Updated: Mar 17th, 2023
અમદાવાદ, તા. 17 માર્ચ 2023 શુક્રવાર
વર્ષ 2023નું પહેલુ સૂર્ય ગ્રહણ ટૂંક સમયમાં જ છે. વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ, 2023 ગુરૂવારે લાગશે. સૂર્ય ગ્રહણ સવારે 7.04 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12.29 વાગ્યા સુધી રહેશે. જોકે, આ સૂર્ય ગ્રહણની અસર ભારતમાં જોવા મળશે નહીં.
સૂર્ય ગ્રહણમાં ચંદ્ર, પૃથ્વી અને સૂર્યના મધ્યમાંથી પસાર થાય છે. સૂર્ય ગ્રહણમાં સૂર્ય સંપૂર્ણ રીતે કે આંશિક રીતે ચંદ્ર દ્વારા ઢંકાઈ જાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના પરિભ્રમણ દરમિયાન સામાન્યરીતે પૃથ્વી અને સૂર્યનો સીધો સંબંધ હોય છે. બંને એકબીજાને જુએ છે પરંતુ ઘણીવાર આ ભ્રમણ દરમિયાન ચંદ્ર આ બંનેની વચ્ચે આવી જાય છે.
સૂર્યના પૃથ્વી પર આવતા પ્રકાશ પર થોડી કે વધારે અસર જરૂર પડે છે. આ અસર ક્યારેક ખૂબ સામાન્ય હોય છે તો ઘણીવાર કલાકો સુધી હોય છે. જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય છે તો ચંદ્રની પાછળ સૂર્યનું પ્રતિબિંબ અમુક સમય માટે ઢંકાઈ જાય છે. આ ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. ઘણીવાર ચંદ્ર એ રીતે સૂર્યને ઢાંકે છે કે એક રિંગ જેવુ બનવા લાગે છે. આ પ્રકાશ એટલો તીવ્ર હોય છે કે તેને નરી આંખોથી જોવો જોઈએ નહીં.