે અંગેની જવાબદારી મામલતદારને આપેલ છે. જે અનુસંધાને બોટાદ નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ જેસીબી વાહન અને ટ્રેકટરો અને મજુરો દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દુર કરવામાં આવ્યા હતા. જેમાં નાના વેપારીોનાં જ દબાણો દુર કરવામાં આવેલ હોવાને કારણે નાના વેપારીઓમાં ઉગ્ર રોષ ઉત્પન્ન થયો હતો અને તેઓએ જણાવેલ કે બોટાદ શહેરમાં દબાણ દુર કરવા હોય તો બધાનાં દબાણો દૂર કરો કેમ કે મોટા માથાઓનાં અનેક દબાણો થયેલ છે ત્યાં કેમ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. મગરમચ્છોનાં દબાણો ઉભા રહેવા દેવાનાં અને નાની માછલીઓનાં દબાણો કાઢવાનાં આ તે કેવો ન્યાય. આમ આગામી દિવસોમાં બોટાદ શહેરમાં મોટા માથાઓનાં દબાણો દુર કરાવવા નાના વેપારીઓ તંત્ર પર દબાણ લાવે તેવી શક્યતા જોવાઈ રહી છે. જોકે બોટાદનાં ભરચક્ક વિસ્તાર અવેડા ગેઈટ અને શાકમાર્કેટમાં દબાણો દુર થતાં લોકોએ નગરપાલિકાનાં આ નિર્ણયને વધાવ્યો છે. રસ્તાઓ ખુલ્લા થતા નવરાત્રી-દિવાળીનાં તહેવારો માથે હોવને કારણે લ ોકોને ટ્રાફીકની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. 

આમ નાના વેપારીઓનાં દબાણો દુર થતાં આગામી દિવસોમાં દબાણ દુર ક રવાની કામગીરી ચાલુ રહે છે કે પછી ઉપરથી દબાણ આવતા નગરપાલિકા કામગીરી બંધ કરે છે તે તો સમય જ કહેશે.

City News

Sports

RECENT NEWS