For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

2021: નવા વર્ષે ભૂલથી પણ ના કરશો આ કામ, અશુભ માનવામાં આવે છે

Updated: Jan 1st, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 01 જાન્યુઆરી 2021, શુક્રવાર 

વર્ષ 2020 ઉતાર-ચઢાવ ભર્યુ રહ્યુ અને નવા વર્ષ પાસેથી લોકો કેટલીય આશાઓ રાખી રહ્યા છે. નવ વર્ષમાં ગુડ લક લાવવા માટે વિશ્વભરમાં કેટલાય ઉપાય કરવામાં આવે છે. જો તમે પણ નવા વર્ષની શરૂઆત સારી રીતે કરવા ઇચ્છો છો તો વર્ષના પહેલા દિવસે કેટલાક ખાસ કામથી દૂરી બનાવી લો. 

તમે નવા વર્ષની શરૂઆતમાં ખુશ રહેવાનો પ્રયાસ કરો. આ દિવસે રોવાનું નથી નહીંતો તેનાથી વર્ષભર તમારી ખુશીઓને ગ્રહણ લાગી શકે છે. શરૂઆત સકારાત્મક રહેશે તો તમે વર્ષ દરમિયાન પૉઝિટિવિટીથી ભરપૂર રહેશો. ઘરમાં અંધકાર ન રાખશો પરંતુ ઘરમાં રોશની રાખો. 

નવા વર્ષે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઇ પણ વસ્તુ તૂટે નહીં. તેનાથી દુર્ભાગ્ય આવે છે. આ દિવસે કાળા રંગના વસ્ત્રો પહેરવાનું ટાળો. 

નવા વર્ષમાં તમારા ઘરની અલમારીઓ ખાલી ન હોવી જોઇએ. પર્સમાં પણ કેશ રાખવું જોઇએ. તેનાથી વર્ષ દરમિયાન પૈસાનો અભાવ રહેશે નહીં. 

પ્રયાસ કરો કે નવા વર્ષમાં તમારી પર કોઇ પણ પ્રકારનું દેવું ન રહે. નવા વર્ષમાં પૈસાની લેવડ-દેવડ ન કરશો. 

નવા વર્ષે ઘરનો કોઇ સામાન બહાર ન ફેંકશો. સાફ-સફાઇ પહેલા કરીને કચરો પહેલાથી જ બહાર ફેંકી દો. 

નવા વર્ષે કેન્ચી અને અણીદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઇએ કારણ કે તેનાથી સંપન્નતામાં કમી આવે છે. નવા વર્ષે આ વસ્તુઓની ખરીદી કરીને ઘરે ન લાવશો. 

વર્ષના પહેલા દિવસે કોઇને ઉધાર ન આપશો, નહીંતો વર્ષભર તમારા હાથમાંથી પૈસા બહાર જતા રહેશે. ઘરની અન્ય કિંમતી સામનો પર પણ આ વાત લાગુ પડે છે.  

નવા વર્ષની રાત્રે જે વ્યક્તિ પણ તમારા ઘરમાં પ્રવેશ કરશે, તેની અસર તમારા જીવન પર આગામી વર્ષ સુધી રહેશે. એટલા માટે પોતાના ઘરમાં નવા વર્ષે લોકો બોલાવતા પહેલા થોડુક સમજી વિચારી લો. નકારાત્મક વિચાર રાખનારાઓથી દૂર રહો. 

એવી માન્યતા છે કે નવા વર્ષે ચિકન ખાવાથી ગરીબી આવે છે. જાણો કે નવા વર્ષે શું કરવાથી ગુડ લક આવશે

નવા વર્ષે દાળનું સૂપ પીવું અથવા 12 દ્રાક્ષ ખાવી ગુડલક લાવનાર માનવામાં આવે છે. નવા વર્ષે પોતાના કામકાજથી સંબંધિત વસ્તુઓ જરૂર કરો. તેના માટે તમારે ઑફિસમાં રહેવું જરૂરી નથી. નવા વર્ષે લાલ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે. નવા વર્ષમાં ડાન્સ કરવાથી પ્રેમ અને સંપન્નતામાં વૃદ્ધિ થાય છે. 

Gujarat