મહાવીર જયંતિ 2019, જાણો કોણ હતા ભગવાન મહાવીર
અમદાવાદ, 16 એપ્રિલ 2019, મંગળવાર
જૈન ધર્મમાં સૌથી મહત્વનો પર્વ એટલે મહાવીર જયંતી. આ પર્વનને ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહાવીર જયંતીનો પર્વ સ્વામી મહાવીરના જન્મદિવસ એટલે કે ચૈત્ર શુક્લ ત્રયોદશીના રોજ ઉજવાય છે. આ વર્ષે મહાવીર જયંતી 17 એપ્રિલના રોજ ઉજવાશે. મહાવીર સ્વામી જૈન ધર્મના 24માં તીર્થકર હતા.
મહાવીર સ્વામીનો જન્મ બિહારના કંડલપુરના રાજ પરિવારમાં થયો હતો. તેમનું નામ વર્ધમાન હતુ મહાવીર જ્યારે 30 વર્ષના હતા ત્યારે તેમણે ઘરનો ત્યાગ કરી અને દિક્ષાગ્રહણ કરી હતી.
દિક્ષા લીધા બાદ તેમણે 12 વર્ષ તપ કર્યું કહેવાય છે કે મહાવીરના દર્શન માટે ભક્તોએ તેમના સિદ્ધાંતોનું પાલન કરવું પડે છે. ભક્તોએ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના પાંચ વ્રતોનું પાલન કરવું જરૂરી હોય છે.
મહાવીર સ્વામીના સિંદ્ધાતો અખંડ હતા. તેમના સિદ્ધાંતોમાં સમર્પણ ભાવના સૌથી મહત્વની હોય છે. મહાવીર માનતા હતા કે ધર્મ કોઈ વસ્તુ નથી જે માંગવાથી મળી જાય તેને ધારણ કરવું પડે છે. સૌથી પહેલા વ્યક્તિએ પોતાને અંતર્મનથી દુષ્પ્રભાવોથી જીતવું જરૂરી છે.