બોટાદમાં છેલ્લા 9 માસમાં 35 અકસ્માતમાં 36 લોકોએ જીવ ગુમાવ્યો


- રોડ સેફ્ટી અંતર્ગત કામગીરી માટે સુચના અપાઇ

- ઓવર સ્પીડ, રોંગ સાઇડ અને રફ ડ્રાઇવીંગના કારણે 29 અકસ્માતમાં 73 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી

ભાવનગર : બોટાદ જિલ્લામાં વાહન અકસ્માત અને તેનાથી થતા મૃત્યુનો દર વધતો જતો હોય કલેક્ટરની અધ્યક્ષતામાં ટ્રાફીક નિયમન અને રોડ સેફ્ટી અંગે બેઠક મળી હતી જેમાં છેલ્લા નવ માસમાં ગંભીર પ્રકારના ૩૫ અકસ્માતમાં ૩૩ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. જ્યારે ૭૩ ઇજાગ્રસ્ત થયા હતાં.

કોઇ એક રોગથી જેટલા વ્યક્તિ મૃત્યુ નથી પામતા તેનાથી વધુ લોકો વાહન અકસ્માતમાં મોતનું કારણ બની રહ્યા છે. ખાસ કરીને હેલ્મેટ, ઓવર સ્પીડ, રફ ડ્રાઇવીંગ અને રોંગ સાઇડ વાહન ચલાવવાના કારણે મેજોરીટી અકસ્માતો સર્જાતા હોવાનું જણાયું છે. બોટાદ જિલ્લામાં જાન્યુઆરી-૨૨ થી સપ્ટેમ્બર-૨૨ એમ નવ માસ અંતર્ગત મળેલ આંકડા મુજબ અલગ અલગ બ્લેક સ્પોટ પર ૩૫ ફેટલ અકસ્માત નોંધાયા છે જેમાં કુલ ૩૬ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય ૨૯ અકસ્માતમાં ૭૩ વ્યક્તિને ગંભીર ઇજાઓ આ અકસ્માતના કારણે પહોંચી હોવાનું જણાયું છે. અકસ્માત નિવારવા આર.ટી.ઓ. અને ટ્રાફીક પોલીસ દ્વારા તબક્કાવાર પગલા ભરાઇ રહ્યા છે અને વિવિધ વિસ્તારમાં સાઇન બોર્ડ તેમજ ઇન્ટર સેક્ટર કાર વડે ઓવર સ્પીડ વાહનોને સ્કેન કરી મેમા આપવાની કાર્યવાહી પણ કરાતી હોવાનું જાણવા મળેલ છે. અકસ્માત નિવારણના મુખ્ય ઉદેશ્ય સાથે બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા રોડ સેફ્ટી બેઠક બોલાવાઇ હતી અને આ બેઠકમાં ટ્રાફીકને અડચણરૂપ વૃક્ષો તેની ડાળીઓ દુર કરવા તેમજ મહત્વની જગ્યાઓ પર સાઇન બોર્ડ મુકવા સુચના અપાઇ હતી.

City News

Sports

RECENT NEWS