વાંચો તમારું 24 સપ્ટેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય


મેષ : આપના કામમાં સાનુકૂળતા- સફળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. હર્ષ-લાભ રહે.

વૃષભ : આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ- ઉદ્વેગ અનુભવાય, રાજકીય સરકારી કામમાં ઉતાવળ કરવી નહીં.

મિથુન : નોકરી- ધંધાના કામકાજ અંગે મિલન મુલાકાતનું આયોજન ગોઠવાય, આડોશ પાડોશના કામ અંગે વ્યસ્તતા રહે.

કર્ક : સામાજિક- વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. દોડધામમાં ખર્ચ જણાય, કુટુંબ પરિવારનો સાથ- સહકાર મળી રહે.

સિંહ : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો, વિચારોની દ્વિધા- અસમંજસતાને લીધે કામમાં વિલંબ જણાય.

કન્યા : રાજકીય- સરકારી કામમાં પ્રતિકૂળતા રહે. વિલંબ જણાય, ઉતાવળમાં આવેશમાં આવી જઈને કોઈ કામ કરવું નહીં. આકસ્મિક ખર્ચ જણાય.

તુલા : આપના સંતાનના પ્રશ્નમાં ચિંતા- પરેશાની ઓછી થાય. કામમાં સરળતા રહેવાથી કામનો ઉત્સાહ વધે. હર્ષ-લાભ જણાય.

વૃશ્ચિક : દિવસ દરમ્યાન આપે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય, પિતૃપક્ષે દોડધામ જણાય મિત્રોનો સાથ મળી રહે.

ધન : દેશ- પરદેશના કામમાં સાનુકૂળતા રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ- સહકાર મળી રહે. મિલન- મુલાકાત થાય.

મકર : તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં પરંતુ આપે કામમાં વ્યસ્ત રહેવું પડે. યાત્રા- પ્રવાસમાં ધ્યાન રાખવું

કુંભ : રાજકીય- સરકારી કામમાં સાનુકૂળતા રહે. સંસ્થાકીય કામકાજ અંગે દોડધામ રહે, મહત્ત્વના કામમાં વ્યસ્ત રહેવાનું બને.

મીન : દિવસ દરમિયાન દોડધામ- શ્રમ અનુભવાય, સીઝનલ ધંધામાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ આપને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસ કરે.

- અગ્નિદત્ત પદમનાભ

City News

Sports

RECENT NEWS