બોટાદમાંથી વિદેશી દારૂની 648 બોટલ, 216 બિયર ટીન બરામત


- તુરખા રોડ ઉપર આવેલ વંડાની ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવી રખાયો હતો

- બાઈક ઉપર દારૂનું વેચાણ કરતા શખ્સને ઝડપી પડાયા બાદ કબુલાત આધારે પોલીસનો દરોડો, ઝરીયાના શખ્સે દારૂ પુરો પાડયો હોવાનું ખુલ્યું

ભાવનગર : બોટાદ પોલીસે મળેલ બાતમી આધારે બાઈક ઉપર દારૂ રાખી વેચાણ કરતા કૈલાસનગરના શખ્સને ઝડપી પુછપરછ કરતા તેની કબુલાત આધારે પોલીસે દરોડો પાડી તુરખા રોડ ઉપર આવેલ વાડાની ઓરડીમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની ૬૪૮ બોટલ અને ૨૧૬ બિયર કબજે લીધા હતા પોલીસ તપાસ દરમિયાન બે શખ્સના નામ ખુલવા પામ્યા હતા.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ પોલીસ સ્ટાફ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, બોટાદના પાળીયાદ રોડ ઉપર આવેલ એમડી સ્કુલ પાછળ પાણીના કુવા પાસે બાઈક નંબર જીજે. ૩૩.ઈ-૪૧૫૦ ઉપર શખ્સ દારૂનું વેચાણ કરી રહ્યો છે. જે હકીકત આધારે પંચો સાથે રેઈડ કરી પાળીયાદ રોડ ઉપર આવેલ કૈલાસનગરમાં રહેતા મોહિત રાજુભાઈ બોરીયાની અટક કરી તલાશી લેતા તેના કબજામાંથી વિદેશી દારૂના ચાર ચપટા મળી આવતા બરામત કરી પુછપરછ કરતા તેના કબજામાં રહેલ દારૂ તેના મિત્ર મહેશ વાસ્કુરભાઈ ખાચર (રે. બ્રાહ્મણ સોસાયટી, બોટાદ)ના તુરખા રોડ ઉપર આવેલ કપચીના ભડીયા પાસે આવેલ વંડામાં દારૂ રાખેલ છે. ત્યાથી લાવ્યો હોવાની કબુલાત આધારે રેઈડ કરતા વંડામાં આવેલ ઓરડીની તલાશી લેતા તેમાં છુપાવી રખાયેલ વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડ કન્ટ્રી કલબ વ્હીસ્કીની ૧૮૦ એમએલની ૪૦૯ બોટલ તેમજ ગ્રીન લેબલ વ્હીસ્કીની ૧૮૦એમએલની ૧૪૪ બોટલ, ૫૦.૫૦ બ્લુ વ્હીસ્કીની ૪૮ બોટલ ગ્લોબસ ડ્રાઈની ૧૮૦ એમએલની ૪૩ બોટલ મળી કુલ ૬૪૮ બોટલ તેમજ કિંગ ફિશર સ્ટ્રોગ બિયર ટીન નંગ ૨૧૬ મળી આવતા બરામત કર્યા હતા. દરમિયાન મોહિતને દારૂ બાબતે વધુ પુછપરછ કરતા તેણે તેઓ મહેશ વાસ્કુરભાઈ પાસેથી દારૂ મેળવી કમીશન ઉપર વેચાણ કરતો હોવાની અને દારૂનો જથ્થો બોટાદના ઝરીયા ગામના રાજુ ઉર્ફે બારવટીયો આપી ગયાની કબુુલાત આપતા બોટાદ પોલીસે દારૂ, બાઈક સહીતનો મુદ્દામાલ બરામત કરી ત્રણેય શખ્સ સામે પ્રોહિબીશન એક્ટની જુદી જુદી કલમ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

City News

Sports

RECENT NEWS