FOLLOW US

વાંચો તમારું 18 માર્ચ, 2023નું રાશિ ભવિષ્ય

Updated: Mar 17th, 2023


મેષ :  આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. પરંતુ સગા-સંબંધી, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ રહે.

વૃષભ : આપના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને, પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થાય.

મિથુન : આપને કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની થાય નહીં.

કર્ક : આપના કામમાં વ્યસ્ત રહો. અન્યનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં ધર્મકાર્યમાં સાનુકૂળતા મળી રહે.

સિંહ : રાજકીય સરકારી કામમાં આપને દોડધામ રહે. આકસ્મિક ખર્ચ જણાય. ધંધામાં અન્યના દોરવાયા દોરવાઈ જવું નહીં.

કન્યા : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે. વાણીની મીઠાશથી કામમાં લાભ થાય. મિલન-મુલાકાત થાય.

તુલા : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. પરંતુ કામમાં મન લાગે નહીં. વ્યગ્રતા-બેચેની અનુભવાય. ખર્ચ જણાય.

વૃશ્ચિક : આપને દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે. સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.

ધન : આપના કાર્યની સાથે અન્ય કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા જણાય. કુટુંબ-પરિવારનો સાથ સહકાર મળી રહે.

મકર : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતા રાહત જણાય. આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થઈ શકે.

કુંભ : આપના કાર્યમાં પ્રતિકૂળતા જણાય. હરિફવર્ગ - ઈર્ષ્યા કરનાર વર્ગ આપની મુશ્કેલી વધારવાના પ્રયાસો કરે.

મીન : આપના કાર્યમાં આકસ્મિક સરળા-સાનુકૂળતા મળી રહેતાં-કામ કરવાનો ઉત્સાહ રહે. ધર્મકાર્યથી આનંદ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat
News
News
News
Magazines