For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 06 ઓગસ્ટ, 2022નું રાશિ ભવિષ્ય

Updated: Aug 5th, 2022


મેષ : બપોર સુધીનો સમય આપના માટે સાનુકૂળ રહે. ત્યારબાદ આપને કામમાં વિલંબ-રૂકાવટનો અનુભવ થાય.

વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. બપોર પછી ધીમે ધીમે આપને રાહત થતી જાય.

મિથુન : બપોર સુધી સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપ રાહત અનભવો.

કર્ક : બપોર સુધી કામમાં પ્રતિકૂળતા રહે. ઉતાવળ કરવી નહીં. ત્યાર પછી આપને સાનુકૂળતા થતી જાય. કામનો ઉકેલ લાવી શકો.

સિંહ : દિવસનો પ્રારંભ સારો રહે. કામમાં સરળતા જણાય. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને પ્રતિકૂળતાનો અહેસાસ થાય.

કન્યા : આપના કાર્યમાં વ્યસ્ત રહી શકો. અડોશ-પડોશના કામ અંગે દોડધામ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.

તુલા : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. બપોર પછી સામાજિક-વ્યવહારિક કામ અંગે દોડધામ રહે.

વૃશ્ચિક : રાજકીય-સરકારી કામમાં આપે ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય. બપોર પછી રાહત રહે.

ધન : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને કામમાં રૂકાવટ રહે. કામ કરવાની ઇચ્છા થાય નહીં છતાં કામમાં વ્યસ્ત રહેવું પડે.

મકર : આપના કાર્યમાં જેમ દિવસ પસાર થતો જાય તેમ સરળતાનો અનુભવ થતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કુંભ : આપને યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન થતાં આનંદ રહે. જૂના સ્વજન-સ્નેહિ-મિત્રવર્ગની મુલાકાત થાય.

મીન : બપોર સુધી તબિયતની અસ્વસ્થતાને લીધે બેચેની-વ્યગ્રતા રહ્યા કરે. દિવસ પસાર થતો જાય તેમ ધીમે ધીમે રાહત થતી જાય.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat