વાંચો તમારું 22 સપ્ટેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય


મેષ : જમીન-મકાન-વાહનના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. નોકરી-ધંધામાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.

વૃષભ : નોકરી-ધંધાના કામકાજ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.

મિથુન : નોકરી-ધંધાની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી હર્ષ-લાભ રહે.

કર્ક : વિચારોની અસમંજસતા-દ્વિધા જણાય તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહી તેનો ઉકેલ લાવી શકો. મહત્વના નિર્ણય લઈ શકો.

સિંહ : કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય-સરકારી-ખાતાકીય કામમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

કન્યા : આપના કામમાં સંતાનનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકો. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.

તુલા : દિવસ દરમ્યાન આપના કામકાજમાં વ્યસ્ત રહો. જમીન-મકાન-વાહનના કામમાં પ્રગતિ જણાય. કામ ઉકેલાય.

વૃશ્ચિક : આપના કામમાં સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહો.

ધન : નોકરી-ધંધાના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. આપની ધારણા પ્રમાણેનું કામ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહે.

મકર : જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામ અંગે દોડધામ-વ્યસ્તતા જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકો.

કુંભ : ધંધામાં હરિફવર્ગ - ઈર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય.

મીન : સંતાનના પ્રશ્નમાં આપની ચિંતા-પરેશાની ઓછી થતી જાય. વાણીની મીઠાશથી કામ કરવામાં સરળતા જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

City News

Sports

RECENT NEWS