For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 18 ઓગસ્ટ, 2022નું રાશિ ભવિષ્ય

Updated: Aug 17th, 2022

Article Content Image

મેષ : આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ-ઉત્સાહ રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.

વૃષભ : કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય સરકારી કામમાં રૂકાવટ મુશ્કેલી રહે. ધાર્યા પ્રમાણેનું કામ ન થવાથી ઉચાટ જણાય.

મિથુન : આપના કામમાં સાનુકુળતા સરળતા જણાય. આપની બુધ્ધિ અનુભવ આવડતથી મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો.

કર્ક : સગા સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજને લીધે દિવસ દરમ્યાન વ્યસ્તતા રહે. જો કે આપના કામનો ઉકેલ આવતા રાહત રહે.

સિંહ : ધર્મકાર્ય શુભકાર્યથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે. સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગના સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

કન્યા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.

તુલા : રાજકીય સરકારી કામમાં વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામમાં પ્રગતિ જણાય. મહત્ત્વના નિર્ણય લઇ શકાય.

વૃશ્ચિક : આપના કાર્યમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. યાત્રા-પ્રવાસમાં બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું.

ધન : આપના કામમાં સરળતા સાનુકુળતા જણાતા કામ કરવાનો ઉત્સાહ રહે. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

મકર : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

કુંભ : આપના કામની કદર-પ્રસંસા થતાં આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી આનંદ-ઉત્સાહ રહે.

મીન : આપના કામની સાથે પારિવારીક કૌટુંબિક કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ રહે. બેંકના વીમા કંપનીના કામમાં સાનુકુળતા રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat