For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોટાદ જિલ્લા કલેક્ટર નગરપાલિકા વિસ્તારની સમસ્યા અંગે જાત મુલાકાતે

Updated: Sep 14th, 2021

Article Content Image

- શેઠની શિખામણ ઝંપા સુધી ન રહેતો સારૂ...!

- આરોગ્ય તેમજ વરસાદની કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ રહેવા અધિકારીઓને તાકીદ

બોટાદ : તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થયેલ છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં પણ થયેલ વરસાદના કારણે ઉદ્દભવેલ પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ નગરપાલિકા વિસ્તારની જાત મુલાકાત અને નિરીક્ષણ માટે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.

કલેકટરે શહેરના વિસ્તારોમાં વરસાદના લીધે શહેરમાં રોડ- રસ્તા, લાઇટ, ગટરમાં પાણી ભરાઇ ન રહે તે માટે સફાઇ કામગીરીને અગત્યતા આપવા, દબાણો દૂર કરવા સહિત શહેરન નાગરિકોના નાના- મોટા પ્રશ્નોનું તાકિદે નિરાકરણ કરવા સબંધિત અધિકારીઓને તાકિદના ધોરણે કામગીરી હાથ ધરવા તાકિદ કરી હતી.

વરસાદથી શહેરી વિસ્તારમાં પાણીનો નિકાલ થઇ જાય અને શહેરીજનોને અગવડતા ન પડે તે માટે સબંધિત અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી. સાળંગપુર રોડ પર આવેલ અન્ડર બ્રીજમાં વરસાદના લીધે ભરાતા પાણીની સમસ્યા ન રહે અને લોકોને અવર- જવર માટે અગવડતા ન પડે તે માટે અધિકારીઓને પણ તાકિદ કરી હતી. 

તેમણે વરસાદને લીધે રોગચાળો ન ફેલાય અને લોકોનું આરોગ્ય ન બગડે તે માટે નગરપાલિકાના અધિકારીઓને શહેરી વિસ્તારમાં સ્વચ્છતા અંગેની કામગીરીમાં કોઇ કચાસ ન રાખવા પણ સુચના આપી હતી. ઉપરાંત આરોગ્ય તંત્રને પણ લોકોના આરોગ્ય બાબતે જરૂરી સુચનાઓ આપી હતી. શહેરના ટાવર રોડ પર ચાલતા પુલના કામનું પણ નિરિક્ષણ કરી આ કામગીરી સમયમર્યાદામાં પુરી કરવા જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે કલેકટરશ્રીએ શહેરી વિસ્તારની જાત મુલાકાત દરમિયાન લોકોના ઘરોની મુલાકાત લઇ વરસાદી પરિસ્થિતિ બાબતે શહેરીજનો સાથે રૂબરૂ મુલાકાત લઇ વાકેફ થયા હતા.

Gujarat