For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Makar Sankranti 2021 : જાણો, મકર સંક્રાંતિ પર્વ ભારતના ક્યા રાજ્યમાં કેવી રીતે મનાવવામાં આવે છે?

- જ્યારે સૂર્ય દેવ મકર રાશિ પર પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનો પર્વ મનાવવામાં આવે છે

Updated: Jan 4th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 04 જાન્યુઆરી 2021, સોમવાર 

મકર સંક્રાંતિનો તહેવાર હિન્દૂ ધર્મમાં વિશેષ મહત્ત્વ રાખે છે. આ પર્વ 14 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસને નવા ફળ અને નવી ઋતુના આગમન માટે મનાવવામાં આવે છે. જ્યારે સૂર્ય દેવ મકર રાશિ પર પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનો પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુ ગંગા અને અન્ય પાવન નદી કિનારે સ્નાન અને દાન, ધર્મ કરે છે. હિન્દૂ ધાર્મિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુએ પૃથ્વી લોક પર અસુરોનો વધ કરીને તેમના માથા કાપીને મંદરા પર્વત પર દાટી દીધા હતા. ત્યારથી ભગવાન વિષ્ણુની આ જીતને મકર સંક્રાંતિ પર્વ તરીકે મનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યુ હતુ કે જે મનુષ્ય આ દિવસે પોતાનો દેહત્યાગ કરે છે તો તેને મોક્ષની પ્રાપ્તી થાય છે. આમ તો બધા પર્વ સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે પરંતુ મકર સંક્રાંતિની વાત જ અલગ છે. આ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ રીતે મનાવવામાં આવે છે. આ વખતે જો તમે પણ કોઇ અન્ય જગ્યાએ મકર સંક્રાંતિનો ભાગ બનવા ઇચ્છો છો તો જાણો કે ક્યા અને કેવી રીતે મનાવવામાં આવે છે મકર સંક્રાંતિ. 

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં મકર સંક્રાંતિ પર્વને દાનનો પર્વ કહેવામાં આવે છે. તેને 14 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. માન્યતા છે કે મકર સંક્રાંતિથી પૃથ્વી પર સારા દિવસોની શરૂઆત થાય છે અને શુભકાર્ય કરી શકાય છે. સંક્રાંતિના દિવસે સ્નાન કર્યા બાદ દાન આપવાની પરંપરા છે. ગંગા ઘાટ પર મેળાનું પણ આયોજન થાય છે. સમગ્ર પ્રદેશમાં તેને ખિચડી પર્વના નામથી ઓળખવામાં આવે છે. પ્રદેશમાં આ દિવસે દરેક જગ્યાએ આકાશમાં રંગ-બેરંગી પતંગો લહેરાતી જોવા મળે છે. 

પંજાબ અને હરિયાણા

પંજાબ અને હરિયાણામાં આ દિવસ 14 જાન્યુઆરીના એક દિવસ પહેલા મનાવવામાં આવે છે. ત્યાં આ પર્વને લોહડી સ્વરૂપે ઓળખવામાં આવે છે. આ દિવસે અગ્નિદેવની પૂજા કરતા તલ, ગોળ, ચોખા અને શકેલા મકાઇની તેમાં આહુતિ આપવામાં આવે છે.. આ પર્વ નવી પરણિત મહિલા અને નવજાત બાળકો માટે ખૂબ જ ખાસ હોય છે. તમામ એકબીજાને તલમાંથી બનતી મિઠાઇ ખવડાવે છે અને લોહડીના લોકગીત ગાય છે. 

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં આ પર્વ પર ગંગાસાગર પર ખૂબ જ મોટા મેળાનું આયોજન થાય છે. અહીં આ પર્વના દિવસે સ્નાન કર્યા બાદ તલ દાન કરવાની પ્રથા છે, કહેવામાં આવે છે કે આ દિવસે યશોદાજીએ શ્રીકૃષ્ણની પ્રાપ્તિ માટે વ્રત રાખ્યું હતું. આ સાથે જ આ દિવસે માતા ગંગા ભગીરથ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી પસાર થતા ગંગા સાગરમાં જઇને મળતી હતી. આ કારણ છે કે દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે ગંગા સાગરમાં ભારે ભીડ થાય છે. 

બિહાર 

બિહારમાં પણ મકર સંક્રાંતિને ખિચડી પર્વના જ નામથી જ ઓળખવામાં આવે છે. અહીં અડદની દાળ, ચોખા, તલ, અને ઉનના વસ્ત્ર દાન કરવાની પરંપરા છે. 

અસમ

અસમમાં તેને 'માઘ-બિહૂ' અને 'ભોગાલી-બિહૂ'ના નામથી ઓળખવામાં આવે છે. ત્યારે તમિલનાડૂમાં તો આ પર્વને ચાર દિવસ સુધી મનાવવામાં આવે છે. અહીં પ્રથમ દિવસને ભોગી-પોંગલ, બીજો દિવસ સૂર્ય-પોંગલ, ત્રીજો દિવસ મટ્ટૂ-પોંગલ અને ચોથો દિવસ 'કન્યા-પોંગલ' સ્વરૂપે મનાવે છે. અહીં દિવસો અનુસાર પૂજા-અર્ચના કરવામાં આવે છે. 

રાજસ્થાન

રાજસ્થાનમાં આ દિવસે બહુઓ પોતાની સાસને મિઠાઇઓ અને ફળ આપીને તેને આશીર્વાદ લે છે. આ ઉપરાંત ત્યાં કોઇ પણ સૌભાગ્યની વસ્તુઓ 14ની સંખ્યામાં દાન કરવાનું અલગ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. 

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં આ દિવસ ગૂલ નામના હલવાને વહેંચવાની પ્રથા છે. આ સાથે જ લોકો જરૂરતમંદોને દાન પણ આપે છે. 

Gujarat