For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભરૂચ જિલ્લા ભૂસ્તર અધિકારી પર હુમલામાં વધુ ચાર ઝડપાયા

-કુલ નવ આરોપીઓ ઝડપાયા

Updated: Dec 6th, 2018

ઝગડિયા,તા.6 ડિસેમ્બર 2018 ગુરૂવારArticle Content Image

ઝગડિયા તાલુકાના રતનપુર ગામ એ આવેલ અને હાઈવેનું વિસ્તૃતીકરણ કરતા કેસીએલ કંપની માં ભુસ્તર અધિકારી પર થયેલ હુમલાની બહુચર્ચિત ઘટના માં રાજપારડી પોલીસ ની એક વધુ સફળતા મળી છે, રાજપારડી પોલીસ એ જંગલમાંથી વધુ ચાર આરોપી ને ઝડપી પડ્યા છે, આ ઘટનામાં કુલ અત્યાર સુધીમાં બે સગીર સાથે નવ આરોપી ને ધરપકડ કરવામાં આવી છે.

ઝગડિયા પંથક માં મોટા પાયે રેતી ખનન નો ધંધો ફૂલ્યો ફાલ્યો છે, જેમાં મોટા પાયે રોયલ્ટી ચોરી અને ઓવરલોડ  રેતી વાહન કરવામાં આવેછે, લોકોને સેંકડો ફરિયાદો બાદ જિલ્લા અને સ્થાનિક વહીવટી તંત્ર પગલાં ભરતા હોઝ છે, આવીજ અનેક ફરિયાદ બાદ જિલ્લા ભૂસ્તર ટીમ ઓરપતાર ગામે તાપસ કરવા ગઈ હતી, ભૂસ્તર ટીમ દ્વારા એક ટ્રક નો પીછો કરતા કેસીએલ કંપની માં ઘુસ્તા ત્યાં બાઘુસ્તાર અધિકારીને ટીમ પર રતનપુર ના કેટલાક ઈસમો દવા હુમ્લોકરી ઘાયલ કરવામાં આવ્યા હતા, ભુઅસ્તર અધિકારી ને ફરિયાદ ના આધારે રાજપારડી પોલીસ દ્વારા બે સગીર સાથે પાંચ ને ઝડપી પાડ્યા હતા, બાકીના નાસ્તા ફરતા એક આરોપીને તા.૪ ના રોજ પીપરી પાન ગામ માંથી ઝડપ્યો હતો, આજરો રોજ વધુ ૩ આરોપી ઝગડિયા ના બાવાગોર ના જંગલ માંથી ઝડપાયા છે, સરકારી અધિકારી પર હુમલાની ઘટનામાં જે આરોપી ઝડપાયા તેમાં ૧. ઈનાયત ખોખર(તા. ૪ ના રોજ ધરપકડ ), ૨. રજ્જાક અલી મોહમ્મદ ખોખર, ૩. અઝરૂદ્દીન સુલતાન પઠાણ, ૪.આમિર ઇબ્રાહિમ મલિક, તમામ રહેવાસી રતનપુર તા. ઝગડિયા નો સમાવેશ થાય છે.

Gujarat