વાંચો તમારું 21 સપ્ટેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય


મેષ : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. વાણીની સંયમતા રાખવી. વાદ-વિવાદ-મનદુઃખ, ગેરસમજથી સંભાળવું.

વૃષભ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. હર્ષ-લાભ રહે.

મિથુન : આપના કામ અંગે દોડધામ જણાય. કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહે. કામનો ઉકેલ આવવાથી રાહત થાય.

કર્ક : આપના કામકાજમાં વ્યસ્ત રહો. આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. હર્ષ-લાભ જણાય.

સિંહ : માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. નાણાંકીય જવાબદારીવાળા કામમાં આપે સાવધાની રાખવી પડે. ખર્ચ જણાય.

કન્યા : આપના કામનો ઉકેલ આવવાથી આનંદ-ઉત્સાહ અનુભવો. આપના કામની કદર-પ્રશંસા થાય. પરદેશના કામમાં વ્યસ્ત રહો.

તુલા : મિત્રવર્ગ-સગાસંબંધીવર્ગના કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા જણાય. ધીમે ધીમે કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય.

વૃશ્ચિક : નોકરી-ધંધાના અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય થવાથી આનંદ જણાય.

ધન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદથી દૂર રહેવું. ચિંતા રહે.

મકર : આપના કામમાં સાનુકૂળતા થતી જાય. આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મિલન-મુલાકાત થાય.

કુંભ : દિવસ દરમ્યાન સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહો. કોર્ટ-કચેરીના કામમાં, સરકારી કામમાં સાનુકૂળતા મળી રહે.

મીન : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્નમાં ચિંતા ઓછી થાય.

- અગ્નિદત્ત પદમનાભ

City News

Sports

RECENT NEWS