For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધાનેરા પાલિકાના પ્રમુખ વિરૃદ્ધ કરાયેલી અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો

- ભ્રષ્ટાચારની ભાજપના નગરસેવકોની બુમો વચ્ચે કમળાબેને પ્રમુખ તરીકેનો વિશ્વાસનો મત જીતી લીધો

Updated: Jul 29th, 2022

ધાનેરા, તા.28

ધાનેરા નગરપાલિકાને કબ્જે કરવા માટે અસંતુષ્ટોના અવારનવારના પ્રયાસો નિષ્ફળ કરવામાંે વધુ એકવાર પાલિકાના પ્રમુખે વિશ્વાસનો મત મેળવી સફળતા મેળવી છે.કમળાબેન તુવેરન ેહટાવી પાલિકા હસ્તક કરવાની બાજીને પ્રમુખે ઉંધી વાળી દેતાં લોકોમાં અનેક અટકળો સેવાઇ રહી છે.

ધાનેરા નગરપાલિકા જાણે રાજકીય અખાડો બની ગયો હોય તે પ્રમાણે માત્ર પોતાની માગણી ઓ સંતોષવા માટે નગર સેવકો અવિશ્વાસ નો પ્રસ્તાવ રજૂ કરતાં હોય તે પ્રમાણે નું ચિત્ર આજે સ્પષ્ટ થઈ ગયું છે.ધાનેરા નગર પાલિકા ના પ્રમુખ કમળા બેન તુવર વિરૃદ્ધ પોતાના જ પક્ષ ના ૧૨ નગરસેવકો ભારતીય જનતા પાર્ટી ના ચાર નગરસેવકો નો સાથ  લઇ અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કરી હતી.

જે મામલે આજે ધાનેરા નગર પાલિકા ખાતે સામાન્ય સભા બોલાવી અવિશ્વાસ દરખાસ્ત મામલે મતદાન કરાવતા કોગ્રેસના તમામ હાજર ૧૫ નગર સેવકો એ અવિશ્વાસ ની દરખાસ્ત પસાર કરવાના વિરૃદ્ધ મા મતદાન કરી પોતાના પક્ષ ના નગર પાલિકા પ્રમુખ કમળા બેનને પ્રમુખના પદ પર કાયમ રાખ્યા છે.ધાનેરા નગર પાલિકા પર કોગ્રેસ પક્ષ નો કબજો છે.

નગર પાલિકા ના ૨૮ નગર સેવકો માંથી કોગ્રેસ પક્ષ પાસે ૧૬ નગર સેવકોની ભારે બહુમતી છે.તો ભારતીય જનતા પાર્ટી પાસે   ૧૨ નગર સેવકો છે.આજે ધાનેરા નગર પાલિકા કચેરી ખાતે નગર પાલિકા ઉપ પ્રમુખ શંકર ભાઈ પટેલ નાં અધ્યક્ષ સ્થાને સામન્ય સભા બોલાવવામાં આવી હતી.નગર પાલિકા ના મુખ્ય અધિકારી રૃડા ભાઈ રબારી સહિત નગર પાલિકા ના બે સદસ્યો ની ગેર હાજરી માં સભાની કાર્યવાહી શરૃ થઈ હતી.

અવિશ્વાસ મામલે મતદાન થાય એ પહેલાં ભારતીય જનતા પાર્ટી ના નગર સેવક હીરા ભાઈ ઠક્કરે કોગ્રેસ પક્ષના પ્રમુખ ઉપ પ્રમુખ અને નગરસેવકો એ કરોડો રૃપિયા નો ભ્રષ્ટાચાર કર્યો હોવાની બૂમો પાડી હતી. પરંતુ કમળાબેને વિશ્વાસનો મત જીતી જશે તેવા એંધાણના પગલે ભારતીય જનતા પાર્ટી ના નગરસેવકો સભા માંથી વોક આઉટ કર્યું હતું. જે સભ્યો પ્રમુખ ની કામગીર થી નારાજ હતા એ તમામ સભ્યો એ પ્રમુખ નો સાથ આપ્યો હતો.જેના કારણે આજે સામન્ય સભા મા અવિશ્વાસ ની દરખાસ્ત પસાર થઈ શકી ન હતી.

Gujarat