For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહાશિવરાત્રી પર શિવજીને પ્રસન્ન કરવા આટલુ અવશ્ય કરો, આ કાર્યો ભૂલથી પણ ના કરશો

મહાશિવરાત્રીના પાવન તહેવાર પર કાળા રંગના કપડા ન પહેરવા

આ વખતે મહાશિવરાત્રી વ્રત 18 ફેબ્રુઆરી 2023ના રોજ મનાવવામાં આવશે

Updated: Feb 6th, 2023

Article Content Image

અમદાવાદ, તા. 6  ફ્રેબુઆરી, 2023, સોમવાર

આ વખતે મહાશિવરાત્રી વ્રત 18 ફેબ્રુઆરી 2023ના રોજ મનાવવામાં આવશે. મહાશિવરાત્રીની ચતુર્દશી તિથિ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ રાત્રે 08:02 વાગ્યે શરૂ થશે અને 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ સાંજે 04:18 વાગ્યે સમાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા. ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે.     

મહાશિવરાત્રીએ મહારાત્રી છે જેનો ભગવાન શિવ સાથે ગાઢ સંબંધ છે. આ તહેવાર શિવના દિવ્ય અવતારનો શુભ તહેવાર તરીકે માનવામાં આવે છે.  ભગવાન શિવનાં આશીર્વાદથી આપણમાં વાસના, ક્રોધ, લોભ, આસક્તિ, ઈર્ષ્યા વગેરે દુર્ગુણોથી દુર થાય છે અને પરમ સુખ, શાંતિ અને ઐશ્વર્ય આપે છે.

મહાશિવરાત્રીનાં દિવસે આ કાર્યો ખાસ કરીને ટાળવા   

1. મહાશિવરાત્રીના પાવન તહેવાર પર કાળા રંગના કપડા ન પહેરવા કારણકે આ દિવસે કાળા રંગના કપડાને અશુભ માનવામાં આવે છે. 

2. એક માન્યતા મુજબ ભક્તોએ શિવલિંગને ચઢાવવામાં આવલે પ્રસાદ લેવો નહિ કારણકે આ પ્રસાદ જીવનમાં દુરભાગ્ય, બીમારીઓ અને પૈસાનું નુકશાન થઈ શકે છે. 

૩. શિવલિંગ પર દૂધ ચડાવતી વખતે અમુક અમુક બાબતોની કાળજી લેવી. જેમકે પેક્ટનું દૂધ ટાળવું , દુધનું પાત્ર સોના, ચાંદી અથવા તાંબાથી બનેલ હોય એ વાપરવું. પ્લાસ્ટિક, સ્ટીલનાં વાસણોનો ઉપયોગ અભિષેક કરતા સમયે ટાળવો. શિવલીગ પર હમેશા ઠંડું દૂધ ચડાવવું. 

4. એવી માન્યતા છે કે શિવલિંગ અથવા ભગવાન શિવની મૂર્તિ પર માત્ર સફેદ રંગના ફૂલ જ ચઢાવવા જોઈએ. કારણ કે ભોલેનાથને માત્ર સફેદ રંગના ફૂલો જ પસંદ છે. પરંતુ ભગવાન શિવએ ચંપા અને કેતકીના ફૂલોને  શાપિત કર્યા હતા. તેથી ભૂલથી પણ ચંપા અને કેતકીના ફૂલોને ભોળાનાથને અર્પણ કરવા નહી. 

5. શિવરાત્રીનાં વ્રતમાં ફળો અને દૂધ લેવું જોઈએ અને સુર્યાસ્ત પછી કઈ પણ ખાવું નહિ. શિવરાત્રિમાં વ્રત શિવરાત્રીનાં દિવસે શરૂ થાય છે અને બીજા દિવસની સવારે સમાપ્ત થાય છે. 

6.  પૂજા  દરમિયાન ચોખા તૂટેલા ન હોવા જોઈએ. અક્ષત પૂજા માટે વાપરવા તે પૂર્ણતાનું પ્રતીક છે. એટલા માટે શિવજીને અક્ષત અર્પણ કરતી વખતે એ ખાસ જોવુ કે ચોખા તુટેલા ન હોય. 

7. આ દિવસે સવારે મોડે સુધી સૂવું ન જોઈએ અને નહાયા વગર કંઈ ખાશો નહિ. વ્રત ન હોય તો પણ સ્નાન કર્યા વિના ભોજન ન કરવું.

8.  શિવરાત્રિ પર શિવને ત્રણ પાન સાથે બીલીપત્ર અર્પણ કરો અને અર્પણ કરતી વખતે દાંડી તમારી બાજુમાં રાખો. તુટેલુ બીલીપત્ર ન ચઢાવવું જોઈએ. 

9. પૂજામાં દૂધ, ગુલાબજળ, ચંદન, દહીં, મધ, ઘી, ખાંડ અને પાણીનો ઉપયોગ કરીને ભગવાન શિવને તિલક કરો. ભોલેનાથને અનેક ફળો અર્પણ કરી શકાય છે,

10. એવી માન્યતા છે કે શિવલિંગ અથવા ભગવાન શિવની મૂર્તિ પર માત્ર સફેદ રંગના ફૂલ જ ચઢાવવા જોઈએ. કારણ કે ભોલેનાથને માત્ર સફેદ રંગના ફૂલો જ પસંદ છે. શિવરાત્રી...

મહાશિવરાત્રીનાં શુભમૂહર્ત 

  • નિશિતા કાલનો સમય - 18 ફેબ્રુઆરી, બપોરે 11.52 થી 12.42 સુધી
  • પ્રથમ  પ્રહોરની પૂજાનો સમય - 18 ફેબ્રુઆરી, સાંજે 06.40 થી 09.46 સુધી
  • બીજા પ્રહોરની પૂજાનો સમય - 18 ફેબ્રુઆરી,રાત્રે 09.46 થી 12.52 સુધી
  • ત્રીજા પ્રહોરની પૂજાનો સમય - 19 ફેબ્રુઆરી, બપોરે 12:52 થી 03:59 સુધી
  • ચોથા પ્રહોરની પૂજાનો સમય - 19 ફેબ્રુઆરી, સવારે 03:59 થી 07:05 સુધી
  • પારણનો સમય - 19 ફેબ્રુઆરી, 2023, સવારે 06.10 થી બપોરે 02.40 સુધી

Gujarat